National

‘અહિલ્યાબાઇ’ સીરિયલના વિવાદને લઇ શરુ થઇ રાજસ્થાન,હરિયાણામાં બબાલ

નવી દિલ્હી: લોકપ્રિય સીરિયલ (Popular Serial) ‘પુણ્યશ્લોક અહલ્યાબાઈ’ (Punyashloka Ahlyabai) હાલ વિવાદોના (controversy) ઘેરામાં આવી ગઈ છે. આ સિરિયલનું મુખ્ય પાત્ર રાણી અહલ્યાબાઈ છે.જેમાં મહારાજા સૂરજમલનો પણ ઉલ્લેખ થયો છે. પરંતુ હવે આ સીરિયલમાં ખોટા તથ્યો બતાવવાને લઇ તે વિવાદમાં આવી ગઈ છે. 17 નવેમ્બરના રોજ પ્રસારિત થયેલા એક એપિસોડમાં મહારાજા સૂરજમલને કાયર બતાવવામાં આવ્યા હતા.ત્યારબાદ હરિયાણા અને રાજસ્થાનમાં ઘણી જગ્યાએ સીરિયલના નિર્માતાઓ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.

કયા કારણોથી વિવાદ જાગ્યો છે ?
જાણકારો કહી રહ્યા છે કે પાણીપતમાં થયેલ યુદ્ધમાં જયારે પેશવા ખંડેરાવ હાર્યા હતા ત્યારે તેમની પત્ની,બાળકો અને સેનાને મહારાજા સુરાજમલે તેમને તેમના રાજ્યમાં શરણ આપી હતી.અને આ વાક્યા પછી પણ ‘પુણ્યશોલક અહલ્યા બાઈ’માં મહારાજ સુરાજમલને કાયર તરીકે દર્શાવવામાં આવ્યા છે.આ જ કારણો ને લઇ રાજસ્થાન અને હરિયાણાના લોકો ભડકી ગયા છે.રાજસ્થાનના ભરતપુરના પોલીસ મથકમાં સિરિયલના નિર્માતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

સરકાર પાસે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી
મળતી માહિતી મુજબ, ‘અહલ્યાબાઈ’ સિરિયલના નિર્માતા જેક્સન સેઠી વિરુદ્ધ હરિયાણા ઉપરાંત રાજસ્થાનમાં ઘણી જગ્યાએ પોલીસ ફરિયાદો દાખલ કરવામાં આવી છે. આ સિવાય સાંસદ હનુમાન બેનીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સૂચના અને પ્રસારણ મંત્રીને સીરિયલના નિર્માતાઓ સામે કાર્યવાહી કરવા જણાવ્યું છે. તેમણે સરકારને પત્ર લખ્યો છે. તે જ સમયે, રાજસ્થાનના કેબિનેટ મંત્રી વિશ્વેન્દ્ર સિંહ પણ ‘પુણ્યશ્લોક અહલ્યાબાઈ’ સામે ઉભા છે. એવો દાવો કરવામાં આવે છે કે વિશ્વેન્દ્ર સિંહ સૂરજમલના પરિવાર સાથે સંબંધિત છે.

રાજ્યપાલે પણ આપ્યું નિવેદ
ઘણા સ્થાનિક સંગઠનોએ પણ રાજ્યપાલ કલરાજ મિશ્રા પાસે સિરિયલના નિર્માતાઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. સંગઠનોએ રાજ્યપાલને આવેદનપત્ર આપ્યું છે. આ સાથે જ રાજ્યપાલ કલરાજ મિશ્રાએ પણ આ સીરિયલમાં બતાવવામાં આવેલા ખોટા તથ્યો પર નિવેદન આપ્યું છે. તેમણે તેમના એક સંબોધનમાં આ સિરિયલનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે મહારાજા સૂરજ માલે તેમના જીવનકાળમાં 80 યુદ્ધો લડ્યા અને તે તમામ જીત્યા. મહારાજા સૂરજમલ ક્યારેય કોઈ યુદ્ધ હાર્યા ન હતા.

Most Popular

To Top