Gujarat

હવે ટુવ્હિલર પર હેલ્મેટ ફરજીયાત પહેરવુ પડશે, ગુજરાત સરકાર લાવી રહી છે નવી ટ્રાફિક પોલીસી

ગાંધીનગર: હવે જો તમે હેલ્મેટ પહેર્યા વિના ઘરની બહાર નીકળ્યા તો મોટો દંડ ભરવાની તૈયારી રાખજો. કારણ કે ગુજરાત (Gujarat) માં સરકાર (Government) આગામી મહિનામાં નવી ટ્રાફિક પોલીસી (Traffic Policy) જાહેર કરી શકે છે. જેમાં ફરજીયાત હેલમેટ પહેરવું પડશે. જો નિયમોનો ભંગ થયો તો મેમો સીધો જ ઘરે આવી જશે. તેમજ બોડિવોર્ન કેમેરા સાથે સિગ્નલ પર પોલીસ ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે. ઉલ્લેખનીય છે કે 35% કેસોમા હેલ્મેટ ન પહેરવાથી અકસ્માતમાં મોત થાય છે. શહેરી વિસ્તારોમા રોંગ સાઈડ ટ્રાફિક પર પણ એકશન લેવાશે. જેનાં માટે ગૃહ વિભાગ નવી ગાઈડલાઈન તૈયાર કરી રહ્યુ છે.

ટુ વ્હીલર વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવું ફરજીયાત
ભારતમાં 1લી સપ્ટેમ્બર 2019થી નવા મોટર વ્હિકલ્સ એકટ-2019નું અમલીકરણ શરૃ થયું હતું. જેમાં દર્શાવેલા નિયમભંગ બદલ નાણાંકીય દડ સહિતની અન્ય જોગવાઈઓ સામે પ્રજા દ્વારા ઉગ્ર વિરોધ પણ કરવામાં આવ્યો હતો. તેમજ આ નવી મોટર વ્હિકલ એકટ સરકાર માટે હવે આવકનું મોટું સાધન બન્યું હોય તેવા આરોપો પણ લગાવવામાં આવ્યા હતા. આ એકટમાં પાછળ ટુ વ્હીલર પર જો કોઈ ગુજરાતમાં ટુ વ્હીલર વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવું ફરજીયાત છે. ખાસ કરીને વાહન ચલાવનાર સાથે પુરુષ હોય તો તેણે પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત હતું. જો કે વિભાગ દ્વારા મહિલાઓ અને 12 વર્ષથી નાના બાળકોન જોગવાઈમાં છૂટછાટ માપવામાં આવી હતી.

ગૃહ વિભાગ દ્વારા નવા નિયમોની તૈયારી
સુપ્રીમ કોર્ટ દ્વારા વાહન પહેરવામાંથી વ્યવહારના નીતિ નિયમોમાં ફેરફાર કરવાના આદેશ બાદ મોડે મોડે ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા નવું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. નવા નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત મોટર વાહન નિયમો 1999ના નિયમ 193માં ગુજરાત રાજયમાં હેલ્મેટ પહેરવા અંગે જરૂરી જોગવાઈઓ કરવામાં આવી છે. જો કે આ નિયમમાં બીજા પ્રોવાઈઝમાં પાછળ બેસનાર સ્ત્રી, 12 વર્ષથી નીચેની ઉંમરના બાળકો તથા 50 સીસીથી ઓછું એન્જિન ક્ષમતા ધરાવતા દ્વિ-ચક્રીય વાહનોના ચાલકોને કેલ્મેટ આપવામાં આવી હતી. મુકિત આપવામાં આવી છે. હાલમાં ગૃહ વિભાગ દ્વારા નવા નિયમોની તૈયારી ચાલી રહી છે. જેથી જો તમે ટ્રાફિક નિયમો ન પાળતા હોવ તો સતર્ક થઇ જજો અને નિયમો પાળવાનું શરુ કરી દેજો.

Most Popular

To Top