પશ્ચિમ બંગાળ (West Bengal) : પશ્ચિમ બંગાળમાં TMC નેતા (Leader)ના ઘરમાં બોમ્બ બ્લાસ્ટ (Bomb blast) ફફડાટ મચી જવા પામ્યા છે. બોમ્બ બ્લાસ્ટનાં પગલે ટીએમસીના બે કાર્યકરો (workers)ના મોત (Death) થયા છે. આ સાથે મજૂરો પણ ઘાયલ થયા છે. પશ્ચિમ બંગાળના મિદનાપુર જિલ્લાના ભૂપતિનગરમાં TMC નેતા રાજકુમારના ઘરમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો.આ સ્થળ પર ટીએમસી નેતા અભિષેક બેનર્જીની બેઠક પહેલા બ્લાસ્ટ થયો હતો. આ સાથે જ વિસ્ફોટ સ્થળથી દોઢ કિમી દૂર તૃણમૂલ બૂથ પ્રમુખનો મૃતદેહ મળી આવ્યો હતો.
ટીએમસીના કાર્યકરો પણ ઘાયલ
આ બોમ્બ વિસ્ફોટમાં ટીએમસીના કાર્યકરો પણ ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ, અહીં દેશી બનાવટનો બોમ્બ મળ્યો છે. બની જાણ થતા મિદનાપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમજ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. આ ઘટના શુક્રવારના રાત્રે 11 વાગ્યાની આ ઘટના છે. અચાનક રાત્રે જોરદાર અવાજ આવ્યા બાદ આ બ્લાસ્ટની માહિતી મળી હતી.
ભાજપનો ગંભીર આરોપ
તમને જણાવી દઈએ કે બોમ્બ બ્લાસ્ટના કારણે રાજકીય ગરમાવો પણ ચરમસીમાએ છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે TMC નેતા રાજકુમારના ઘરે સ્વદેશી બોમ્બ બનાવવામાં આવી રહ્યા છે. ભાજપનું કહેવું છે કે આગામી મહિનામાં પંચાયતની ચૂંટણી છે અને ટીએમસી આ હંગામો કરવાની તૈયારી કરી રહી છે. આ દુર્ઘટના બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ટીએમસીના બૂથ અધ્યક્ષ રાજકુમાર અને વિશ્વજીત ગાયનના મૃતદેહ મળી આવ્યા છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. હાલમાં પોલીસ અને ટીએમસીના નેતાઓ તરફથી આ મામલે કોઈ નિવેદન બહાર આવ્યું નથી. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા પણ ઉત્તર 24 પરગનામાં ટીએમસીના નેતા સુકુર અલી પોલીસના હાથે હથિયારો સાથે ઝડપાયા હતા. ભાજપે આ મામલાની NIA તપાસની પણ માંગ કરી છે.
અગાઉ પણ TMC નેતાના ઘરે થયો હતો બ્લાસ્ટ
આ પહેલા 6 નવેમ્બરે પશ્ચિમ બંગાળના દેગંગામાં TMC નેતાના ઘરે બોમ્બ બ્લાસ્ટ થયો હતો, આ બોમ્બ બ્લાસ્ટમાં બે લોકો ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર સ્થાનિક ટીએમસી નેતાના નિર્માણાધીન મકાનમાં કેટલાક મજૂરો કામ કરી રહ્યા હતા. કેટલાક બોમ્બ ઘરની સીડી નીચે રાખવામાં આવ્યા હતા. જ્યારે મજૂરોએ તે ઘાતક બોમ્બ જોયા, ત્યારે તેઓ સમજી શક્યા નહીં કે તે શું છે. પરંતુ કામદારોએ બોમ્બને અડતાની સાથે જ જોરદાર અવાજ સાથે જોરદાર વિસ્ફોટ થયો હતો.