Gujarat

આરોગ્ય સુવિધામાં વધારો કરાશે: કોરોનાની સ્થિતિને લઇ બીએપીએસનું આરોગ્ય લક્ષી આયોજન

અમદાવાદ: (Ahmedabad) પ્રમુખસ્વામી (Pramukh Swami) જન્મ શતાબ્દી મહોત્સવમાં (Centenary Festival) પ્રતિદિન બે લાખ જેટલા મુલાકાતીઓ ઉપરાંત, 80 હજાર સ્વયં સેવકો પણ સતત સેવા બજાવતા હોવાને કારણે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં નાનામાં નાની સુવિદ્યાનું ધ્યાન રાખવામાં આવ્યું છે. અને દરેકે દરેક આયોજન એકદમ સુચારુ ઢબે કરાઈ રહ્યું છે જેમાં આરોગ્યની (Health) બાબતના અનુસંધાનમાં પણ નગરમાં નારાયણ માર્ગ અને શાંતિ માર્ગ પર બે આરોગ્ય કેન્દ્ બનાવવામાં આવ્યા છે. જેમાં એલોપેથી, આર્યુવેદિક અને હોમિયોપેથીના તબીબો સેવા (Doctors Service) આપવામાં આવી રહી છે. સાથે સાથે વર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિને જોતા આરોગ્યની સુવદ્યામાં વધારો થાય તે માટે પણ બીએપીએસ દ્વારા આયોજન હાથ ધરવામાં આવશે.

સ્વયંસેવકોના ઉતારા છે એ જગ્યાએ 24આરોગ્ય સહાય કેન્દ્ર કાર્યરત
પ્રર્વતર્માન કોરોનાના કહેરને લઇને બીએપીએસના પ્રમુખ સ્વામી નગરમાં વિવિદ સુવિધાઓ પૈકી આરોગ્ય લક્ષી સિવિધાઓ ઉપર ખુબ જ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સાથે આ હાલમાં કાર્યરત પ્રમુખસ્વામી નગરમાં આરોગ્ય સહાય કેન્દ્રો ઉપરાંત સ્વયંસેવકોના ઉતારા ઉપર જેમ કે પ્રમુખહૃદય, ભક્તિહૃદય, યોગીહૃદય એ ઉપરાંત અન્ય સ્કીમો કે જેમાં સ્વયંસેવકોના ઉતારા છે એ જગ્યાએ 24આરોગ્ય સહાય કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા છે અને નગરની અંદર 6 ફરતા દવાખાના પણ કાર્યરત છે અને 450 ભાઈઓ તથા બહેનો દ્વારામેડિકલ સ્ટાફ સેવા આપવા માટે ઉપલબ્ધ છે. જેમા એલોપેથિક, આર્યુવેદિક, હોમ્યોપેથિક, ડોક્ટર્સ ઉપરાંત ફાર્મોસ્ટ્રિક, નર્સ સ્ટાફ ડોક્ટરોના સહાયક કંપાઉન્ડર સ્ટાફ ઉપલબ્ધ છે. અહીં સેવા આપનારા ડૉક્ટર્સ અલગ અલગ ક્ષેત્રના નિષ્ણાંત છે.

નિષ્ણાત ડોક્ટર હોવા છતાં તેઓ નાઈટડ્યુટી કે ગમે ત્યારે 24 કલાક ઉપલબ્ધ
આ ઉપરાન્ત કાર્ડિઓલોજિસ્ટ, ન્યુરોલોજિસ્ટ, ઇન્ટેન્સિવ, ફિઝિયોથેરાપી, ગાયનોલોજિસ્ટ, સર્જન, પીડીયાટ્રીક, ઈએનટી સર્જન, ડેન્ટલ સર્જન, રેડિયોલોજિસ્ટ, પેથોલોજિસ્ટ આ તમામ નિષ્ણાંત ડોક્ટરો પોતાના ક્ષેત્રના મેજર ઑપરેશન કે તબીબી સારવાર અહીં આપશે તેવું નથી પરંતુ તેઓ પોતાના ક્ષેત્રના નિષ્ણાત હોવા છતાં અહીં પ્રાથમિક તપાસ નાની મોટી બીમારીની સારવાર અંગેનો માર્ગદર્શન અને દવાઓનું સૂચન કરશે આમાના અમુક ડોક્ટર કે જે પોતાની હૉસ્પિટલ પણ ધરાવે છે ને જ્યા એમને મળવા માટે દિવસો આગાઉ સમય લેવો પડે છે અને તેઓને પીવા માટેનું પાણી પણ તેમના સહાયકો આપતા હોય એવા ડૉક્ટરો અહીં નગરમાં સેવા ભાવનાથી ખુરશી મૂકવી, દવા આપવી, કેસ કાઢવો, વગેરે તો કરે છે. વધુમાં અહીં નિષ્ણાત ડોક્ટર હોવા છતાં તેઓ નાઈટડ્યુટી કે ગમે ત્યારે 24 કલાક ઉપલબ્ધ રહે છે.

નિષ્ણાંત તબીબો શું કહી રહ્યા છે આવો જાણીયે
અહીં દરરોજ 1થી 2 હજાર લોકો અને 10 ટકા દર્દીને વધુ તકલીફ હોય તેવા પણ અહીં સારવાર માટે આવે છે. અહીં નાની-મોટી દરેક પ્રકારની બીમારીની તપાસ, માર્ગદર્શન અને સારવાર કરવામાં આવે છે. જો કોઈ ઇમરજન્સી હોય તો ઇમરજન્સી વિભાગમાં દર્દીને સારવાર આપી જે તે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. આ માટે અહીં ડૉક્ટરો, નર્સિંગ અને પેરામેડિકલ સહિત કુલ 400-450નો મેડિકલ સ્ટાફ છે. અહીં કેટલાક ડૉક્ટર સર્જન, કાર્ડિયોલોજિસ્ટ, ડેન્ટિસ્ટ સેવામાં જોડાયા છે.”

Most Popular

To Top