નવી દિલ્હી: વિશ્વમાં ફરી એકવાર કોરોના (Corona) તબાહી મચાવી રહ્યો છે. ખાસ કરીને ચીન (China) માં સ્થિતિ દિનપ્રતિદિન ખરાબ થઈ રહી છે. જેને જોતા ઘણા દેશોમાં એલર્ટ (Alert) જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન વૈજ્ઞાનિકોએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમનું કહેવું છે કે લોકો કોરોનાના કારણે ઝોમ્બી ઈન્ફેક્શન (Zombie infection) નો શિકાર બની શકે છે. ઝોમ્બી ચેપનો અર્થ એ છે કે જ્યારે કોઈ તંદુરસ્ત વ્યક્તિ કોઈ રોગના સંપર્કમાં આવવાને કારણે ચેપ લાગે છે અને તે રોગ અન્ય લોકો સુધી ફેલાવે છે.
આ લોકોને સૌથી વધુ જોખમ
નિષ્ણાતો કહે છે કે જો કોરોનાને કારણે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે, તો તેના મૃતદેહ દ્વારા પણ ચેપ ફેલાઈ શકે છે. નવા અભ્યાસમાં આ વાત સામે આવી છે. જે લોકો મૃતદેહોનો નિકાલ કરે છે તેમને ચેપ લાગવાની શક્યતા સૌથી વધુ હોય છે. પેથોલોજિસ્ટ્સ, મેડિકલ એક્ઝામિનર્સ, હેલ્થ કેર વર્કર્સ અને કોઈપણ જે હોસ્પિટલો અથવા નર્સિંગ હોમમાં કામ કરે છે જ્યાં કોવિડ મૃત્યુ થાય છે તે જોખમમાં છે. આ સ્થિતિમાં, ચેપના ફેલાવાને કારણે, કેસ સૌથી વધુ વધશે. નિષ્ણાતો આવા પરિવારોને સાવચેત રહેવાની ચેતવણી આપી રહ્યા છે, જ્યાં કોરોનાથી મૃત્યુ થયું હોય. જાપાનની ચિબા યુનિવર્સિટીના સંશોધક હિસાકો સૈટોહે કહ્યું, “કેટલાક દેશોમાં, કોવિડથી મૃત્યુ પામેલા લોકોને કાં તો ત્યજી દેવામાં આવ્યા હતા અથવા ઘરે પાછા લઈ જવામાં આવ્યા હતા.” સૈતોહે તાજેતરમાં આ રોગ પર બે અભ્યાસ પ્રકાશિત કર્યા છે. તેમણે કહ્યું, ‘મને લાગે છે કે આ એવી માહિતી છે, જેના વિશે સામાન્ય લોકોને જાણ હોવી જોઈએ.’
મૃત્યુ પછી પણ સક્રિય હતા વાયરસના અંશ
વર્ષ 2020માં, જાપાન સરકારે શોકગ્રસ્ત પરિવારોને મૃતદેહથી દૂર રહેવાટ, તેને સ્પર્શ ન કરવા તેમજ નહિ જોવા માટે કહ્યું હતું. મૃતદેહોને બેગમાં બંધ કરીને 24 કલાકની અંદર શક્ય તેટલી વહેલી તકે અંતિમ સંસ્કાર કરવાની પણ ભલામણ કરવામાં આવી હતી. કેટલાક અભ્યાસોમાં, મૃત્યુ પછીના 17 દિવસ સુધીના શબમાં ચેપી વાયરસ મળી આવ્યા છે. ડૉ. સૈતોહ અને તેમના સાથીઓએ કોરોનાથી મૃત્યુ પામેલા 11 લોકોના નાક અને ફેફસાના નમૂનાઓની તપાસ કરી હતી. જેમાં તેમને જાણવા મળ્યું કે મૃત્યુના 13 દિવસ પછી પણ 11માંથી 6 શબમાં કોરોના વાયરસના સક્રિય ભાગો મળી આવ્યા હતા. વૈજ્ઞાનિકોએ કહ્યું કે, લોકોમાં સંક્રમણની સંભાવના ત્યારે સૌથી વધુ હોય છે જ્યારે કોઈ દર્દી સંક્રમિત થયા પછી તરત જ મૃત્યુ પામે છે, તે સમયે શરીરમાં વાયરસનું સ્તર ખૂબ વધારે હોય છે.