Gujarat

ભાજપે છેલ્લી બે ટર્મથી ચૂંટણી જીતી વાગરાને ભાજપનો ગઢ બનાવ્યો

ભરૂચ : 151વાગરા વિધાનસભાની કોંગ્રેસમાંથી (Congress) ભાજપમાં (BJP) જોડાયા પછી ભરૂચ જિલ્લાના સહકારી આગેવાન અરુણસિંહ રણાએ 151વાગરા વિધાનસભાની બેઠક છેલ્લી બે ટર્મથી ભાજપનાં ગઢ તરીકે તબદીલ કરી છે. 2,21,768 મતદારો ધરાવતી વાગરા બેઠક પર 1995 થી ભાજપ કોંગ્રેસ વચ્ચે રસાકસી ભરી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષાના રાજકીય સલાહકાર અને ખજાનચી અહેમદ પટેલના સીધા પ્રભાવ હેઠળ કોંગ્રેસનાં ઉમેદવારો ચૂંટણી લડતા આવ્યાં છે.

પહેલીવાર વિધાનસભાની ચૂંટણીના ગોઠવણકાર તરીકે એહમદ પટેલ નથી. એક વર્ષ પહેલાં કોરોના સંક્રમણથી તેમનું નિધન થયું હતું .1962 થી કોંગ્રેસ 9 વાર અને ભાજપ 4 વાર આ બેઠક જીત્યું હતું .2012 અને 2017 ની ચૂંટણીમાં એપીએમસીના ચેરમેન અને ભરૂચ ડિસ્ટ્રીકટ બેંકના ચેરમેન અરુણસિંહ રણા ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી જીત્યા છે અને આ વખતે ફરી મેદાનમાં છે. કોંગ્રેસના ઉમેદવાર તરીકે 2017ની ચૂંટણીમાં 2628 મતની પાતળી સરસાઈથી પરાજિત થયેલા સુલેમાન પટેલને ફરી મેદાને ઉતાર્યા છે. અહીં ત્રીજા પરિબળ તરીકે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જયેન્દ્રસિંહ લક્ષમણસિંહ રાજ પણ ચૂંટણી લડી રહ્યાં છે. આપના ઉમેદવાર કોનો ખેલ બગાડશે એને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. વાગરાની દરિયાઈ પટ્ટી દહેજ સેઝ-૧,૨,જીઆઈસીડી-૧,૨,૩, વિલાયત અને સાયખા મળીને લગભગ ૩૩૦ જેટલી જાયન્ટ કંપની સ્થપાયેલી છે. સમગ્ર વિસ્તાર સમૃદ્ધ છે.ઔદ્યોગિકરણમાં કેટલાક જમીન ગુમાવનારા ખેડૂતોને વળતર સ્વરૂપે મોટી રકમ મળતા આ વિસ્તાર સમૃદ્ધ બન્યો છે.

વાગરા વિધાનસભા બેઠકના આ પ્રશ્નો છે
સ્થાનિકોને રોજગારી
ખારા થઇ રહેલા ભૂગર્ભ
ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા
હવા, પાણી તથા જમીનના પ્રદુષણમાં વધારો

અરૂણસિંહ રણા (ભાજપ)
ભાજપના ઉમેદવાર ૬૪ વર્ષીય અરૂણસિંહ અજીતસિંહ રણા
છેલ્લી બે ટર્મથી ધારાસભ્ય રહ્યા છે. તેઓ ઓલ્ડ એસએસસીનું શિક્ષણ મેળવીને ખેતી અને ડેરીના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેઓ ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકમાં ચેરમેન છે. ભરૂચ જિલ્લાનાં પ્રથમ પંક્તિના સહકારી આગેવાન છે. જૂની પેઢીના રાજકીય અગ્રણી હોવાથી વ્યાપક સંપર્ક સૂત્રો ધરાવે છે.

સુલેમાન પટેલ (કોંગ્રેસ)
કોંગ્રેસના ઉમેદવાર તરીકે સુલેમાન પટેલ વાગરા તાલુકાના જોલવા ગામના ૫૫ વર્ષીય કોંગ્રેસના ઉમેદવાર સુલેમાન મુસાભાઈ પટેલ શૈક્ષણિક ક્ષેત્રે SSC પાસ છે.તેઓ બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. છેલ્લા અઢી દાયકાથી કોંગ્રેસ સાથે સંકળાયેલા છે. 2017ની ચૂંટણી તેઓ 2628 મતની પાતળી સરસાઈથી પરાજિત થયા હતાં. નિરાધાર પરિવાર માટે સહાય અને આરોગ્ય લક્ષી કામગીરી ઉપરાંત સ્થાનિકોને રોજગારી આપવા તેઓ સતત સક્રિય રહ્યાં છે. કોરોના કાળમાં અઢી મહિના કામદારો અને ગરીબો માટે રસોડું ચલાવ્યું હતું. કોંગ્રેસે ફરી તેમને ટિકિટ આપી છે.

જયેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ રાજ (આમ આદમી પાર્ટી)
વાગરા બેઠક આમ આદમી પાર્ટીએ ૪૧ વર્ષીય જયેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ રાજને ટિકિટ આપી છે. તેઓ મૂળ ઝઘડિયા તાલુકાના નાના વાંસણા ગામના વતની છે. ગ્રામ પંચાયત અને દૂધ મંડળીના અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેઓ આમ આદમી પાર્ટી પ્રદેશ કિસાન મોરચાના મંત્રી છે. આપના જિલ્લા ઉપપ્રમુખ, બે વર્ષ આપના પ્રમુખ રહી ચુક્યા છે. શૈક્ષણિક ક્ષેત્રે HSC પાસ સુધીનો અભ્યાસ ધરાવે છે. કર્યો છે. તેઓ ખેતી અને ટ્રાન્સપોર્ટેસનના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

વાગરા બેઠક પર યોજાયેલી ચૂંટણીઓના પરિણામો
ચૂંટણી વર્ષ વિજેતા ઉમેદવાર પક્ષ
2017 અરૂણસિંહ રાણા ભાજપ
2012 અરૂણસિંહ રાણા ભાજપ
2007 ઇકબાલ પટેલ કોંગ્રેસ
2002 રાશીદા ઇકબાલ પટેલ કોંગ્રેસ
1998 ઇકબાલ ઇબ્રાહિમ પટેલ કોંગ્રેસ
1995 વાંસિયા ખુમાનસિંહ ભાજપ
1990 વિક્રમસિંહજી ચૌહાણ ભાજપ
1985 હરિસિંહ મહિડા કોંગ્રેસ
1980 પ્રભાતસિંહજી મકવાણા કોંગ્રેસ(આઇ)
1975 વિજયસિંહજી રાણા કોંગ્રેસ
1972 ફતેસિંહજી પ્રતાપસિંહજી કોંગ્રેસ
1967 એન. એમ. કંસારા કોંગ્રેસ
1962 માનસિંહજી ભાઇસાહેબ કોંગ્રેસ

વાગરા બેઠક પર જ્ઞાતિનું નિર્ણાયક સમીકરણ……..
જ્ઞાતિ – મતદારો
પટેલ -૧૧૦૦૬
રાજપૂત -૧૨૧૨૮
બ્રાહ્મણ -૨૨૨૧
વાણીયા -૪૯૫
જનરલ -૧૭૬૧
વાલ્મિકી- -૧૨૪૨૧
આદિવાસી -૫૪૧૨૪
કોળી પટેલ -૨૮૩૯૨
મુસ્લિમ -૭૭૫૬૧
માછી/ખારવા -૬૬૨૦

ઓબીસી -૧૫૦૩૯

કુલ -૨૨૧૭૬૮

વાગરા વિધાનસભા બેઠકની છેલ્લી 3 ચૂંટણીના પરિણામો
વર્ષ-૨૦૦૭
૧)-ઇકબાલભાઈ પટેલ(કોંગ્રેસ)-૫૦૨૪૭
૨)-મનહરભાઈ ભગવાનભાઈ ગોહિલ(બીજેપી)-૪૫૯૧૭

વર્ષ-૨૦૧૨
૧)-અરૂણસિંહ અજીતસિંહ રણા(બીજેપી)-૬૮૫૧૨
૨)-ઇકબાલ પટેલ(કોંગ્રેસ)-૫૪૧૯૪

વર્ષ-૨૦૧૭
૧)-અરૂણસિંહ અજીતસિંહ રણા(બીજેપી)-૭૨૩૩૧
૨)-પટેલ સુલેમાનભાઈ મુસાભાઈ(કોંગ્રેસ)-૬૯૭૦૩

Most Popular

To Top