Business

નાણામંત્રી એ બજેટનું રહસ્ય ખોલ્યું? મધ્યમ વર્ગ માટે થઈ શકે છે આ મોટી જાહેરાતો

નવી દિલ્હી : બજેટના (Budget) રજુ થવાની રાહ દરેક લોકો જોતા જ હોઈ છે. ખાસ કરીને મધ્યમ વર્ગને (Middle Class) ઉપર વધુ બોજો સરકાર ઝીકે છે કે તેમને મોટી રાહત આપે છે તે પ્રશ્ન દરેક માટે મેટર કરતો હોઈ છે.ખાસ કરીને ગૃહિણીઓ પણ બજેટની રાહ જોઈ છે.નાણાં મંત્રી પણ એક ગૃહિણી છે ત્યારે આવો જાણીયે નાણામંત્રી (Finance Minister) એ બજેટનું રહસ્ય કેટલું ખોલ્યું છે ? મધ્યમ વર્ગ માટે નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2023-24 માટે સામાન્ય બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. સામાન્ય લોકો ખાસ કરીને મધ્યમ વર્ગને નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળના છેલ્લા પૂર્ણ બજેટથી ઘણી અપેક્ષાઓ છે. આ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણ તરફથી પણ કેટલાક નિવેદનો સામે આવ્યા છે, જેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે નાણા મંત્રાલય મધ્યમ વર્ગને ફાયદો પહોંચાડવાની દરખાસ્તો પર વિચાર કરી રહ્યું છે. માટે થઈ શકે છે આ મોટી જાહેરાતો..

બજેટને ટાકીને શું કહ્યું નાણામંત્રીએ
નાણાં પ્રધાને કહ્યું હતું કે તેઓ આ વિભાગ પરના દબાણથી વાકેફ છે. હું પણ મધ્યમ વર્ગ માંથી જ આવું છું તેથી હું આ વર્ગ પરના દબાણને સમજું છું. હું મારી જાતને મધ્યમ વર્ગની સાથે માનું છું, તેથી હું જાણું છું. સીતારમણે કહ્યું હતું, હું આ સમસ્યાઓ સમજું છું. સરકારે તેમના માટે ઘણું કર્યું છે અને તે સતત કરી રહી છે.

કઈ-કઈ રાહતો પર થશે ચર્ચા
સૂત્રોએ જણાવ્યું હતું કે નાણાં મંત્રાલય વિવિધ સરકારી વિભાગો દ્વારા મોકલવામાં આવેલી દરખાસ્તો પર વિચાર કરી રહ્યું છે.જેનો લાભ મધ્યમ વર્ગના મોટા વર્ગને મળે છે. બજેટમાં તેની જાહેરાત થઈ શકે છે. સરકારે હજુ સુધી આવકવેરા મુક્તિ મર્યાદા વધારીને 2.5 લાખ રૂપિયાથી વધુ કરી નથી, જે તે સમયના નાણામંત્રી અરુણ જેટલીએ 2014માં તે સરકારનું પહેલું બજેટ રજૂ કરતી વખતે નક્કી કરી હતી. આ સાથે 2019થી સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000 રૂપિયા પર જ રહ્યું છે.

બજેટને લઇને જાણીયે શું કહી રહ્યા છે નિષ્ણાતો
ઘણા નિષ્ણાતો માને છે કે ફુગાવાના ઉચ્ચ સ્તરોમાં પગારદાર મધ્યમ વર્ગને રાહત આપવા માટે આવકવેરા મુક્તિ મર્યાદા અને માનક કપાતમાં વધારો કરવાની જરૂર છે. નાણાં પ્રધાનના તાજેતરના નિવેદનથી મધ્યમ વર્ગમાં આશા જાગી હતી કે આગામી બજેટમાં તેમને થોડી રાહત મળી શકે છે. નાણા મંત્રાલય મુક્તિ મર્યાદા અને સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં સુધારો કરવા ઉપરાંત 80સી હેઠળ રોકાણની છૂટની મર્યાદામાં વધારો કરવાની સંભાવના પર પણ વિચાર કરી રહ્યું છે.

Most Popular

To Top