નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા (Team India) હાલમાં શ્રીલંકા (Sri Lanka) સામે ત્રણ મેચની ટી-20 સિરીઝ રમી રહી છે. ત્યારબાદ બંને ટીમો વચ્ચે ત્રણ વન-ડે મેચ રમવાની છે. શ્રીલંકા બાદ ન્યુઝીલેન્ડ (New Zealand) ની ટીમ ભારત (India)ના પ્રવાસે આવશે. ન્યૂઝીલેન્ડનો ભારત પ્રવાસ 18 જાન્યુઆરીથી શરૂ થશે. જે દરમિયાન બંને ટીમો ત્રણ વનડે અને ત્રણ ટી-20 મેચ રમશે. આ સીરિઝ પહેલા એક મોટી માહિતી સામે આવી રહી છે. BCCI આ T20 સિરીઝમાંથી ટીમના બે સ્ટાર ખેલાડીઓને બહાર કરી શકે છે.
ન્યુઝીલેન્ડ T20 શ્રેણીમાંથી બહાર થશે આ 2 ખેલાડીઓ
ટીમ ઈન્ડિયા 27 જાન્યુઆરીથી ન્યૂઝીલેન્ડ સામે ત્રણ T20 મેચ રમશે. મળતી માહિતી અનુસાર, રોહિત શર્મા અને વિરાટ કોહલી આ સિરીઝમાં ટીમનો ભાગ નહીં હોય. BCCIએ 2024ના T20 વર્લ્ડ કપની તૈયારીઓને ધ્યાનમાં રાખીને આ મોટો નિર્ણય લેવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે રોહિત શર્મા (Rohit Sharma)અને વિરાટ કોહલી (Virat Kohli)ને શ્રીલંકા વિરૂદ્ધ પણ રમાઈ રહેલી ટી20 સીરીઝમાં જગ્યા મળી નથી. ત્યારબાદ હવે ન્યૂઝીલેન્ડ સામેની T20 સિરીઝમાંથી બહાર થશે.
BCCI અધિકારીએ આપી મોટી માહિતી
વિરાટ કોહલી અને રોહિત શર્મા વિશે વાત કરતાં, BCCIના એક ટોચના અધિકારીએ કહ્યું, ‘દુર્ભાગ્યવશ, ન્યૂઝીલેન્ડ શ્રેણી માટે તેમની પસંદગી કે વિચારણા કરવામાં આવશે નહીં. આ તેને ટીમમાંથી બહાર કાઢવા અથવા કંઈપણ કરવા માટે નથી કરવામાં આવી રહ્યું, અમને લાગે છે કે અમારે ભવિષ્ય માટે સારી ટીમ બનાવવાની જરૂર છે. બાકીના અંતે જોવાનું રહેશે કે પસંદગીકારો શું નિર્ણય લે છે. તેમજ ભુવનેશ્વર કુમાર, આર અશ્વિન અને મોહમ્મદ શમીને આ શ્રેણીમાંથી બહાર રાખવામાં આવી શકે છે.
વનડે શ્રેણીમાં જોવા મળશે
ટીમ ઈન્ડિયા 10 જાન્યુઆરીથી શ્રીલંકા સામે ત્રણ મેચની વનડે સિરીઝ રમશે. આ વનડે સીરીઝ માટે ટીમ ઈન્ડિયામાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની પસંદગી કરવામાં આવી છે. તેમજ, ન્યુઝીલેન્ડ સામે 18 જાન્યુઆરીથી ત્રણ મેચની વનડે શ્રેણી રમાવાની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને ખેલાડીઓ આ સિરીઝમાં પણ ટીમનો ભાગ હશે, પરંતુ હવે તેમને T20માં તક મળવી મુશ્કેલ છે.
ભારતનો ન્યુઝીલેન્ડ પ્રવાસ
તારીખ મેચ સ્થળ
18 જાન્યુઆરી પ્રથમ ODI હૈદરાબાદ
21 જાન્યુઆરી 2જી ODI રાયપુર
24 જાન્યુઆરી ત્રીજી ODI ઈન્દોર
27 જાન્યુઆરી પ્રથમ T20 રાંચી
29 જાન્યુઆરી બીજી T20 લખનૌ
1 ફેબ્રુઆરી 3જી T20 અમદાવાદ