World

ટિક-ટોક સ્ટાર મેઘા ઠાકુરનું નિધન તેની ઉમર માત્ર 21 વર્ષની હતી..

કેનેડા : સોશ્યલ મીડિયાના (Social Media) પ્લેટફોર્મ ઉપર ખુબ જ પોલ્પ્યુલર ઈન્ડો-કેનેડિયન (Indo-Canadian) ટિકટોક સ્ટારના (Tiktok Star) નિધનના (Passing Away) સમાચાર બાદ સોશિયલ મીડિયા પર ચાહકો દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. મેઘા ઠાકુરનું (Megha Thakur) અચાનક નિધન થયું છે. આ સમાચારથી તેમના ફેન ફોલોઅર્સમાં નિરાશા છવાઈ ગઈ છે. તેમની ઉંમર માત્ર 21 વર્ષની જ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમનું મૃત્યુ હૃદય રોગનો હુમલો આવવાને કારણે થયું છે. જોકે તેના માતા-પિતાએ હાલમાં તેના નિધનના કારણ વિશે જણાવ્યું નથી. મેઘા ​​ઠાકુર કેનેડાના ઓન્ટારિયોના બ્રામ્પટનમાં રહેતી હતી. મેઘા તેના દરેક અપડેટ વિડીયો,આત્મવિશ્વશથી ભરપૂર અને પોઝેટીવ બોડી લેન્ગવેજને કારણે પણ ખુબ જ ચર્ચામાં રહેતી હતી.

પરિવારે આપી હતી તેના નિધનની જાણકારી
મેઘા ઠાકુરના પરિવાર દ્વારા તેના નિધનના સમાચાર આપવામાં આવ્યા હતા. તેની પુત્રીની જાણકારી આપતા તેની માતાએ એક ભાવુક પોસ્ટ લખી હતી જેંમા લખ્યું હતું કે, ‘ઘણા દુઃખ સાથે કહી રહ્યા છે કે 24 નવેમ્બરે તેનું અચાનક નિધન થયું છે.મેઘા એક આત્મવિશ્વાસ સભર છોકરી હતી. અને તે તેના ફેન્સને ખુબ જ ચાહતી હતી.તેના નિધન વિશે જાણો..તેની યાદો ભૂલી નહિ શકાશે..આપ મેઘાને દુવાઓમાં યાદ કરજો..

સોશિયલ મીડિયા પર સારા ફોલોઅર્સ હતા
મેઘા એક ટિક્ટોક સ્ટાર હતી જે ખરા અર્થમાં તેની શરીરની સકારાત્મકતા અને આત્મવિશ્વાસનો સંદેશ ફેલાવવા માટે જાણીતી હતી. Tiktok પર તેના 9 લાખ જેટલાફોલોઅર્સ હતા. મેઘાએ 2019માં ટિક ટોક પર વીડિયો બનાવવાનું શરૂ કર્યું. તેણે ગત 18 નવેમ્બરે તેનો છેલ્લો વીડિયો રેકોર્ડ કર્યો હતો. મેઘાના ઈન્સ્ટાગ્રામ પર પણ 1લાખ થી પણ વધુ ફોલોઅર્સ હતા.તેની બોડી લેન્ગવેજને કારણે યુવા વર્ગમાં તે એક ફિટનેસ આઇકોન તરીકે પણ પ્રચલિત થઇ હતી..

મૂળ ઈન્દોરની રહેવાસી હતી
તમને જણાવી દઈએ કે મેઘા ઠાકુર સોશિયલ મીડિયા પર તેના લુક અને કર્વી ફિગર માટે ફેમસ હતી. તે ઘણીવાર બોડી પોઝીટીવીટી વિશે વાત કરતી હતી અને તેના ફેન્સને પ્રોત્સાહિત કરતી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે મૂળ મધ્યપ્રદેશના ઈન્દોરની વતની હતી. પરંતુ તે તેના માતા-પિતા સાથે કેનેડાના ઓન્ટારિયો બ્રેમ્પટનમાં રહેતી હતી.

શું હાર્ટ એટેકના કારણે થયું મોત?
મેઘા ઠાકુરને 4 મહિના પહેલાં પણ હાર્ટએટેક આવ્યો હતો. તેણે આ વિશે સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સને માહિતી આપી હતી. જુલાઈમાં ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયોમાં તેણે કહ્યું હતું કે, મને ગભરામણ થઈ અને તેના કારણે સ્ટ્રેસ વધી ગયો અને હાર્ટ એટેક આવ્યો. મને આવી તકલીફ થાય છે. માનવામાં આવે છે કે, મેઘાનું નિધન હાર્ટ એટેકના કારણે થયું છે.

Most Popular

To Top