નવી દિલ્હી : આ અઠવાડીયાના પહેલા સોમવારે ભારતીય (Indian) શેર બજાર (Share Market) ખુબ જ મજબૂતાઈથી શરૂઆત થઇ છે. આજે માર્કેટ બંધ થતાની સાથે જ તેજી યાથવત રહી છે. સેન્સેક્સ (Sensex) 846 પોઇન્ટ પ્લસ (Plus) વધ્યો હતો આ સાથે જ તે 60.747 ઉપર પહોંચી ગયો હતો તો બીજી તરફ નિફટી (Nifty) પણ સડસડાટ આગળ વધીને 250 પોઇન્ટ પ્લસ રહ્યો હતો અને 19,048 પોઇન્ટ પર બંધ થયો હતો.શેર મારેક્ટના અઠવાડિયાના પ્રથમ દિવસે તેજીના સમાચારની સાથે જ રોકાણકારોમાં પણ ઉત્સાહ વધ્યો હોવાનું શેર માર્કેટના સૂત્રોએ જણાવ્યું હતું…
આજે સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 શેરોમાંથી 26માં વધારો જોવા મળ્યો
BSE સેન્સેક્સ 569.86 પોઈન્ટ વધીને 60,470.23 પોઈન્ટ પર પહોંચ્યો હતો. તે જ સમયે, NSE નિફ્ટી 50 164.35 પોઈન્ટના વધારા સાથે 18,023.80 પોઈન્ટ પર પહોંચ્યો હતો. આજે સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 શેરોમાંથી 26માં વધારો જોવા મળી રહ્યો છે અને માત્ર 4માં ઘટાડો જોવા મળી રહ્યો છે. સવારે જે શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો તેમાં મારુતિ, એચયુએલ, ટાઇટન અને આઈસીઆઈસીઆઈનો સમાવેશ થાય છે. નિફ્ટી વિશે વાત કરીએ તો, 50 શેરોમાંથી 46 વધ્યા અને 4 ઘટ્યા. ભારતીય બજારને આજે વૈશ્વિક બજારનો ટેકો મળ્યો હતો. અમેરિકા, યુરોપિયન સહિત એશિયન માર્કેટમાં ઝડપી વાપસી થઈ છે. તેના કારણે ભારતીય શેરબજારનો મૂડ પણ બદલાયો છે અને મોમેન્ટમ પાછી આવી છે.
રોકાણકારો માટે ગત અઠવાડિયું કેવું રહ્યું હતું
વર્ષ 2023ના પ્રથમ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે શેરબજારમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 452 પોઈન્ટની નબળાઈ સાથે 60 હજારની નીચે પહોંચી ગયો. આવી જ સ્થિતિ નિફ્ટીમાં પણ જોવા મળી હતી. નિફ્ટી 138 પોઈન્ટના ઘટાડા સાથે 18,798 પર બંધ થયું હતું.જેને લઇને માર્કેટમાં રોકાણ કરનારા નિવેશકોમાં નિરાશાના વાદળાઓ છવાયા હતા.
2 થી 6 જાન્યુઆરી વચ્ચે જબરદસ્ત વેચાવલી થઇ હતી
ડિપોઝિટરીઝના ડેટા અનુસાર 2 થી 6 જાન્યુઆરી દરમિયાન, FPIsએ ભારતીય શેરબજારોમાંથી ચોખ્ખા રૂ. 5,872 કરોડ પાછા ખેંચ્યા છે. હકીકતમાં, FPIs છેલ્લા 11 સળંગ સત્રોથી વેચાણકર્તા તરીકે રહ્યું હતું. દરમિયાન તેણે 14,300 કરોડ રૂપિયાના શેર વેચ્યા છે. અગાઉ FPIsએ ડિસેમ્બરમાં સ્ટોક્સમાં રૂ. 11,119 કરોડ અને નવેમ્બરમાં રૂ. 36,239 કરોડનું રોકાણ કર્યું હતું. એકંદરે ગયા વર્ષે એટલે કે 2022માં, FPIs એ ભારતીય શેરબજારોમાંથી ચોખ્ખા ધોરણે રૂ. 1.21 લાખ કરોડ પાછા ખેંચ્યા છે. યુએસ ફેડરલ રિઝર્વ અને અન્ય કેન્દ્રીય બેંકો દ્વારા આક્રમક દરમાં વધારો ક્રૂડ ઓઈલના ભાવમાં અસ્થિરતા, કોમોડિટીના ઊંચા ભાવ અને રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ગયા વર્ષે FPIનું વેચાણ થયું હતું.