નવી દિલ્હી : ભારતની મહિલા અન્ડર-19 ટીમે (Women’s Under-19) T20 વર્લ્ડ કપમાં (T-20 World Cup) તેનો ડંકો વગાડી દીધો છે. અને આ સાથે જ 2023નો ફાઇનલ મેચનો (Final Match) ખિતાબ તેમના નામે કરી લીધો છે. ફાઈનલ મેચમાં શેફાલી વર્માની (Shefali Verma) આગેવાની હેઠળની ભારતીય ટીમે ઈંગ્લેન્ડ (England) 7 વિકેટથી હારવીને વર્લ્ડ ચેમ્પિયન બનવાનું પ્રાઇડ હાંસલ કર્યું છે. ટિમ અંડર-19 T20 વર્લ્ડ કપની પ્રથમ આવૃત્તિ હતી અને શેફાલી વર્માની યુવા બ્રિગેડની યુવાન સિંહણોએ તેમની ગર્જનાથી વિશ્વને હચમચાવી નાખ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે 2017 વર્લ્ડ કપ ફાઇનલમાં સિનિયર ટીમની હારનો બદલો લીધો છે. આ સાથે ભારતના ઇતિહાસમાં મહિલાઓનો T-20 વર્લ્ડ કપ જીતવાનો પહેલો પ્રસંગ છે.
ભારતીય બોલરોએ ટોપ ઑર્ડરને ટપોટપ તંબુ ભેગો કરી નાખ્યો હતો
રોમાન્ચથી ભરપૂર આ ફાઈનલ મેચની વાત કરીએતો કેપ્ટન શેફાલી વર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ ઓવરથી જ ભારતના બોલરો પ્રભાવશાળી દેખાતા હતા. પ્રથમ ઓવરથી શરૂ થયેલી વિકેટો પડવાની પ્રક્રિયા અટકી ન હતી. પાવરપ્લેમાં જ ઈંગ્લેન્ડે માત્ર 16 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી પણ લગાતાર વિકેટો પડવાની ચાલુ રહી હતી અને ઈંગ્લેન્ડની આખી ટીમ માત્ર 17.1 ઓવર રમી શકી હતી અને 68 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. તિતાસ સાધુ, પાર્શ્વી ચોપરા અને અર્ચના દેવીએ ભારત માટે 2-2 સફળતા મેળવી. તે જ સમયે મન્નત કશ્યપ, સોનમ યાદવ અને કેપ્ટન શેફાલી વર્માએ પણ 1-1 વિકેટ લીધી હતી.
ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો
IND vs ENG U19 મહિલા T20 વર્લ્ડ કપ ફાઇનલ મેચનો મુકાબલો રવિવારે ખેલવા જઈ રહ્યો છે. અંડર -19 મહિલા T20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચતા જ ભારતની ટીમનો આત્મવિશ્વાસ ગજબનો દેખાઈ રહ્યો હતો. ભારત (India) મહિલા ટીમની ટક્કર આજે ઈંગ્લેન્ડ સામે થશે. ટીમ ઈન્ડિયા આ વર્લ્ડ કપની પ્રથમ આવૃત્તિ જીતીને ઈતિહાસ રચવા માંગશે. ભારત આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી માત્ર એક જ મેચ હાર્યું હતું. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ અત્યાર સુધી અજેય રહી હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
પાવરપ્લેમાં ભારતને મળી ઝડપી સફળતા સફળતા
ભારતની મેચની શરૂઆત ખુબ જ રસપ્રદ થઇ હતી. પાવરપ્લેમાં બોલર અર્ચના દેવીએ 2 સલામી બેટ્સમેનોની વિકેટ ઉખડી દીધી હતી. અને ત્યાર પછીની 2 વિકેટો તિતાસ સાધુએ લીધી હતી. પાર્શ્વી ચોપરાએ 1 વિકેટ લીધી હતી. ઇંગ્લેન્ડની કેપ્ટન ગ્રેસ સ્ક્રીવાન્સ 4 રન બનાવીને આઉટ થઈ હતી. તે પહેલા લિબર્ટી હીપ ઝીરો અને નિયામ હોલેન્ડે 10 રન બનાવીને આઉટ થઈ હતી. હવે સેરેન સ્મોલ પણ બોલ્ડ થઈ ગઈ હતી. તો કેરિસ પાવલે પણ આઉટ થઈ ગઈ હતી. પાર્શ્વીએ બીજી વિકેટ લેતાં રાયના મેકડોનાલ્ડ-ગેને આઉટ કરી હતી. રાયના મેકડોનાલ્ડ-ગેએ અત્યારસુધીમાં સૌથી વધુ 19 રન બનાવ્યા છે. સાતમી વિકેટ કેપ્ટન શેફાલી વર્માએ લીધી હતી. શેફાલી વર્માએ હનાહ બેકરને આઉટ કરી હતી. તો સૈમ્યા તિવારીએ જોસી ગ્રોવ્સને રનઆઉટ કરી હતી.