Sports

IPL-2023ની કોચીમાં આ તારીખે હરાજી, કુલ 991 ખેલાડીઓએ નોંધણી કરાવી

મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગએ (IPL) માત્ર ગેમ જ નથી. લાખો લોકો IPLની બેસબરીથી રાહ જોતા હોય છે. તો IPLચાહકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યાં છે. IPLની આગામી સિઝન માટે ડિસેમ્બર મહિનાના અંતમાં એટલે કે 23 ડિસેમ્બરે કોચીમાં મિની હરાજી (Mini Auction) યોજાવાની છે. ભારતની પ્રખ્યાત T20 લીગની સતત વધતી જતી લોકપ્રિયતાને કારણે દરેક ખેલાડી (Players) તેમાં જોડાવા આતુર છે. મળતી માહિતી મુજબ આ હરાજી માટે વિશ્વભરમાંથી કુલ 991 ક્રિકેટરોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. નોંધણીની અંતિમ તારીખના એક દિવસ પછી IPLએ હરાજીમાં સ્થાન મેળવનારા ખેલાડીઓ સાથે સંબંધિત કેટલાક ચોંકાવનારા આંકડા શેર કર્યા છે.

આઈપીએલની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર 23 ડિસેમ્બરના રોજ કોચીમાં યોજાનારી મીની હરાજીમાં દેશ અને દુનિયાના 991 ખેલાડીઓ ભાગ લેવા જઈ રહ્યાં છે. આ હરાજીમાં 714 ભારતીય અને 277 વિદેશી ખેલાડીઓના નામ સામેલ છે. હરાજી માટે નોંધણી કરાવનારાઓમાં 185 કેપ્ડ પ્લેયર્સ, 786 અનકેપ્ડ પ્લેયર્સ અને એસોસિયેટ દેશોના 20 પ્લેયર્સનો સમાવેશ થાય છે.

જે દેશોએ IPLની 23 ડિસેમ્બરે કોચીમાં યોજાનારા આ મીનિ હરાજીમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે તે દેશોમાંથી ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ ખેલાડીઓ છે. અહીંના 57 ક્રિકેટરોએ પોતાના નામ આ હરાજીમાં નોંઘાવ્યા છે. આ પછી દક્ષિણ આફ્રિકાના 52, વેસ્ટ ઈન્ડિઝના 33 અને ઈંગ્લેન્ડના 31 ખેલાડીઓએ આ હરાજીમાં પોતાના નામ નોંધાવ્યા છે. તે જ સમયે ન્યુઝીલેન્ડના 27, શ્રીલંકાના 23 અને અફઘાનિસ્તાનના 14 ખેલાડીઓ પણ પોતાનું નસીબ અજમાવવા માટે આ હરાજીમાં પોતાનું નામ લખાવ્યું છે

જણાવી દઈએ કે હરાજી પહેલા તમામ ફ્રેન્ચાઇઝીઓ દ્વારા કુલ 163 ખેલાડીઓને રિટેન કરવામાં આવ્યા હતા જ્યારે 85 ખેલાડીઓને તેમની ટીમ દ્વારા બહાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આનો અર્થ એ થયો કે હરાજીમાં 30 વિદેશી સહિત કુલ 87 ખેલાડીઓની પસંદગી થઈ શકે છે. દરેક ફ્રેન્ચાઇઝી તેમની ટીમમાં વધુમાં વધુ 25 ખેલાડીઓનો સમાવેશ કરી શકે છે.

Most Popular

To Top