Business

કરોડો લોકોનું જીવન ધોરણ ઉંચુ લાવવાના સંકલ્પ સાથે મોદી સરકાર કામ કરી રહી છે – અમીત શાહ

ગાંધીનગર: કેન્દ્રિય બજેટ (Budget) અંગે પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે કહ્યું હતું કે મોદી સરકાર ‘સમૃદ્ધિ માટે સહકારિતા’ના મંત્રને અનુસરીને સહકારી દ્વારા કરોડો લોકોનું જીવન ધોરણ ઉંચુ લાવવા માટે દૃઢ મનોબળ સાથે કામ કરી રહી છે.

શાહે શ્રેણીબદ્ધ ટ્વિટમાં શાહે કહ્યું હતું કે સહકારી ક્ષેત્રને મજબૂત કરવા માટે આજે બજેટમાં લેવાયેલા અભૂતપૂર્વ નિર્ણયો આ સંકલ્પનું પ્રતિક છે. બજેટમાં વિશ્વની સૌથી મોટી વિકેન્દ્રિત સંગ્રહ ક્ષમતા ઉભી કરવાની યોજના સાથે સહકારી મંડળીઓ સાથે સંકળાયેલા ખેડૂતો તેમની ઉપજનો સંગ્રહ કરી શકશે અને યોગ્ય સમયે તેનું વેચાણ કરી શકશે અને તેમની ઉપજની વાજબી કિંમત મેળવી શકશે. ખેડૂતોની આવક વધારવાના મોદીજીના સંકલ્પમાં આ મહત્વની ભૂમિકા ભજવશે.
તેમણે કહ્યું હતું કે સરકાર આગામી 5 વર્ષમાં દરેક પંચાયતમાં નવી બહુહેતુક સહકારી મંડળીઓ, પ્રાથમિક મત્સ્યોદ્યોગ મંડળીઓ અને ડેરી સહકારી મંડળીઓની સ્થાપનાની સુવિધા આપશે. આ સહકારી ચળવળને નવી દિશા અને ગતિ આપશે, જેના કારણે આ ક્ષેત્ર વધુ સશક્ત બનશે.

શાહે કહ્યું કે 31 માર્ચ, 2024 સુધી રચાયેલી મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં સહકારી મંડળીઓને માત્ર 15% કરવેરાના દાયરામાં રાખવા બદલ પીએમ નરેન્દ્ર મોદીનો આભાર વ્યકત્ત કરૂ છું. રોકડ ઉપાડ પર ટીડીએસની મર્યાદા રૂ. 3 કરોડ, પ્રાથમિક કૃષિ ક્રેડિટ સોસાયટી (PACS) અને પ્રાથમિક સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેન્કો (PCARDBs) દ્વારા રોકડ થાપણો અને લોન માટે પ્રતિ સભ્ય રૂ. 2 લાખની મર્યાદા પૂરી પાડવાનો નિર્ણય પ્રશંસનીય છે.

કેન્દ્રીય સહકારિતા મંત્રીએ એમ પણ કહ્યું હતું કે સહકારી ક્ષેત્ર માટે અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ખાંડ સહકારી મંડળોને તેમના ખર્ચમાં 2016-17 પહેલા ખેડૂતોને કરવામાં આવેલી ચૂકવણીને પ્રતિબિંબિત કરવાની સુવિધા આપવામાં આવી છે. સહકારી ખાંડ મિલોને 10,000 કરોડની રાહત. હું આ દરખાસ્તને પણ આવકારું છું.

Most Popular

To Top