અમદાવાદ : અમદાવાદના (Ahmedabad) આંગણે ઉજવાઈ રહેલા પ્રમુખસ્વામી (Pramukh Swami) મહારાજ શતાબ્દી મહોત્સવમાં (Centenary Festival ) મુલાકાત લેનારા હરિભક્તોની સંખ્યા દિવસેને દિવસે સતત વધી રહી છે. પ્રમુખસ્વામી મહારાજ નગરમાં રહેલા વિવિધ ભવ્યાતિ ભવ્ય આકર્ષણો તમામ હરિભક્તોને આકર્ષી રહ્યા છે. ઉપરાંત નગરીમાં અદભુત નજારાઓ અને ઝાંખીઓ હરિ ભક્તોના મન મોહિત કરી રહ્યા છે. અને તેમાય સાંજના સમયે આ નજારો નયનરમ્ય હોય છે. જેમાં હજારો લાઇટોના શણગારથી (Decoration lights) રાત્રે કેવી ભાસી રહી છે આ નગરી હજારો લાઈટોથી દીપી ઉઠે છે ભક્તોને પણ આ લાઈટ શો અદભુત લાગે છે. જે પણ નગરમાં આવે તે આ પ્રતિમાની મુલાકાત અચૂક લે છે. રાત્રીનો નજારો જોવા માટે મોટી સંખ્યામાં હરિભક્તો આવે છે.
રોશનીથી ઝળહળતી પ્રમુખનગરી
સાંજના સમયે આ નજારો નયનરમ્ય હોય છે. જેમાં પ્રમુખસ્વામી મહારાજ નગરની તસવીરી ઝલક નઝારો અનેરો હોય છે. રંગબેરંગી લાઈટો પ્રમુખસ્વામી મહારાજ નગરની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. નગરમાં પ્રમુખસ્વામીની પ્રતિમા હરિભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર છે. જે પણ નગરમાં આવે તે આ પ્રતિમાની મુલાકાત અચૂક લે છે. રાત્રીનો નજારો જોવા માટે મોટી સંખ્યામાં હરિભક્તો આવે છે.
પ્રમુખ નગરીમાં લાગ્યા ચાર ચાંદ
સાંજ પડતાની સાથે નજારો બદલાઈ જાય છે અને પ્રમુખ નગરીમાં લાગેલ રંગબેરંગી લાઇટોથી જાણે ચાર ચાંદ લાગી ગયા હોઈ તેવું લાગે છે.અને આ સાથે જ પ્રમુખ સ્વામી નગર રાત્રિના સમયે ઝળહળી ઉઠે છે. આખા નગરમાં ચારે તરફ રોશની કરવામાં આવે છે. પ્રમુખ સ્વામી નગરમાં રાત્રિના સમયે લેસર એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરવામાં આવે છે. જ્યાં 25 હજાર લોકો એકસાથે શો જોઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. નગરમાં સાંજે થતો લાઈટ અને સાઉન્ડ શો હજારોની સંખ્યામાં હરિભક્તો સાથે બેસીને નિહાળે છે. જ્યારે બાળકો માટે પ્રમુખસ્વામી મહારાજ નગરનું સૌથી મોટું આકર્ષણ અહીંની બાળનગરી છે. રંગ-બેરંગી લાઈટો બાળકોને બહુજ પસંદ પડી રહી છે.
ઝળહળતી પ્રતિમાં, ચળકતો ગ્લો ગાર્ડન
પ્રમુખસ્વામી નગરીમાં દરરોજ સાંજે યોજાતા લાઈટ એન્ડ સાઉન્ડ હોય કે, રોશનીથી ઝળહળતી અક્ષરધામ મંદિરની પ્રતિકૃતિ કે પછી બાળકોને મનગમતો ગ્લો ગાર્ડન હોય. વિવિધ લાઈટોના શણગારથી રાત્રિના સમયે શોભામાં સતત અભિવૃદ્ધિ થાય છે. તો આ તરફ પ્રમુખ સ્વામીનગરમાં ઊંચી પીઠિકા પર પ્રમુખ સ્વામી મહારાજની 40 ફૂટ ઊંચી પ્રતિમા રાત્રીના સમયે ઝગમગી ઉઠે છે. તેની આજુબાજુમાં વિવિધ ફૂલોથી આકર્ષક સજાવટ રાત્રિ દરમિયાના રોશનથી દિવસ કરતાં અનેક ગણી ઝળહળી ઉઠે છે. જેને નિહાળીને હરિભક્તો ધન્યતા અને દિવ્યતા અનુભવ કરે છે. પ્રમુખ સ્વામી મહારાજના ભવ્યાતિભવ્ય મહોત્સવની ઉજવણી 600 એકરમાં થઇ રહી છે. જેમાંથી 200 એકરમાં પ્રમુખસ્વામી મહારાજ નગરની રચના કરવામાં આવી છે. જેમાં અવનવા આધ્યાત્મિક મૂલ્યો દ્વારા જીવન ઘડતર, પારિવારિક શાંતિ, વ્યસન મુક્તિ અને રાષ્ટ્રસેવા વગેરેની રોમાંચક પ્રસ્તુતિ કરાઈ રહી છે.