નવી દિલ્હી : 26 જાન્યુઆરી પહેલા જ દેશની રાજધાનીમાં આતંકીઓ (Terrorist) કોઈ ષડ્યંત્ર રચવા જઈ રહ્યા હતા. પરંતુ દિલ્હી પોલીસે (Delhi Police) તેમના મનસૂબાઓ ઉપર પાણી ફેરવી દીધું હ્હતું. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે 26 જાન્યુઆરી પહેલા મોટી કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે. દિલ્હીના સ્પેશિયલ સેલે (Special Sale) કેનેડામાં બેઠેલા આતંકી અરશદીપ દલ્લાના બે સાથીઓની દિલ્હીથી ધરપકડ (Arrest) કરી છે. ધરપકડ કરાયેલા આતંકવાદીઓ પ્રજાસત્તાક દિવસ પહેલા દિલ્હીનું વાતાવરણ ખરાબ કરવા માટે ટાર્ગેટ કિલિંગનું કાવતરું ઘડી રહ્યા હતા. પોલીસને આતંકીઓના મોબાઈલમાંથી આતંકી ઘટનાની બ્લુ પ્રિન્ટ મળી છે.
હથિયારો અને કારતુસ સાથે આંતકીઓ ઝડપાયા
આંતકીઓ દિલ્હીના માહોલ બગાડવાની ફિરાકમાં હોવાની જાણકારી દિલ્હી પોલીસને ગુપ્ત રાહે મળી હતી. અને આ સાથે જ દિલ્હી પોલીસે ધરપકડ કરાયેલા આતંકવાદીઓ જગજીત સિંહ ઉર્ફે જગ્ગા ઉર્ફે જસ્સા ઉર્ફે યાકુબ ઉર્ફે કપ્તાન અને નૌશાદના કબજામાંથી ત્રણ આધુનિક પિસ્તોલ અને 22 કારતૂસ જપ્ત કર્યા છે. દિલ્હી પોલીસના પ્રવક્તા સુમન નલવાએ આરોપીની ધરપકડની પુષ્ટિ કરી છે.
દિલ્હી અને ઉત્તરાખંડના આંતકીઓ હોવાનું બાહર આવ્યું
સ્પેશિયલ સેલના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે 26 જાન્યુઆરીએ સ્પેશિયલ સેલમાં તૈનાત એસીપી લલિત મોહન નેગીની દેખરેખ હેઠળ ઘણી ટીમો આતંકવાદીઓ અને તોફાની તત્વો પર નજર રાખી રહી હતી. ઘણા દિવસો સુધી દેખરેખ રાખ્યા પછી સ્પેશિયલ સેલે ગુરુવારે ઉત્તરાખંડના ઉધમ સિંહ નગરના રહેવાસી કોપા કિરપાલી ગુલાટ ભોજ, જગજીત સિંહ (29) અને દિલ્હીના જહાંગીરપુરીના રહેવાસી નૌશાદ (56)ની ધરપકડ કરી હતી.
આતંકીઓના ઇતિહાસ ખરડાયેલા હોવાનું જાણવા મળ્યું
ધરપકડ કરવામાં આતંકીઓની હિસ્ટ્રી પણ ચકાસવામાં આવી હતી.જે પૈકી નૌશાદ આતંકવાદી સંગઠન હરકત-ઉલ-અંસારનો સભ્ય રહી ચૂક્યો છે. તેને હત્યાના બે કેસમાં આજીવન કેદ અને એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે. જગજીત સિંહ પંજાબની બંબીહા ગેંગનો સભ્ય છે. તે કેનેડામાં બેઠેલા આતંકવાદી અર્શદીપ દલ્લા પાસેથી દેશ વિરોધી ઘટનાઓ માટે સૂચના મેળવતો હતો. તે અર્શદીપનો ખાસ સહયોગી હોવાનું કહેવાય છે. તે ઉત્તરાખંડમાં એક હત્યા કેસમાં પેરોલ પર ગયો હતો.
આરોપી ખાલીસ્તાની ફોર્સનો ખતરનાક આંતકી છે
આ ઉપરાંત અર્શદીપ દલ્લા ખાલિસ્તાન ટાસ્ક ફોર્સનો ખતરનાક આતંકવાદી છે. ભારત સરકારે બે દિવસ પહેલા તેને આતંકવાદી જાહેર કર્યો હતો. અર્શદીપ વર્ષ 2017માં કેનેડા ફરાર થઈ ગયો હતો. ત્યારથી તે કેનેડાથી લઈને દેશમાં દેશવિરોધી પ્રવૃત્તિઓ ચલાવી રહ્યો છે.