National

મુંબઈ ઉચ્ચ અદાલતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 20,000 જેટલા વૃક્ષો કાપવાની મંજૂરી આપી

મુંબઈ: બોમ્બે (Bombay) ઉચ્ચ અદાલતે (HC) શુક્રવારે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશનને (એનએચએસઆરસીએલ) મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન (Bullet Train) પ્રોજેક્ટ માટે મુંબઈ અને પાડોશી જિલ્લા પાલઘર અને થાણેમાં લગભગ 20,000 મેન્ગ્રોવ વૃક્ષો કાપવાની મંજૂરી આપી હતી. ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ અભય આહુજાની બેન્ચે એનએચએસઆરસીએલ દ્વારા મેન્ગ્રોવના વૃક્ષો કાપવાની મંજૂરી માગતી અરજીને મંજૂરી આપી હતી.

  • ઉચ્ચ અદાલતના 2018ના આદેશ મુજબ રાજ્યભરમાં મેન્ગ્રોવ્સને કાપવા પર રોક છે
  • મેન્ગ્રોવ્સ વાળા વિસ્તારની આસપાસ 50 મીટરનો બફર ઝોન બનાવવો આવશ્યક છે
  • અમદાવાદ અને મુંબઈ વચ્ચે 508 કિ.મી. લાંબો હાઈ સ્પીડ રેલ કોરીડોર મુસાફરીના સમયને સાડા છ કલાકથી ઘટાડીને અઢી કલાક કરશે તેવી અપેક્ષા

ઉચ્ચ અદાલતના 2018ના આદેશ મુજબ રાજ્યભરમાં મેન્ગ્રોવ્સને કાપવા પર રોક છે અને જ્યારે પણ કોઈ સત્તામંડળ કોઈ પણ જાહેર પ્રોજેક્ટ માટે મેન્ગ્રોવ્સ કાપવા ઈચ્છે ત્યારે ઉચ્ચ અદાલત પાસેથી મંજૂરી લેવી પડે છે. ઉપરોક્ત આદેશ મુજબ મેન્ગ્રોવ્સ વાળા વિસ્તારની આસપાસ 50 મીટરનો બફર ઝોન બનાવવો આવશ્યક છે અને આ બફર ઝોનની અંદર કોઈપણ બાંધકામ પ્રવૃત્તિ અથવા ભંગાર ડમ્પિંગની મંજૂરી આપી શકાશે નહીં.

2020માં દાખલ કરવામાં આવેલી તેની અરજીમાં એનએચએસઆરસીએલએ અદાલતને ખાતરી આપી હતી કે તેણે અગાઉ મેન્ગ્રોવ વૃક્ષો કાપવા માટેની કરેલી દરખાસ્ત કરી હતી તે સંખ્યાથી પાંચ ગણું વાવેતર કરશે અને તેના માટે સંખ્યા ઘટાડવામાં આવશે નહીં. આ અરજીનો વિરોધ એક એનજીઓ ‘બોમ્બે એન્વાયર્નમેન્ટલ એક્શન ગ્રૂપ’, દ્વારા કરવામાં આવ્યો હતો, કારણ કે વળતરના પગલા તરીકે રોપવામાં આવતા છોડના અસ્તિત્વ દર વિશે કોઈ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો નથી અને વૃક્ષો કાપવા માટે પર્યાવરણીય અસર મૂલ્યાંકન અહેવાલ આપવામાં આવ્યો નથી. અમદાવાદ અને મુંબઈ વચ્ચે 508 કિ.મી. લાંબો હાઈ સ્પીડ રેલ કોરીડોર મુસાફરીના સમયને સાડા છ કલાકથી ઘટાડીને અઢી કલાક કરશે તેવી અપેક્ષા છે.

Most Popular

To Top