SURAT

યુનિવર્સિટી મીડિયા ક્ષેત્રે વિદ્યાર્થીઓની છુપાયેલી પ્રતિભા મીડિયા બઝ-2023થી બહાર લાવશે

સુરત: મીડિયા ક્ષેત્રે વિદ્યાર્થીઓની (Student) છુપાયેલી પ્રતિભા બહાર લાવવાની સાથે કેરિયરની સફરમાં એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના (VNSGU) જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટમાં મીડિયા બઝ-2023નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મીડિયા ક્ષેત્ર સાથે સંકળાયેલી 11 પ્રકારની સ્પર્ધા છે. મીડિયા બઝ-2023 આગામી 18થી 20 જાન્યુઆરી સુધી ચાલશે, જેમાં સ્કૂલો (School) અને કોલેજોના વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવીને ભાગ લઇ શકાશે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટમાં મીડિયા બઝ-2023નું આયોજન કરવામાં આવ્યું છે. આ મીડિયા બઝ-2023 સ્કૂલોમાં અને કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મીડિયા ક્ષેત્રમાં એન્ટર થવા માટેનું એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. મીડિયા બઝ-2023 એક સ્પર્ધા છે. એમાં ઓન સ્પોટ રિપોર્ટિંગ, આર.જે.હંટ, ફોટો ફિચર્સ, શોર્ટ ફિલ્મ, નુક્કડ નાટક સહિતની મીડિયા ક્ષેત્રની સાથે સંકળાયેલી 11 પ્રકારની સ્પર્ધા હોય છે. આ સ્પર્ધા યુનિવર્સિટીના જર્નાલિઝન એન્ડ માસ કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટમાં યોજાશે. જે પણ આગામી 18મીથી 20 જાન્યુઆરી દરમિયાન યોજાશે.

મીડિયા બઝ-2023માં સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ-11 અને 12ના વિદ્યાર્થીઓની સાથે કોલેજોમાં અભ્યાસ કરતા અંડર ગ્રેજ્યુએટના પહેલા, બીજા અને ત્રીજા વર્ષના તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટના પહેલા અને બીજા વર્ષના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. મીડિયા બઝ-2023માં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓ ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે રજિસ્ટ્રેશન કરાવી શકશે. મીડિયા બઝ-2023માં ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ તરફથી સર્ટિફિકેટ આપવામાં આવશે. એટલું જ નહીં, પહેલો, બીજો અને ત્રીજો રેન્ક લાવનારા વિદ્યાર્થીને ટ્રોફિ સાથે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ તથા સર્ટિફિકેટ આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટીએ કોલેજો સાથે જિલ્લા શિક્ષણાધિકારી મારફતથી સ્કૂલોના આચાર્યોને પરિપત્ર કરતા જણાવ્યું હતું કે, વધુમાં વધુ વિદ્યાર્થીઓ ભાગ લઇ શકે એ માટે આપની કક્ષાએથી વિદ્યાર્થીઓને જાણ કરવી.

મીડિયા બઝ-2023ની સ્પર્ધા

  • 18મી જાન્યુઆરી, 2023
  • વક્તૃત્વ સ્પર્ધા
  • ફોટો ફિચર્સ
  • વાર્તાકથન
  • ક્રિએટિવ રાઇટિંગ

• 19મી જાન્યુઆરી, 2023

  • આર.જે. હંટ
  • પરંપરાગત ચિત્રકલા
  • જાહેરાત બનાવવી
  • મોનો એક્ટિંગ અથવા નુક્કડ નાટક

• 20મી જાન્યુઆરી, 2023

  • ઓન સ્પોટ રિપોર્ટિંગ
  • ટ્રેઝર હન્ટ
  • શોર્ટ ફિલ્મ

Most Popular

To Top