SURAT

સુરતના આ વ્યાજખોરની વ્યાજ વસુલાતની યાદી જોઇ પોલીસ ચોંકી ઉઠી

સુરત : નાણા ધીરધારનું લાયસન્સ ધરાવી મહિને પાંચથી પંદર ટકા વ્યાજ પડાવતા વ્યાજખોરો (Usury) સામે કમિ. અજય તોમર દ્વારા શરૂ કરાયેલી મુહિમના ભાગરૂપે વધુ એક વ્યાજખોર જેલ (Jail) ભેગો કરવામાં આવ્યો હતો. પોલીસે (Police) વ્યાજના રોકડા રૂ 2.33 લાખ રૂપિયા, 4.80 લાખના 24 ચેક તેમજ 36 કોરી પ્રોમેસરી નોટ અને બે ડાયરી પણ કબજે કરી છે. પાંચથી વીસ ટકા વ્યાજ મહિનાનુ પડાવતો હોવાની વિગત જાણવા મળી છે.

સુરત ક્રાઈમ બ્રાંચની ટીમને માહિતી મળી હતી કે કતારગામ દરવાજા મહાવીર કોમ્પલેક્ષ દુકાન નંબર-૧૦ માં ફાયનાન્સની ઓફીસ ધરાવતો દિલીપ બોદરા નાણા ધિરધારનું લાયસન્સ મેળવી વ્યાજ વટાવનો ધંધો કરે છે. નાણાં ધીરધાર લાયસન્સની આડમાં તે મજબુર જરૂરીયાત મંદ પાસેથી ખુબ જ ઉચુ વ્યાજ વટાવતો હતો. અને નાણાઁ આપતા પહેલા લીધેલી રકમનો ડબલ નાણાનો ચેક સાથે કોરા ચેકો મેળવી લઇ અને કોરી પ્રોમેસરી નોટ ઉપર જરૂરીયાત મંદની સહી અને અંગુઠાનું નિશાન મેળવી રૂપિયા આપવામાં ચુક થાય કે વિલંબ કરે તો કોર્ટમાં ખોટા કેસો કરી પરેશાન કરતો હતો. આ માહિતીના આધારે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે તેની ઓફિસમાં દરોડો પાડી આરોપી દિલીપભાઇ બાબુભાઇ બોદરાની ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાંચની ટીમે આરોપી વિરૂધ્ધ ગુજરાત નાણાં ધીરધાર કરનારા બાબત અધિનીયમની કલમો મુજબ ગુનો રજીસ્ટર કરી કાર્યવાહી હાથ ધરી છે.

વ્યાજ વસુલાતની યાદી જોઇ પોલીસ ચોકી ઉઠી
પોલીસને તેની ઓફીસમાંથી જરૂરીયાત મંદો પાસેથી વ્યાજે લીધેલી રકમ કરતા ડબલ રકમના લખાવી લીધેલા કુલ રૂ.4,80,000ની મત્તાના ચેકો તેમજ કોરા ચેકો નંગ 24 તેમજ કોરી પ્રોમેસરી નોટ કુલ 36 તેમજ ત્રણ ડાયરી અને ગેરકાયદેસર રીતે નિભાવેલા એક રજીસ્ટર તેમજ ખોટી રીતે ઉઘરાવેલા વ્યાજના રોકડા રૂ.2,33,140ની મત્તા ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વ્રારા કબજે કરાઈ હતી

વ્યાજખોરોના ત્રાસથી બચવા ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરવા અપીલ
આરોપીની પુછપરછમાં તે પોતે નાણા ધીરધારનું લાયસન્સ ધરાવે છે. લોકોને નાણા વ્યાજે આપવાનો ધંધો કરે છે અને જે લોકો વ્યાજે નાણાં લઇ જાય તેઓની પાસે સિક્યુરીટી પેટે કોરી પ્રોમેસરી નોટ અને ચેકો મેળવી લે છે અને જો વ્યાજે નાણાં લેનાર જરૂરીયાત મંદ રૂપિયા આપવામાં ચુક કરે અગર વ્યાજે લીધેલા નાણા પરત નહીં આપી શકે તો આ કોરી પ્રોમેસરી નોટ ઉપર પોતે જરૂરીયાત મંદે લીધેલી રકમ કરતા વધુ રકમની પ્રોમેસરી નોટ લખી લઇ તેમજ લીધેલા કોરા ચેકોમાં પણ ડબલ રકમ લખી તે બાદ જરૂરીયાત મંદ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે આ રીતના ચેકો અને જરૂરીયાત મંદના આધાર પુરાવા અને કોરી પ્રોમેસરી નોટ લખાવી લીધેલાની કબુલાત કરી હતી. આ સમગ્ર મામલે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપીની ધરપકડ કરી છે. તેમજ આ રીતે આરોપીનો ભોગ બનેલા જરૂરીયાત મંદ લોકોએ ક્રાઇમ બ્રાંચનો સંપર્ક કરવા અપીલ પણ સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા કરવામાં આવી છે.

Most Popular

To Top