Dakshin Gujarat

ખેરગામમાં પતંગના દોરાથી જીઇબીના કર્મચારીનું ગળું કપાયું

ખેરગામ : ચીખલી તાલુકાના ગોડથલ ગામે (Godthal village) પટેલ ફળિયામાં રહેતા પ્રવિણ ગમન પટેલ વલસાડ જીઈબીમાં (GEB) નોકરી પુરી કરીને પોતાના ઘરે સાંજના સમયે મોટર સાયકલ (Motor Cycle) ઉપર પરત ફરી રહ્યા હતા. એ સમયે ખેરગામ માધવ મોટર્સ પાસે પતંગની દોરી તેમના ગળાના ભાગે ઘસાતા તેમને ગંભીર ઈજા પહેંચી હતી. તેમને 108 એમ્બ્યુલન્સમાં (108 Ambulance) સારવાર અર્થે ખેરગામની રેફરલ હોસ્પિટલ (Hospital) ખાતે લઈ ગયા બાદ વધુ સારવાર અર્થે ચીખલીની સ્પંદન હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

  • પ્રવિણ ગમન પટેલ વલસાડ જીઈબીમાં નોકરી પુરી કરીને
  • સાંજના સમયે મોટર સાયકલ ઉપર પરત ફરી રહ્યા હતા
  • પતંગની દોરી તેમના ગળાના ભાગે ઘસાતા તેમને ગંભીર ઈજા

ઉત્તરાયણના બે દિવસમાં વાપીમાં 37 પંખી પતંગની ધારદાર દોરીથી ઘવાયા
વાપી : ઉતરાયણ દરમિયાન ઘાયલ થયેલા પક્ષીઓ માટે રવિવારે વાપી નોટિફાઇડ મંડળ ખાતે કેમ્પ રાખવામાં આવ્યો હતો. આ પ્રાથમિક સારવાર કેમ્પની મુલાકાત ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા લેવામાં આવી હતી. કનુભાઈએ આ કેમ્પમાં થતી પંખીઓની સારવાર વિશે જાણકારી મેળવી હતી. કરુણા અભિયાન અંતર્ગત ઘાયલ પંખીઓને મેડિકલ સારવાર ઓપરેશન અને દેખરેખ કરવામાં આવે છે. પંખીઓને ઉડવા લાયક થતા સુધી ડો. નિલેશ રાયચુરાના સેન્ટર હોમ પર રાખવામાં આવે છે. જ્યાં તેઓની સારવાર થાય છે.

બે દિવસ દરમિયાન 37 જેટલા પંખીને રેસ્ક્યુ કરીને બચાવવામાં આવ્યા
ગત બે દિવસ દરમિયાન 37 જેટલા પંખીને રેસ્ક્યુ કરીને બચાવવામાં આવ્યા હતા. જેમાં કબૂતર, બગલા, ઘુવડ, કાબર જેવા પંખીઓ તેમજ સાપ અને ખિસકોલી જેવા પ્રાણીઓઓને પણ રેસ્ક્યુ કરીને બચાવાયા હતા. કરુણા અભિયાનના અબોલ પંખીની સેવામાં જોડાયેલી મુખ્ય સંસ્થાઓમાં શ્રીવર્ધમાન સેવા મંડળ વાપી, શ્રી આદિજિંગ યુવક ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈ, ટીંકુ મેમોરિયલ ટ્રસ્ટ વાપી, રૂદેય ચેરીટેબલ ટ્રસ્ટ જેવી સંસ્થાઓ દ્વારા આ કેમ્પને છેલ્લા 14 વર્ષથી દરેક ઉતરાયણ પર્વ નિમિત્તે આયોજિત કરવામાં આવે છે. પારડી તાલુકા, વાપી તાલુકાના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને પશુપાલન વિભાગનો પણ આ કેમ્પને સહયોગ મળે છે.

Most Popular

To Top