National

તમિલનાડુમાં ‘મૈંડૂસ’ની તબાહી: અનેક ઘરોની છત ઉડી, નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ

રાંચી: શુક્રવારે મોડી રાત્રે મહાબલીપુરમ (Mahabalipuram) પહોંચેલું ચક્રવાત મૈંડૂસ (Cyclone Mandous) લગભગ 2 વાગ્યે તમિલનાડુ (Tamil Nadu) ના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. જોકે આ વાવાઝોડું હવે નબળું પડી ગયું છે અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. સમાચાર છે કે વાવાઝોડાને કારણે રાજ્યના ઘણા દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ (heavy rain) થઈ રહ્યો છે. વાવાઝોડાને કારણે દરિયાકાંઠાના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. કટુપક્કમમાં લગભગ 16 સેમી વરસાદ પડી ચૂક્યો છે.

લોકોને બહાર ન નીકળવા અપીલ
વાવાઝોડાને ધ્યાનમાં રાખીને, ગ્રેટર ચેન્નઈ કોર્પોરેશને લોકોને અપીલ કરી છે કે જ્યાં સુધી ચક્રવાતી વાવાઝોડું નબળું ન પડે ત્યાં સુધી કોઈએ તેમના ઘરની બહાર ન નીકળવું જોઈએ અને તેનાથી બચવાનો પ્રયાસ કરવા જોઈએ. મળતી માહિતી મુજબ, આ વાવાઝોડાને કારણે માત્ર ત્રણ કલાકમાં મદુરંતકમ, ECR અને OMRમાં ઘણા વૃક્ષો ધરાશાયી થઈ રસ્તા પર પડી ગયા હતા. 3 કલાકમાં 65 જેટલા વૃક્ષો પડી ગયા છે. જેના કારણે વાહન વ્યવહારને અસર પહોંચી હતી. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેને પંપની મદદથી દૂર કરવામાં આવી રહ્યા છે.

શાળા-કોલેજોમાં રજા જાહેર
ચેન્નાઈ અને કુડ્ડલોર સહિત 16 જિલ્લાઓમાં ચક્રવાતી તોફાન  મૈંડૂસને કારણે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. કોલેજ અને યુનિવર્સિટીની પરીક્ષાઓ પણ શરૂ થઈ ગઈ છે. જે વાવાઝોડાને કારણે મોકૂફ રાખવામાં આવી છે. અહીં, વાવાઝોડાના કારણે આવેલા જોરદાર પવન અને વરસાદને કારણે ચેન્નાઈના એગમોરમાં એક ફ્યુઅલ સ્ટેશનની છત પડી ગઈ છે. આ સાથે પરિસરમાં વાવેલુએક વૃક્ષ પણ પડી ગયું છે. જો કે આ દુર્ઘટનાને કારણે કોઈપણ પ્રકારની જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

ભારે વરસાદની આગાહી
બીજી તરફ આજે એટલે કે 10 ડિસેમ્બરે હવામાન વિભાગે ઉત્તર તમિલનાડુ અને રાયલસીમા અને દક્ષિણ આંધ્રપ્રદેશમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. સાથે જ કહ્યું કે 11મી ડિસેમ્બરે ભારે વરસાદની સંભાવના છે. તમને જણાવી દઈએ કે, વાવાઝોડાને જોતા હવામાન વિભાગે ઘણા વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરી દીધું હતું. વાવાઝોડાની તબાહી વચ્ચે ચેન્નાઈમાં સુરક્ષા અને બચાવ કામગીરી માટે લગભગ 16,000 પોલીસકર્મીઓ અને 1,500 હોમગાર્ડ્સ તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે તમિલનાડુ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના 40 સભ્યો અને ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમના 12 સભ્યોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે.

Most Popular

To Top