Gujarat

અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન બે દિ ‘ માટે અમદાવાદની મુલાકાતે

ગાંધીનગર: અમેરિકાના (America) પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન (Hillary Clinton) બે દિવસ માટે અમદાવાદની (Ahmedabad) મુલાકાતે આવી પહોચ્યાછે. તેમણે સેવા સંસ્થાની સ્થાપનાના 50 વર્ષની ઉજવણીમાં પણ ભાગ લીધો હતો અને સેવા સંસ્થાના કર્મચારીઓ સાથે સંવાદ કર્યો હતો. હિલેરી ક્લિન્ટને સેવાના સ્થાપક સ્વ. ઈલાબેન ભટ્ટને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ગત વર્ષે નવેમ્બરમાં ઈલાબેનનું પૂર્વ અમેરિકી વિદેશ મંત્રીએ સેવા સંસ્થાના કર્મચારીઓને સંબોધન કરતાં કહયું હતું કે સેવા સંસ્થાની આખી સફળતાની ગાથા આજે પણ સૌને પ્રેરણા આપી રહી છે. સેવાએ કેટલીયે અડચણો પાર કરીને આખા વિશ્વમાં 20 લાખ લોકોને સ્વાશ્રયી બનવામાં સફળતા મેળવી છે.

સેવા સંસ્થાના કર્મચારીઓ સાથે સંવાદ કર્યો
તેમણે જણાવ્યું હતું કે તમે વધારાના પડકારનો સામનો કરી રહયા છો, તે પડકાર જે આબોહવા પરિવર્તનના પગલે થતી ગરમીની સમસ્યા છે. ભલે તમે બાંધકામક્ષેત્રમાં કાર્યરત છો, અથવા તમે કચરાના રિસાયક્લિંગ,પ્લાસ્ટિકક્ષેત્રમાં કાર્યરત છો કે પછી તમે છો શેરી વિક્રેતા, અથવા તમે ખેડૂત છો, તમે ગમે તે હો, તમારી જાતને ટેકો આપવા અને ભારે ગરમીના દિવસોમાં કામ કરવા માટે આવક મેળવવાનો તમારો પડકાર એ પછીની મોટી સમસ્યા હશે જેને SEWA તમને ઉકેલવામાં મદદ કરશે.
ક્લિન્ટને સેવા ખાતે પ્રથમ આબોહવા સ્થિતિ સ્થાપકતા ભંડોળની પણ જાહેરાત કરી, જે વૈશ્વિક સ્થિતિ સ્થાપકતા અને આબોહવા માટે કામ કરશે. તેમણે જણાવ્યું હતું કે આબોહવા પરિવર્તનને કારણે ગરમી અનૌપચારિક ક્ષેત્રોમાં મહિલા કામદારો માટે એક વધારાનો પડકાર ઉભો કરે છે અને વૈશ્વિક ‘ક્લાઈમેટ રેઝિલિયન્સ ફંડ’ આ પડકારનો સામનો કરવામાં મદદ કરશે.

હિલેરી ક્લિન્ટનની આવતીકાલે ગુજરાતની બે દિવસની મુલાકાત
હિલેરી ક્લિન્ટન આવતીકાલે ગુજરાતની બે દિવસની મુલાકાત દરમ્યાન સુરેન્દ્રનગર જશે અને અગરિયા (મીઠા કામ કરતા માણસો) સાથે મુલાકાત કરશે. SEWAના રશ્મિ બેદી કે જેઓ ક્લિન્ટનની મુલાકાતનું સંકલન કરી રહ્યા છે તેમણે માહિતી આપતા જણાવ્યું હતું કે 1995 અને 2018 પછી SEWAની આ તેમની ત્રીજી મુલાકાત હશે. હિલેરી ક્લિન્ટન પ્રથમ 1990 ના દાયકામાં મુલાકાત લીધા બાદ ઈલાબહેન ભટ્ટના સંપર્કમાં હતા. ભટ્ટને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ તેઓએ અમદાવાદમાં વિક્ટોરિયા ગાર્ડન પાસેના SEWAના રિસેપ્શન સેન્ટરની મુલાકાત લીધી હતી.


ક્લિન્ટને આજે બાદમાં ભટ્ટ સાથેની પ્રથમ મીટિંગની યાદમાં વિક્ટોરિયા ગાર્ડનમાં એક તકતી સમર્પિત કરી હતી. જે SEWA રિસેપ્શન સેન્ટરમાં મધ્યમાં મૂકવામાં આવશે. ગત 12 એપ્રિલ 1972 ના રોજ શ્રમજીવી મહિલાઓ સાથે મળીને ઈલાબેન ભટ્ટે SEWA સંસ્થાની શરૂઆત કરી હતી જે હવે એક વૈશ્વિક ચળવળ બની ગઈ છે.

Most Popular

To Top