ગાંધીનગર : અમદાવાદ (Ahmedabad) અને ગાંધીનગર (Gandhinagar) ટ્વિન સિટીને લઇને રાજ્ય સરકાર મહત્વની જાહેરાત કરે તેવી સંભાવના છે. જેમાં શહેરી વિકાસ વિભાગ દ્વારા આ ટ્વિન સિટી માટે હવે એક જ વિકાસ ઓથોરિટી રચાય તેવી સંભાવના છે. આ જાહેરાત ને પગલે અમદાવાદ અને ગાંધીનગરના વિકાસમાં બદલાવ શકે છે. રાજ્ય સરકાર ઔડા, ગુડા, ગાંધીનગર તથા અમદાવાદ મનપાનું વિલીનીકરણ કરીને એક સિંગલ ઓથિરિટી બનાવશે, આ એક નિર્ણયથી આ બે શહેરોના વિકાસમા પરિવર્તનો આવવાની સંભાવના રહેલી છે.
હાલ અલગ – અલગ ઓથોરિટી ને લઇને ડેવલપમેન્ટ પ્રોજેકટસ – પેપર પર તો સફળ પરંતુ ગ્રાઉન્ડ પર અમલીકરણ કરતી વખતે મુશ્કેલીઓ પડી રહી છે. આ ઉપરાંત તેમાં ફયુરિસ્ટિક વિઝનનો અભાવ હોવાનું સરકારને ધ્યાનમા આવતા હવે તમામ ઓથોરિટીને ભેગા કરીને સિંગલ ઓથોરિટી બનાવવાનો લેવાયો નિર્ણય લેવાયો છે. ગાંધીનગર તથા અમદાવાદ માટે સિંગલ ઓથોરિટી ની રચના માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી છે. ટૂંક સમયમાં રાજ્સ સરકાર હવે તેની વિધીવત જાહેરાત કરનાર છે.
સિંગલ ઓથોરિટી ની જાહેરાત બાદ આ ફેરફારો આવશે ?
- સંકલન ને અભાવે અલગ અલગ ઓથોરિટી ના એકજ વિસ્તાર મા ડેવલપમેન્ટ પ્લાન હોય તો સરકારનાજ પ્રોજેકટ વચ્ચે વિસંગતતા ઉભી થતી હતી, જે હવે ટાળી શકાશે
- રોડ , રસ્તા , બગીચા , સ્પોર્ટસ કોમ્પલેકસીસ ,આગામી ૫૦ વર્ષની કલ્પના
ને અનુરૂપ હશે - નવી ટીપીઓ ભવિષ્ય ના વસ્તી વિસ્ફોટ ને આધારીત બનાવાશે
- અત્યાર સુધી તમામ ઓથોરિટીના અલગ અલગ ડેવલપમેન્ટ પ્લાન અનુસાર
ટીપીઓ અલગ અલગ બનતી હતી જે ભવિષ્ય ની વસ્તી માટે પર્યાપ્ત નથી, એ તમામ ઓથોરિટી ભેગા મળીને હવે ટીપી બનાવશે જેને લઇનેઅમદાવાદ ગાંધીનગરનો ચારેય દિશામા એક સરખો વિકાસ શક બનશે.