Sports

રોમાંચક મુકાબલા વચ્ચે ટીમ ઇન્ડિયાની થઇ હાર : શ્રીલંકા બીજી T20 મેચ 16 રને જીત્યું

નવી દિલ્હી: ગુરુવારે ભારત (India) અને શ્રીલંકા (Shri Lanka) વચ્ચે T20 સીરીઝની બીજી મેચ (Another Match) રમાઈ ગઈ હતી. ભારતીય ટીમ વાનખેડે સ્ટેડિયમમાં પ્રથમ મેચ જીત્યા બાદ 3 મેચની શ્રેણીમાં 1-0થી આગળ રહી છે અને હવે તેની નજર અજેય લીડ મેળવવા માટેની હતી. બંને ટીમો વચ્ચે આજે પુણેના એમસીએ સ્ટેડિયમમાં મેચ રમાઈ ગઈ હતી. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ ભારત સામે 207 રનનો લક્ષ્યાંક આપી દીધો હતો. જેમાં શ્રીલંકા તરફથી દાસુન શનાકા અને કુસલ મેન્ડિસે અડધી સદી ફટકારીને આ સ્કોર ભારતને આપ્યો હતો.હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં ભારતની આ પ્રથમ હાર છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ ભારત સામે 207 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ટીમ ઈન્ડિયા આઠ વિકેટ ગુમાવીને માત્ર 190 રન જ બનાવી શકી હતી.

શ્રીલંકાએ ભારતને 16 રનોથી હરવાયું
શ્રીલંકાએ ભારતને 16 રને હરાવ્યું છે. અને હવે આ સાથે શ્રીલંકાની ટીમે ત્રણ મેચની શ્રેણીમાં 1-1થી બરાબરી કરી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ ભારત સામે 207 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારત માત્ર 190 રન જ બનાવી શક્યું હતું અને મેચ હારી ગયું હતું. હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં ભારતની આ પ્રથમ હાર છે. આ મેચમાં શ્રીલંકા તરફથી કેપ્ટન દાસુન શનાકા અને કુશલ મેન્ડિસે શાનદાર બેટિંગ કરી હતી. તે જ સમયે, અક્ષર પટેલ અને સૂર્યકુમાર યાદવે ભારત માટે કમલની બેટિંગ કરી હતી. જોકે, આ બંને ખેલાડીઓ ભારતને જીત અપાવી શક્યા ન હતા. શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક મેચ 7 જાન્યુઆરી (શનિવાર)ના રોજ રમાશે.

શ્રીલંકાના સ્કોરને છ વિકેટે 206 રન સુધી પહોંચાડી દીધો
ટોસ હાર્યા બાદ શ્રી લંકા પ્રથમ બેટિંગ કરવા માટે ઉતાર્યું હતું જેની તેમના પ્લેયરો દ્વારા શાનદાર શરૂઆત કરાઈ હતી. બીજી ઓવરમાં અર્શદીપે 19 રન આપ્યા અને અહીંથી જ શ્રીલંકાની ઇનિંગે રફ્તાર પકડી હતી. કુશલ મેન્ડિસ 31 બોલમાં 52 રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ ત્યાં સુધીમાં શ્રીલંકાનો સ્કોર 80 રન થઈ ગયો હતો. જોકે, બીજી જ ઓવરમાં ભાનુકા રાજપક્ષે પણ બે રન બનાવીને આઉટ થઈ ગયો હતો. થોડા સમય બાદ પથુમ નિશાંક પણ 33 રન બનાવીને આઉટ થયો હતો. ધનંજય ડી’સિલ્વા પણ કંઈ ખાસ કરી શક્યો નહોતો અને ત્રણ રન બનાવીને આઉટ થઈ ગયો હતો. આ પછી ચરિથ અસલંકાએ 19 બોલમાં 37 રન બનાવી શ્રીલંકાને વાપસી પહોંચાડી હતી. અંતમાં શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ 22 બોલમાં 56 રનની ઇનિંગ રમીને શ્રીલંકાના સ્કોરને છ વિકેટે 206 રન સુધી પહોંચાડી દીધો હતો.

મોટા લક્ષ્યને ચેઝ કરવા માટે ઉતરેલી ટિમ ઇન્ડિયાનું પ્રદર્શન અત્યંત કંગાળ રહ્યું હતું. ઇંનિગની બીજી ઓવરમાં જ ભારતે બે વિકેટો ગુમાવાનો વારો આવ્યો હતો.કાસૂંન રાજિતાએ ઈશાન કિશનને 2 રન અને શુભાંમ ગિલને પાંચ રનના અંગત સ્કોર ઉપર પેવેલિયન ભેગા કર્યા હતા.

માવી-અક્ષરે છેલ્લે સુધી મોર્ચા ઉપર રહ્યા હતા
શિવમ માવી અને અક્ષર પટેલે તોફાની બેટિંગ કરીને ભારતની જીતની આશા જીવંત રાખી છે. બંને ઝડપી સ્કોર કરી જતા અને ટીમ ઈન્ડિયાએ મેચને જીવંત રાખી રસાકસી ઉપર લાવી દીધી હતી. એક સમયે ભારતનો સ્કોર છ વિકેટે 180 રનને પાર કરી ગયો હતો. ટીમ ઈન્ડિયાને જીતવા માટે છેલ્લી ઓવરમાં 21 રનની જરૂર હતી.અને ત્યારબાદ સતત વિકેટ પતન થઇ જતા આઠ વિકેટે 190 રન બનવીને હારનો સામનો કરવો પડ્યો હતો..

Most Popular

To Top