નવી દિલ્હી : ભારત (India) અને ઓસ્ટ્રેલિયા (Australia) ટેસ્ટ સિરીઝના હજુ બે દિવસ બાકી છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી સિરીઝ 9 ફેબ્રુઆરીના રોજ નાગપુર (Nagpur) ખાતે યોજાશે. વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં પીચને લઇને થયેલા દાવાઓ બાદ બને ટીમને કેવી પીચ (Peach) મળશે તે હવે જોવું રહ્યું. જોકે પીચ ઉપર ઘણી ચર્ચાઓ લાંબા વખતથી થઈ રહી છે. ઓસ્ટ્રેલિયન દિગ્ગજો તેમના દેશના સ્થાનિક મીડિયા સાથે આ ‘પીચ સ્ટોરી’ પર ઘણા ઇન-સ્ટુડિયો ડિબેટ શો કર્યા હતા. દરમિયાન ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટકીપર ઈયાન હીલીએ (Ian Healy) સતત નિવેદનો આપ્યા હતા. હિલીને અત્યારે જેટલી ચર્ચા થઈ રહી છે તેટલી તેની કારકિર્દી દરમિયાન પણ થઈ ન હોત. કદાચ હીલીને આ લાભની આશા હતી.આ બધી ચર્ચાઓ વચ્ચે ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ (Ravi Shastri) ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણી માટે એવી પિચની માંગ કરી છે જેનાથી સમગ્ર કાંગારૂઓની સિટ્ટી બીટ્ટી ગુલ થઇ જશે .
પીચ અંતર્ગત રવિ શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે તે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી સિરીઝના પહેલા દિવસથી બોલને ટર્ન થતો જોવા માંગે છે. એ પણ કહ્યું કે યજમાનોએ તેનો લાભનો લાભ લેવાની જરૂર છે. આ શ્રેણીના સત્તાવાર પ્રસારણકર્તા દ્વારા આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં તેણે કહ્યું, “હું ઇચ્છું છું કે પિચ પહેલા દિવસથી ટોસ જીતનારી ટીમને મદદગાર સાબિત થશે. પીચ ઉપર બોલને તમે થોડો ટર્ન થતો પણ જોવા માંગે છે.
ઓસ્ટ્રેલિયા તેના ઘર આંગણે નથી રમી રહ્યું
નાગપુર ટેસ્ટને લઇને થોડા દિવસ પહેલા ઇયં હીલીએ કહ્યું હતું કે જો આ ચાર મેચની શ્રેણીમાં પીજ યોગ્ય હશે તો મેજબાંન ટીમની જરુરથી ફાયદો થશે.આ ટિપ્પણીના અનુસંધાનમાં શાસ્ત્રીએ નિવેદન આપતા કહ્યું હતું કે હીલીએ જે કહ્યું હતું તેવા સંજોગોમાં ઓસ્ટ્રેલિયાને જરૂરથી ફાયદો થશે.યાદ રહે કે ઓસ્ટ્રેલિયા તેના ઘર આંગણે નથી રમી રહ્યું પણ તેઓ ભારતમાં રમી રહ્યું છે.જોકે શા માટે એવું વિચારો છો કે ભારતને ફાયદો નહિ મળે. તેણે આગળ કહ્યું હતું કે “પિચો વિશે ઘણી વાતો થઈ રહી છે. હું માનું છું કે ક્યુરેટર સિવાય પીચો કઈ બનાવવામાં આવે છે તેના વિશે કોઈને કહેવું ન જોઈએ.
ભારત બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે
ઉલ્લેખનીય છે કે ભારત ત્રણ વખત બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે 2017, 2018-19 અને 2020-21માં છેલ્લી ત્રણ શ્રેણી જીતી છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ 2004-05થી ભારતીય ધરતી પર એકપણ ટેસ્ટ શ્રેણી જીતી નથી.