ડેડિયાપાડા: ડેડિયાપાડામાં (Dediyapada) ધોરણ-11માં ભણતી વિદ્યાર્થિની (Student) ઉપર થયેલા સામૂહિક દુષ્કર્મની ઘટનામાં પાંચ જેટલા આરોપીને 20 વર્ષની સજાનો (20 Year Punishment) હુકમ કરવામાં આવ્યો હતો.નર્મદા જિલ્લાના એડિ. ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સની કોર્ટમાં ચાલેલા પોક્સો કેસમાં આરોપી,અંકિત ઓગણીસ વર્ષના સતીષ તડવી આકાશ અશોક વસાવા રાહુલકુમાર ઉર્ફે આર.જે.છગન વસાવા,રવિકુમાર ઉર્ફે બુગી અતુલ પટેલ, રાહુલ ઉર્ફે નાનુ જયેશ સોલંકીને ઈ.પી.કો. કલમ ૩૬૩, ૩૭૬(ડી), 376(2)(એન) 506(2), 323 તથા પોક્સો અધિનિયમ કલમ 4,6,17 તથા એટ્રોસિટી એક્ટ શિક્ષાપાત્ર ગુનામાં કેસ ચાલી ગયો હતો.
પોક્સો અધિનિયમની કલમો અને એટ્રોસીટીના ગુનામાં આરોપીઓ તકસીરવાર
અદાલતની કાર્યવાહીમાં સરકારી વકીલ જિતેન્દ્રસિંહ જે.ગોહિલની ધારદાર દલીલો અદાલતે ગ્રાહ્ય રાખી નામદાર એડિ. સેસન્સ જજ એન.એસ.સીદીકીએ તકસીરવાર ઠેરવી ૨૦ વર્ષની કેદની સજા તથા પ્રત્યેક આરોપીને રૂ.૫૦,૦૦૦ ભોગ બનનારને આપવાના દંડની સજા તેમજ દંડ ન ભરે તો વધુ સજાનો હુકમ ફટકાર્યો હતો. તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા વિક્ટિમ કમ્પન્શેશન સ્કીમ અંતર્ગત ભોગ બનનારને રૂ.૭ લાખની કાનૂની સહાય ચૂકવવા આદેશ પણ કર્યો હતો.
ભરૂચમાં છેલબટાઉ યુવકનું કારસ્તાન :યુવતીની કરી જાહેરમાં છેડતી
ભરૂચ,: ભરૂચના એક ગામની તરૂણી તેના મામાના પુત્ર સાથે મેકડોનલ્ડસ પર પાર્સલ લેવા ગઇ હતી.એ વેળા તુલસીધામ વિસ્તારના એક યુવાન અને તેના સાગરિતોએ તેણીની છેડતી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ઉપરાંત એક્ટિવા પર તેમનો પિછો કરી અશ્લિલ હરકતો કરતાં મામલો ગરમાતાં ચારેય છેલબટાઉ યુવાનોએ તરૂણી અને તેના ભાઇ પર હુમલો કરતા આખો બનાવ ભરૂચ પોલીસ ચોપડે નોંધાઈ ચુક્યો છે.
નેશનલ હાઇવે પર મેકડોનાલ્સ સુધી યુવતીનો પીછો કર્યો હતો
તુલસીધામ ખાતે રહેતો ઋષભ વસાવા તેમજ મહાદેવ નગરનો સ્વપ્નિલ તથા અન્ય બે સાગરિતોએ અલગ અલગ એક્ટિવા પર તેમનો પિછો કરવા સાથે ચાલુ ગાડીએ તરૂણીને અશ્લિલ હરકત કરી હેરાન કરતા હતા. જેના પગલે તરૂણીએ તેમજ તેના ભાઇએ તેમને ટોકવા જતાં ચારેય ઉશ્કેરાઇ જઇ તેમને અપશબ્દો ઉચ્ચારી માર માર્યો હતો.