National

આફતાબની ઉલટી ગણતરી શરુ : પોલીસને મળ્યા ઢગલાંબંદ સબુતો,નાર્કો ટેસ્ટ થયો સફળ

નવી દિલ્હી : સમગ્ર દેશમાં હાહાકાર મચાવનાર રાજધાની દિલ્હીનો (Delhi Capital) હત્યા કાંડના (Murder scandal) એક પછી એક પાસઓ હવે ખુલી રહ્યા છે. આફતાબની (Aftab) ગરદન સુધી હવે પોલીસનો ફંદો આગળ વધી રહ્યો છે. પોલીસના દાવા મુજબ તેમની પાસે હવે આફતાબને સજા મળે તેટલા બધા સબુતો એકત્ર થઇ ગયા છે. આ પહેલા પોલીસે તેનો પૉલીગ્રાફ ટેસ્ટ (Polygraph Test) કરાવ્યો હતો.જેનો રિપોર્ટ આવ્યો નથી.જ્યારે ગુરુવારે તેનો દિલ્હીના રોહિણી વિસ્તારમાં નાર્કો ટેસ્ટ કરાવ્યો હતો.લગભગ 10 વાગે શરુ થયેલા આ ટેસ્ટ લગાતાર 2 કલાક સુધી ચાલ્યો હતો.એફએસએલ અધિકારીઓ અને નિષ્ણાતોની હાજરીમાં ટેસ્ટ દરમિયાન આફતાબને અનેક સવાલ-જવાબ પૂછવામાં આવ્યા હતા. સૂત્રોનું કહેવું છે કે તેને 50 થી વધુ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેમાં શ્રદ્ધાની (Shraddha) હત્યા અને મૃતદેહના ઠેકાણા સહિતના ઘણા રહસ્યોને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

નાર્કો ટેસ્ટ સંપૂર્ણ રીતે સફળ રહ્યો હતો
એફએસએલના સૂત્રોએ દાવો કર્યો હતો કે નાર્કો ટેસ્ટ સંપૂર્ણ રીતે સફળ રહ્યો હતો. હવે ટેસ્ટનો રિપોર્ટ તૈયાર કરીને સીલબંધ એન્વલપમાં કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. ટેસ્ટ બાદ આફતાબને મેડિકલ તપાસ અને કાઉન્સેલિંગ બાદ બપોરે તિહાર જેલમાં પરત મોકલવામાં આવ્યો હતો. આ દરમિયાન સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી.

આંબેડકર હોસ્પિટલમાં કરવામાં આવ્યા તમામ ટેસ્ટ
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે શિડ્યુલ મુજબ ગુરુવારે સવારે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આફતાબ પૂનાવાલાને તિહાર જેલમાંથી આંબેડકર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેનો ટેસ્ટ સવારે 10 વાગ્યાથી શરૂ થવાનો હતો. પરંતુ પોલીસની ટીમ તેને દોઢ કલાક પહેલા જ હોસ્પિટલ લઈ આવી હતી. સૌ પ્રથમ તેમનું મેડિકલ અહીં કરવામાં આવ્યું હતું. આ પછી તેને ટેસ્ટ અને દવાની અસર વિશે માહિતી આપવામાં આવી અને તેની સંમતિ લેવામાં આવી. તેના આફતાબને હોસ્પિટલના બીજા માળે આવેલી ઓટી નંબર-ટુ પર લઈ જવામાં આવ્યો હતો.

આફતાબને 50 થી વધુ પ્રશ્નો પૂછવામાં આવ્યા
હોસ્પિટલના નાર્કો નોડલ ઓફિસર, એનેસ્થેટિસ્ટે આફતાબને દવા આપી હતી. આ દરમિયાન છથી સાત ફોરેન્સિક નિષ્ણાતો ઉપરાંતઆંબેડકર હોસ્પિટલના ડોકટરો અને ફોટો નિષ્ણાતોની ટીમ પણ ત્યાં હાજર હતી. સવારે 10.00 વાગ્યાની આસપાસ ટેસ્ટ શરૂ થયો હતો. આ દરમિયાન ફોરેન્સિક સાયકોલોજિસ્ટે આફતાબને એક પછી એક સવાલો પૂછવા માંડ્યા. સૂત્રોનું કહેવું છે કે આફતાબને 50 થી વધુ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જે બાદ ઘણા મહત્વપૂર્ણ રહસ્યો સામે આવ્યા હતા. ગાઢ નિંદ્રા વચ્ચે, આફતાબ વારંવાર થપ્પડ મારીને જગાડવો પડતો હતો અને પ્રશ્નોના જવાબ આપતો હતો.

એસઆઈટીને ગુરુગ્રામ અને મહેરૌલીના જંગલોમાંથી 25-30 હાડકાં મળ્યા
આ કેસની તપાસ કરી રહેલી SITને અત્યાર સુધીમાં મેહરૌલી અને ગુરુગ્રામના જંગલોમાંથી શ્રદ્ધાના 25 થી 30 હાડકાઓ મળી આવ્યા છે. આમાં જડબાનો સમાવેશ પણ થાય છે. આ તમામને તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. પોલીસ ટીમે અત્યાર સુધીમાં 50થી વધુ લોકોના નિવેદનો નોંધી ચુકી છે.

Most Popular

To Top