મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહીએ જેકલીન ફર્નાન્ડિસ સામે 200 કરોડનો માનહાનિનો દાવો કર્યો છે. નોરાએ આરોપ લગાવ્યો હતો કે જેકલીને તેના વિરુદ્ધ ખોટા ઈરાદાથી નિવેદનો કર્યા હતા. નોંધપાત્ર વાત એ છે કે ED એ બંનેની 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ કરી હતી. આ કેસની ચાર્જશીટમાં જેકલીનનું નામ છે.બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહીના જણાવ્યા મુજબ જેકલીન ફર્નાન્ડિઝે તેના પોતાના હિત માટે અને મારી કારકિર્દીને બરબાદ કરવા માટે ગુનાહિત રીતે મને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. જણાવી દઈએ કે 2 ડિસેમ્બરના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખરને સંડોવતા રૂ. 200 કરોડના મની લોન્ડરિંગ કેસના સંબંધમાં ફતેહીની પૂછપરછ કરી હતી. જેકલીન ફર્નાન્ડિઝે તેમજ નોરા બંનેનું નામ સુકેશ કેસમાં સંડોવાયેલું હતુું.
- 2 ડિસેમ્બરના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખરને સંડોવતા રૂ. 200 કરોડના મની લોન્ડરિંગ કેસના સંબંધમાં ફતેહીની પૂછપરછ કરી હતી
- વર્ષે ડિસેમ્બરમાં EDએ આ કેસમાં એડિશનલ સેશન્સ જજ પ્રવીણ સિંહની કોર્ટમાં પ્રથમ ચાર્જશીટ દાખલ કરી હતી
EDએ ફર્નાન્ડીઝની રૂ. 7.2 કરોડની ફિક્સ્ડ ડિપોઝિટ એટેચ કરી હતી, આ ભેટો અને મિલકતોને અભિનેત્રીઓ દ્વારા પ્રાપ્ત ગુનાની આવક તરીકે ગણાવી હતી. ફેબ્રુઆરીમાં, ED એ ચંદ્રશેખરની સહયોગી પિંકી ઈરાની સામે તેની પ્રથમ પૂરક ફરિયાદ દાખલ કરી હતી, જેણે સુકેશ સાથે બોલિવૂડ અભિનેત્રીઓનો પરિચય કરાવ્યો હતો. ચાર્જશીટમાં આરોપ છે કે ઈરાની ફર્નાન્ડીઝ માટે મોંઘી ભેટ પસંદ કરતી હતી અને બાદમાં ચંદ્રશેખર દ્વારા ચૂકવણી કર્યા બાદ તેને તેના ઘરે મોકલી આપતી હતી.
જણાવી દઈએ કે ગયા વર્ષે ડિસેમ્બરમાં EDએ આ કેસમાં એડિશનલ સેશન્સ જજ પ્રવીણ સિંહની કોર્ટમાં પ્રથમ ચાર્જશીટ દાખલ કરી હતી. સુકેશ ચંદ્રશેખરે અલગ-અલગ મોડલ્સ અને બોલિવૂડ સેલેબ્સ પર લગભગ 20 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. જો કે, કેટલાક લોકોએ તેમની પાસેથી ભેટ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.