National

કોરોના કાળ દરમિયાન લેવામાં આવેલી શાળાની 15% ફી માફ, આ રાજ્યની હાઇકોર્ટે લીધો મોટો નિર્ણય

નવી દિલ્હી : કોરોના (Corona) કાળ દરમ્યાન દેશના બધા રાજ્યોના શહેરોમાં શૈક્ષણીક કાર્ય (Study Period) બંદ હતા. દરમ્યાન ફેઝ-2માં ઓનલાઇન શિક્ષણ (Online Education) કાર્યનું અમલીકરણ કર્યું હતું. આમ છતાં શાળાઓ દ્વાર વાર્ષિક ફી લેવામાં આવી હતી.હવે આ બધાની વચ્ચે માતા-પિતા માટે રાહતના સમાચાર આવ્યા છે.ઉત્તર પ્રદેશની અલાહાબાદ હાઈકોર્ટ તરફથી કોર્ટે કહ્યું કે રાજ્યની તમામ શાળાઓ કોરોના સમયગાળા દરમિયાન વસૂલવામાં આવેલી કુલ ફીના 15 ટકા માફ કરશે. હકીકતમાં કોરોના સમયે શાળાઓ બંધ હતી પરંતુ ફી વસૂલવામાં આવી હતી જેના માટે ઘણા વાલીઓ દ્વારા કોર્ટમાં અરજી કરી હતી અને ત્યારબાદ સોમવારે અલ્હાબાદ કોર્ટે તેનો નિર્ણય આપ્યો હતો.

રાજ્યની તમામ શાળાઓને 2 મહિનાનો સમય આપ્યો
હાઈકોર્ટનો આ મોટો નિર્ણય ચીફ જસ્ટિસ રાજેશ બિંદલ અને જેજે મુનીરની બેન્ચે આપ્યો છે. હાઈકોર્ટના આદેશ મુજબ તમામ શાળાઓએ આગામી સત્રમાં વર્ષ 2020-21માં લેવામાં આવેલી કુલ ફીમાં 15% ઉમેરીને આપવાની રહેશે. આ સાથે જે બાળકોએ શાળા છોડી દીધી છે તેઓને શાળાઓએ વર્ષ 2020-21માં વસૂલવામાં આવેલી કુલ ફીના 15 ટકા ઉમેરીને તેમને પરત કરવા પડશે. કોર્ટે આ સમગ્ર પ્રક્રિયા માટે રાજ્યની તમામ શાળાઓને 2 મહિનાનો સમય આપ્યો છે.

6 જાન્યુઆરીએ સુનાવણી હાથ ધરવામાં આવી હતી
ફી પરત કરવા અને રાહત આપવાના અનુસંધાનમાં વાલીઓ અરજી કરી હતી કે, લોકડાઉન દરમિયાન ખાનગી શાળાઓ દ્વારા ઓનલાઈન ક્લાસ સિવાય કોઈ સેવા આપવામાં આવી નથી. તેમ છતાં શાળાઓએ તેમની પાસેથી બિલ્ડિંગ ફી, વાર્ષિક ફી સહિતના અનેક ચાર્જ વસૂલ્યા હતા. વાલીઓએ કરેલી અરજીમાં જણાવ્યું હતું કે ટ્યુશન ફી ઉપરાંત ખાનગી શાળાઓ દ્વારા ટ્યુશન ફી કરતાં એક રૂપિયો પણ વધુ લેવો એ નફાખોરી અને શિક્ષણનું વેપારીકરણ છે. જણાવી દઈએ કે, દાખલ કરાયેલી તમામ અરજીઓની સુનાવણી 6 જાન્યુઆરીએ થઈ હતી. તે જ સમયે, અરજીઓ પર નિર્ણય આજે એટલે કે 16મી જાન્યુઆરીએ આવી ગયો છે.

Most Popular

To Top