Gujarat

ડોકટરના આવતા પહેલા કમ્પાઉન્ડર કરતો હતો કંઈક એવું કે… અમદાવાદ ડબલ મર્ડર કેસનો સનસની ખુલાસો જાણો

અમદાવાદ : અમદાવાદ (Ahmedabad) શહેરના મણિનગર ભુલાભાઈ પાર્ક પાસે ગઈકાલે એક ખાનગી ઈએનટી કર્ણ ર્હોસ્પિટલમાંથી (Hospital) માતા-પુત્રીનો મૃતદેહ (Deadbody) મળી આવતાં સમગ્ર શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. પોલીસે (Police) આ ડબલ મર્ડર (Double Murder) કેસમાં તપાસ હાથ ધરતાં હોસ્પિટલના કમ્પાઉન્ડરે જ આ હત્યા કરી હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે. ડોક્ટરની ગેરહાજરીમાં કમ્પાઉન્ડર મનસુખ ડોક્ટર બનીને દર્દીના ઓપરેશન કરતો હોવાનું પણ બહાર આવ્યું છે, પોલીસે હત્યારા કમ્પાઉન્ડર મનસુખની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના મણિનગર ભુલાભાઈ પાર્ક નજીક આવેલા સંકેત કોમ્પલેક્સમાં ડૉ. અર્પિત શાહની નાક, કાન અને ગળાની (ઈએનટી) કર્ણ હોસ્પિટલમાં ગઈકાલે ઓપરેશન થિયેટરના કબાટમાંથી પરિણીત યુવતી ભારતી વાળાનો મૃતદેહ મળી આવ્યો હતો, ત્યારબાદ પલંગ નીચેથી તેની માતાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની પોલીસે તપાસ હાથ ધરતા આ માતા–પરિણીત પુત્રીની હત્યા પાછળ હોસ્પિટલમાં કામ કરતા કમ્પાઉન્ડર મનસુખે હત્યા કરી હોવાનો બહાર આવ્યું હતું. પોલીસની તપાસમાં આરોપી મનસુખ ડોક્ટરની ગેરહાજરીમાં સવારમાં ડોક્ટર આવે તેના એક કલાક પહેલા સીસીટીવી બંધ કરીને દર્દીઓને સસ્તામાં ઓપરેશન કરી આપતો હતો.

પરિણીતી યુવતી ભારતીની હત્યા અંગે તેણે કહ્યું હતું કે તેને કાનમાં દુખાવો થતો હોવાથી તે ડોક્ટર અર્પિત શાહની ત્રણ હોસ્પિટલમાં તેની માતા ચંચળબેન સાથે આવી હતી, ત્યારે ડોક્ટરે તેને કાનના પડદાનું ઓપરેશન કરવું પડશે તેમ કહી અંદાજે 30,000 નો ખર્ચ થશે તેમ કહ્યું હતું. જોકે, આ પૈસા વધારે હોવાથી ભારતી અને તેની માતા બંને હોસ્પિટલની બહાર નીકળ્યા હતાં. ત્યારે કંમ્પાઉન્ડર મનસુખે દર્દી ભારતીબેનના કાનના પડદાનો ઓપરેશન માત્ર 5,000 માં કરી આપશે તેમ કહી તેમને વિશ્વાસમાં લઈ પોતાની જાળમાં ફસાવ્યાં હતાં, અને સવારે 9-30 વાગ્યા પહેલા હોસ્પિટલમાં આવવા કહ્યું હતું. આમ ડોક્ટરની ગેરહાજરીમાં કમ્પાઉન્ડર પોતે જ ડોક્ટર બની ડોક્ટર આવે તે પહેલા દર્દીઓની સારવાર કરી પૈસા પડાવતો હતો.

જોકે ભારતી વાળાના કિસ્સામાં કમ્પાઉન્ડર મનસુખ દ્વારા કેટામાઈન (ઘેન)નું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. પરંતુ ભારતીબેનને ઘેન ચડ્યું ન હતુ. આથી તેણે ઓવરડોઝ આપતા માતાની હાજરીમાં જ તરફડિયા મારી ભારતીનું મૃત્યુ થયું હતું. આ જોઈ માતા ચંચળબેંન પણ બેભાન થઈ ગયાં હતાં. આમ આ ઘટનાથી ગભરાયેલા કમ્પાઉન્ડર મનસુખે ચંચળબેનનું ગળુ દબાવી હત્યા કરી હતી. ડોક્ટરને આવવાનો સમય થયો હોવાથી તેને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં કબાટમાં ગેસનો બાટલો બહાર કાઢી પરિણીત યુવતીની લાશ છુપાવી દીધી હતી, અને માતા ચંચળબેનની લાશ પલંગ નીચે સંતાડી હતી. ત્યારબાદ ડોક્ટર આવતા અને ઓપરેશન થિયેટરમાં ગેસનો બાટલો કબાટની બહાર તેમજ બહાર ચંપલ પડેલા જોતાં ડોક્ટરે પૂછપરછ કરી હતી. જેમાં તમામ હકીકત બહાર આવતા અંગે પોલીસને જાણ કરાઈ હતી.

આ ઘટનાની તપાસમાં પોલીસે હોસ્પિટલના સીસીટીવી ચેક કરતા માતા અને પુત્રી કંમ્પાઉન્ડર હસમુખ સાથે જોવા મળ્યાં હતાં, ત્યારથી જ પોલીસને કમ્પાઉન્ડર મનસુખ ઉપર શંકા હતી, અને પોલીસે કમ્પાઉન્ડર મનસુખની અટકાયત કરી તેની તપાસ કરી હતી. આખરે પોલીસની તપાસમાં મનસુખ ભાંગી પડ્યો હતો અને તેને સમગ્ર હકીકતનો ખુલાસો કર્યો હતો.

સીસીટીવી બંધ કરી દર્દીઓની સારવારના પૈસા પડાવતો હતો
હત્યારા મનસુખની પ્રાથમિક પૂછપરછ માટે ડોક્ટર આવે તે પહેલા સીસીટીવી બંધ કરી દર્દીઓની સારવાર કરી પૈસા પડાવી લેતો હતો. મનસુખ છેલ્લા 15 વર્ષથી હોસ્પિટલમાં નોકરી કરતો હોવાથી તેને અનુભવ થઈ ગયો હતો, તેથી અનુભવના આધારે દર્દીઓને સસ્તામાં સારવાર તથા ઓપરેશન કરી આપતો હતો. ડોક્ટર આવે તે પહેલા સીસીટીવી ચાલુ કરી દેતો હતો.

Most Popular

To Top