ગાંધીનગર: સચિવાલયમાં દલાલો તેમજ લાઈઝનિંગ કરતા લોકોની અવરજવર ઘટાડવા મટે મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે ગુરુવારથી મંત્રીમંડળના સભ્યો માટે આચારસંહિત લાગુ કરી દીધી છે. ગુરુવારે ગાંધીનગરમાં (Gandhinagar) મળેલી કેબિનેટ બેઠકમાં આ નિયમો અંગે પણ ચર્ચા થઈ છે. બીજી તરફ આજની કેબિનેટ બેઠકમાં કોરોનાના (Corona) નવા વેરિએન્ટ BF.7 અંગે પણ ચર્ચા થઈ હતી. તેવી જ રીતે ભાજપે (BJP) ચૂંટણી (Election) વખતે પ્રજાજનોને આપેલાં વચનો પૂર્ણ કરવા સીએમ ભૂપેન્દ્ર પટેલે તાકીદ કરી છે. જેના પગલે તમામ મંત્રીઓને 100 દિવસની પરિણામલક્ષી કામગીરી કરવા એક્શન પ્લાન ઘડી કાઢવા સૂચના આપવામાં આવી છે.
કેબિનેટ બેઠક બાદ મળતી મુજબ સીએમ ભૂપેન્દ્ર પટેલે કેટલાક નવા નિયમો લાગુ કર્યા છે. તેમાં મંત્રીઓની ચેમ્બરની અંદર મોબાઈલ ફોન લઈ જવાશે નહીં. તેવી જ રીતે સામાન્ય લોકો મંત્રીઓએ સોમવારે, જ્યારે ધારાસભ્યો તથા સાંસદોને મંગળવારે મળવાનું રહેશે. સોમથી શુક્રવાર સાંજ સુધી ચેમ્બરની અંદર બેસવાનું રહેશે. મંત્રીઓનું પર્ફોમન્સ ધ્યાને લેવાશે.
ગુરુવારે સવારે સ્વર્ણિમ સંકુલ ખતે મળેલી કેબિનેટ બેઠકમાં કોરોનાના ઓમિક્રોન વેરિએટના સબ વરિએન્ટ BF.7 ગુજરાતમાં આવે તો તેની સામે લડાઈ લડવા અંગે પણ ચર્ચા થવા પામી છે.