National

પટના યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં ફાયરિંગ, મતદાન સમાપ્ત થતાની સાથે જ ભારે ધમાલ

પટના : પટના યુનિવર્સિટીમાં (Patna University) વિદ્યાર્થી સંગની ચૂંટણીમાં (Student Union Election) ફાયરિગ (Firing) અને પથ્થરમારો થયા હોવાની ઘટના બની છે. ઘટનાની જાણકારી મળતાજ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસ સૂત્રોનું કહેવું હતું કે ગોળીબાર યુનિના કેમ્પર્સની બહાર થયો હતો. જોકે વાયરલ થયેલા વિડીયોમાં મુજબ ફાયરિંગની ઘટના કેમ્પર્સમાં જ ઘટી હતી. આ ઘટનાને લઇને વિદ્યાર્થીઓમાં ભારે દહેશતનો માહોલ જોવા મળ્યો હતો.યુનિવર્સિટીમાં પહોંચેલા પોલીસ અધિકારીઓએ ઘટના અંતર્ગત તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

ફાયરિંગની ઘટનાને લઇ ફેલાયો દહેશતનો માહો
વિદ્યર્થી સંઘની ચૂંટણી દરમ્યાન થયેલા ફાયરિંગને કારણે દહેશતનો માહોલ ફેલાયો હતો.કોલેજના પરિસરમાં ઘણા રાઉન્ડ ફાયરિંગ થયું હતું.જેમે લઇને અફરા-અફરીનો માહોલ ફેલાઈ ગયો હતો.આ ફાયરિંગ કરવાનો આરોપ હોસ્ટેલમાં રહેવા વાળા કેટલાક વિધાર્થી ઉપર લાગવવામાં આવ્યો છે.હાલ તો પોલીસ અધિકારીઓ ઘટનાની ઉંડાણ પૂર્વકની તપાસ કરવામાં લાગી ગયા છે.પટના યુનિવર્સિટીમાં સવારે 8 વાગ્યાથી શરૂ થયેલુ મતદાન બપોરે 2 વાગ્યા સુધી ચાલ્યું હતું. દરમ્યાન મતદાનના થોડા સમય પહેલાજ પટના કોલેજના ગેટ પર પાંચથી છ રાઉન્ડ ફાયરિંગ થતાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ફાયરિંગ માટે પટેલ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો હતું.ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં કેટલાક વિદ્યાર્થીઓ ઘાયલ થયા હોવાનું પણ જાણવા મળ્યું છે.

પત્રકારો પર હુમલો, પોલીસે બદમાશોને ભગાવ્યા
પટેલ હોસ્ટેલ અને જેક્સન હોસ્ટેલ વચ્ચે મારામારી અને તકરાર દરમિયાન ફાયરિગ થયું હતું. ઘટનાનું કવરેજ કરવા માટે ગયેલા પત્રકારો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. સ્થાનિક એક અખબારના ફોટોગ્રાફરનો કેમેરો તૂટી ગયો હતો. બબાલને શાંત કરવા માટે પહોંચેલી પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પછી પોલીસે લાઠીચાર્જ કરીને બદમાશોનો કેમ્પર્સ માંથી દૂર કર્યા હતા.

મોડી રાત સુધીમાં પરિણામ આવશે
પટના યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયનની ચૂંટણીમાં કુલ 24,395 વિદ્યાર્થીઓને મતદાન કરવાનો અધિકાર મળ્યો હતો. આમાંથી કેટલા લોકોએ પોતાના વોટનો ઉપયોગ કર્યો તે હવે પછીના થોડા સમયમાં ખબર પડી જશે. પાંચ કેન્દ્રીય પેનલ અને 26 કાઉન્સેલર પદો માટેની ચૂંટણીના પરિણામો મોડી રાત સુધીમાં આવી જશે.

Most Popular

To Top