National

ઈઝરાયલના રાજદૂતને ભારત છોડોની ધમકી મળી કહ્યું હિટલર મહાન હતો જેણે તમારા જેવા લોકોને…

નવી દિલ્હી: ભારતમાં (India) ઈઝરાયના (Israel) રાજદૂત નોર ગિલને ધમકી મળી છે. જણાવી દઈએ કે ઈઝરાયના રાજદત છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે કારણકે તેમણે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ ઉપર ટિપ્પણી કરી હતી જો કે આ પછી તેઓએ આ અંગે માફી પણ માંગી હતી. આ વિવાદ પછી તેઓને ધમકી મળી રહી છે તેવું તેઓએ જણાવ્યું હતું. ઈઝરાયના રાજદૂત નોર ગિલે શનિવારના રોજ ટ્વિટર પર એક સ્ક્રીનશોટ શેર કર્યો છે. આ ટ્વિટમાં લખવામાં આવ્યું હતું કે હિટલર એક મહાન માણસ હતો. જેણે તમારા જેવા લોકોને સળગાવી દીઘા હતાં. આ ઉપરાંત લખવામાં આવ્યું હતું કે ભારત છોડો. વઘારામાં ઈઝરાયના રાજદૂતે જણાવ્યું કે હું મેસેજ મોકલનારની સુરક્ષાને ધ્યાનમાં રાખી રહ્યો છું તેમજ તેની ઓળખ છુપાવી રહ્યો છું. જો કે આ સાથે તેઓએ જણાવ્યું હતું કે જેણે ટ્વિટ કરનારની પ્રોફાઈલ પર પીએચડી પણ લખેલું છે.

સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે ઈઝરાયલના રાજદૂતને આ ધમકી મળ્યાં પછી લોકો તરફથી ઘણી શાંતવના મળી રહી છે. જેના બદલામાં ગિલે ભારતના લોકોનો આભાર માન્યો હતો. વઘારામાં તેણે જણાવ્યું કે આ મેસેજ ટ્વિટ શેર કરવાનો મારો હેતુ માત્ર એ જ કહેવાનો હતો કે આજે પણ લોકોમાં યહૂદી વિરોધી ભાવનાઓ છે. જેને આપણે સૌએ સાથે મળીને વિરોધ કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે ભારતના લોકો તરફથી મળેલા સ્પોર્ટના બદલામાં હું તેઓના આભાર માનું છું.

જણાવી દઈએ કે ગોવામાં 53માં આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલના સમાપન સમારોહમાં ઇઝરાયલના ફિલ્મ નિર્માતા નાદવ લેપિડે કહ્યું, ’15મી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’થી અમે બધા પરેશાન અને આઘાતમાં છીએ. તેણે કહ્યું કે ધ કાશ્મીર ફાઇલ્સ એક અભદ્ર અને પ્રોપેગન્ડા ફિલ્મ છે. જે બાદ દેશભરમાં હોબાળો મચી ગયો હતો. જણાવી દઈએ કે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ આ વર્ષે 11 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. 1990ના દાયકામાં હિંદુ હિજરત અને કાશ્મીરી પંડિતોની હત્યાની કથા આ ફિલ્મમાં બતાવવામાં આવી હતી. આ ફિલ્મ 2022ની સૌથી વધુ કમાણી કરનાર બોલિવૂડ ફિલ્મોમાંની એક છે.

Most Popular

To Top