ગાંધીનગર: એસીબીની (ACB) ટીમે મહત્વની સર્ચ હાથ ધરીને ગાંધીનગરમાં (Gujarat) ગુજરાત (Gujarat) પ્રદુષણ નિયંત્રણ બોર્ડના તત્કાલિન સભ્ય સચિવ અનિલ શાહની સામે આવક કરતાં વધુ સંપત્તિ ધરાવતા હોવાનો ગુનો દાખલ કરીને તપાસ દરમ્યાન 3.57 કરોડની બેનામી સંપત્તિ શોધી કાઢી છે.
એસીબીના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતુંકે, માર્ચ 2006થી માર્ચ 2020 દરમ્યાન જીપીસીબીમાં પોતાના હોદ્દાનો દૂરૂપયોગ કરીને 3.57 કરોડની સંપત્તિ ભેગી કરી લીધી છે. જેમાં સ્થાવર – જંગમ મિલતનો સમાવેશ થાય છે. જેના પગલે અનિલ વસંતલાલ શાહની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અન્વયે ગુનો દાખલ કરી દેવાયો છે.અનિલ શાહ સામે ફરિયાદો ઉઠતાં તેમની બદલી કરીને હાલમાં પોરબંદર ખાતે સીનિયર એન્વાયર્મેન્ટ એન્જિનિયરપદ પર મુકી દેવામાં આવ્યા છે. એસીબીની ટીમે બેન્ક એકાઉન્ટની વિગતો , સ્થાવર – જંગમ મિલતના દસ્તાવેજી પુરાવાઓ એકત્ર કરાયા છે.