જી-ટવેન્ટી એ વિશ્વના આર્થિક રીતે સંપન્ન વીસ દેશોનું ગ્રુપ અથવા સમૂહ છે. આ વીસના સમૂહમાં ઓગણીસ દેશો ઉપરાંત એક યુરોપીઅન યુનિયનનો સમાવેશ થાય છે. એ રીતે તેમાં વીસ કરતાં વધુ દેશો સામેલ છે. યુરો એરિયાને બાદ કરાય તો ભારત હાલમાં આર્થિક સંપન્નતા અથવા જીડીપીની યાદીમાં પાંચમા ક્રમે છે. આ સમૂહ વિશ્વમાં આર્થિક સ્થિરતા જળવાઇ રહે, નિર્દોષ વિકાસનું પ્રમાણ વધે તે માટે આ દેશો વચ્ચે સંકલનનું કામ કરે છે.
તેની પરિષદો વખતોવખત યોજાતી રહે છે, જેમાં જે તે દેશના વડા, નાણાં મંત્રી અને એ દેશોની રિઝર્વ બેંકોના વડાઓ હાજર રહેતા હોય છે. જો કે દેશોના પ્રમુખો કે વડા પ્રધાનો હાજર રહે તે જરૂરી હોતું નથી પરંતુ એકમેક સાથે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં મેળમિલાપ થાય, રૂબરૂ વાતચીતનો મોકો મળે તે હેતુથી હાજર રહેતા હોય છે. આ જી-20નું એક સભ્ય ઇન્ડોનેશિયા છે અને હવેની પરિષદ તેના બાલી ખાતે આ સોળમી નવેમ્બરથી યોજાઇ રહી છે. દુનિયાનો સાર્વત્રિક વિકાસ થાય તે માટે આ ગ્રુપ સક્રિય રહે છે અને પરસ્પર સાનુકૂળ વિધિવિધાનો અને વ્યવસ્થા ઘડવામાં સંસ્થા તેના ચોવીસ વર્ષના ઇતિહાસમાં ખૂબ અસરકારક પુરવાર થઇ છે.
વર્તમાનમાં વિશ્વ કોરોના, યુક્રેન-રશિયા યુધ્ધ, યુધ્ધના પગલે આર્થિક કટોકટી, તાઇવાન-ચીન વચ્ચે ખેંચતાણ, પર્યાવરણ તેમજ હંમેશની માફક ત્રાસવાદની સમસ્યાઓથી ઘેરાયેલું રહે છે. સૌથી મહત્ત્વનો મુદ્દો યુક્રેન-રશિયા યુધ્ધનો છે. પુતીને પોતાનું અને રશિયાનું મોટા પાયે નુકસાન કર્યું છે અને હજી કરશે. હવે યુક્રેનનું પ્રતિઆક્રમણ બળવાન બની રહ્યું છે. રશિયાએ ખેદાનમેદાન અને ખંડેર બનાવીને કબજે કરેલા ખેરસોન પ્રદેશમાંથી પીછેહઠ કરવી પડી છે તે પુતીન માટે કાળી ટીલી સમાન છે.
વચ્ચે પુતીન ઢીલા પડયા હતા પણ હવે પશ્ચિમના દેશો દ્વારા સજ્જ થયેલું યુક્રેન અને યુક્રેનીઅનો ઢીલું મૂકવાના મુડમાં નથી. જે વખતે પુતીને સમાધાનનો રાગ છેડયો તેના બે ચાર દિવસમાં જ યુક્રેને રશિયાનો એક મહત્ત્વનો બ્રીજ તોડી પાડયો. હવે અમેરિકા, યુરોપ નથી ઇચ્છતા કે રશિયનો બેઠા થઇને ભવિષ્યમાં યુધ્ધ કરવાને લાયક રહે. તેથી તેઓ યુક્રેનને તમામ પ્રકારની મદદ પૂરી પાડી રહ્યા છે. કહે છે કે ચીને પણ આડકતરી રીતે યુક્રેનને મદદ કરી છે જેથી પડોશમાં રશિયા જેવો તાકાતવર દેશ ઊભો ન થઇ શકે. રાજકારણ અને યુધ્ધકારણમાં ખુટલાઇ કરવી તે સદ્ગુણ ગણાય છે.
જી-20ના મુખ્ય યજમાન ઇન્ડોનેશિયાના પ્રમુખ જોકો વિડોડો છે. એ પોલેન્ડથી આખી વાત સપત્નીક ટ્રેનનો પ્રવાસ કરી કીવ જઇને ઝેલેન્સ્કીને રૂબરૂ આમંત્રણો આપી આવ્યા છે. જોકો વિડોડો એક સમજદાર અને પ્રબુધ્ધ રાષ્ટ્રપતિ છે. ઇન્ડોનેશિયાની એકંદર પ્રજા ખૂબ નરમ અને સમજદાર છે. એમણે પુતીનને પણ હાજરી આપવા ખાસ આગ્રહ કર્યો છે. આમંત્રણ આપવા એ મોસ્કો ગયા હતા. અન્ય દેશોમાં પણ ગયા હતા.
જોકો વિડોડો એમના દેશમાં ‘જોકોવી’ તરીકે જાણીતા છે. વીસ નવેમ્બરથી પાંચ દિવસ માટે યોજાનારી આ પરિષદ સફળ રહે તે માટે એમણે ખાસ જહેમત ઉઠાવી છે. એ જયારે પુતીનને આમંત્રણ આપવા ગયા ત્યારે અમુક રાષ્ટ્રોના વડાઓએ અવાજ ઉઠાવ્યો હતો કે પુતીન હાજર રહેશે તો તેઓના દેશો હાજર રહેશે નહીં. પરંતુ જોકોવીના મનમાં આ સંમેલન વખતે જ યુક્રેન-રશિયા યુધ્ધનો અંત આવે તેવી ભાવના સમાયેલી જણાય છે. અમુક નિષ્ણાતોએ અભિપ્રાય વ્યકત કર્યો કે પુતીનના બહિષ્કારથી અથવા તેનો વિરોધ કરવા માટે હાજર રહી રહીને જી-20ના મિશનને પાટા પરથી ઉથલાવી દેવું ના જોઇએ. પુતીન એટલા મહત્ત્વના નથી કે જી-20 પોતાનો ધ્યેય ભૂલી જાય.
જોકોવી એક ગરીબ સુથારના પુત્ર હતા. એ કાવાદાવાની રાજનીતિમાં માનતા નથી. એ ચીનના શી ઝિનપિંગને, જપાન અને દક્ષિણ કોરિયાના પ્રમુખને રૂબરૂ મળીને આમંત્રણ આપી આવ્યા છે. રૂબરૂ જવાનો ઘણો ફાયદો થયો. દુનિયાના સત્તર દેશોના વડાઓ પાસેથી એમણે ખાતરી મેળવી છે કે પરિષદમાં પુતીન હાજર રહેશે તો પણ તેઓ પધારશે. પુતીન અને ઝેલેન્સ્કી બંનેને આમંત્રણ આપવાથી યુરોપના નેતાઓ ઢીલા પડયા. યુરોપીઅન કમિશનના વડા ઉર્સુલા વોન ડેરલેયને સરસ વિધાન કર્યું કે આ યુધ્ધને કારણે જી-ટવેન્ટીને પેરેલાઇન્ટડ (પક્ષાઘાતગ્રસ્ત) થવા ન દેવી જોઇએ. ઇન્ડોનેશિયાનું વલણ રહ્યું છે કે તે કોઇ દેશને નારાજ કરવા માગતું નથી.
તે એક તટસ્થ રાષ્ટ્ર હોવાનો અને કોઇની છાવણીમાં ન હોવા માટેનો ગર્વ અનુભવે છે. પણ આ તટસ્થતા કયારેય ઇન્ડોનેશિયાને નુકસાન પહોંચાડી શકે છે. ઇન્ડોનેશિયા, ભારતની માફક વિકાસને માર્ગે ચડયું છે. ડોલર વધવાની સાથે જે ત્રણ દેશોની કરન્સીનો સૌથી ઓછો માર પડયો તેમાં ઇન્ડોનેશિયા અને ભારતના ચલણનો સમાવેશ થાય છે. જોકોવીએ એક વખત નિરાશા વ્યકત કરતાં કહ્યું હતું કે જી-ટવેન્ટી એ આર્થિક સહકાર માટેનો મંચ છે, પરંતુ તેને કયારેક રાજકીય અખાડામાં ફેરવી નાખવામાં આવે છે. જો કે જીઓપોલિટિકસ અને જીઓઇકોનોમિકસ બંને એક સાથે ગુંથાયેલા હોય છે તેથી તેઓને જૂદા પાડવા મુશ્કેલ છે. આદર્શ સારો છે પણ વાસ્તવિકતામાં શકય નથી. જો રશિયા અને યુક્રેનનું યુધ્ધ બંધ થાય તો તેલ, અનાજ વગેરેનો બેરોકટોક સપ્લાય શરૂ થાય. પરંતુ ચાલુ યુધ્ધે એ પ્રકારનો પ્રેમ વિકસાવવાનું શકય છે ખરું?
અગાઉ યોજાયેલી પરિષદોમાં પણ જી-20 પરિષદમાં રાજકીય મુદ્દાઓ નડયા છે. 2014માં રશિયાએ આક્રમણ કરીને યુક્રેનનો કિમિયા પ્રાંત પોતાનામાં જોડી દીધો હતો. ત્યાર પછીના થોડા સમયમાં બ્રિસ્બેન ખાતે જી-ટવેન્ટીની પરિષદ મળી હતી ત્યારે વિશ્વના કેટલાક સમર્થ નેતાઓએ દ્વિપક્ષીય બેઠકમાં પુતીનની ટીકા કરી હતી અને અનેક નેતાઓએ પુતીનની અવગણના કરી હતી. તેનાથી નારાજ થઇને પુતીન પરિષદ પૂરી થાય તેના એક દિવસ પહેલાં જ મોસ્કો જવા રવાના થઇ ગયા હતા. ત્યાર પછીનાં પાંચ વરસ બાદ જપાનના ઓસાકા ખાતે પરિષદ મળી ત્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એમના સ્વભાવ પ્રમાણે જ વર્ત્યા. ત્યારે એમણે પુતીનની ભૂરી ભૂરી પ્રશંસા કરી.
અમેરિકામાં ઘર આંગણે એ આરોપ જોરશોરથી ચાલી રહ્યો હતો કે હીલેરી કલીન્ટનને હરાવી પુતીનને જીતાડવામાં પુતીનના કુપ્રચાર તંત્રનો અસરકારક ફાળો રહ્યો હતો. 36 જેટલા અમેરિકા ખાતેના રશિયન રાજદૂતોને રાતોરાત ભગાડી દેવાયા હતા. ટ્રમ્પે ઓસાકામાં પુતીનની પ્રશંસા એટલા માટે કરી હતી કે પુતીને રશિયામાં પત્રકારોને સીધા દોર કર્યા હતા. ટ્રમ્પે પોતાના જ મિત્ર દેશો જપાન અને જર્મનીની પણ એ પરિષદમાં ટીકા કરતાં કહ્યું હતું કે તમે તમારાં શસ્ત્રો અને સંરક્ષણ માટે અમેરિકા પર શા માટે આધાર રાખો છો? તમે પોતે કેમ કંઇ વિકસાવતા નથી. ટૂંકમાં અર્થકારણ અને રાજકારણ સાથે જ રહેવાનું. દરેક નેતાઓ રોબોટની માફક એકસમાન રીતે વિચારતા હોતા નથી. એ વખતે પુતીનની મૂછે લીંબુ લટકતા હતા. એના આન, બાન, શાન, મિજાજ અલગ હતાં.
હવે એ સ્થિતિ રહી નથી. ના ગઝનવી મેં વો ખનક રહી, ના ખમ હૈ ઝુલ્ફે- યાર મેં! માશુકાના વાળમાં હવે એ લહેરો નથી રહી. એમણે ઘણું નુકસાન કરી નાખ્યું છે. ઘરઆંગણેના યુધ્ધને કારણે કદાચ એ રૂબરૂ હાજર નહીં રહે, તો પણ ડેલિગેશન મોકલશે અને વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા પોણો કલાક, કલાક હાજર રહેશે. પણ આ પરિષદના નિષ્કર્ષો ખૂબ આવકારદાયક પણ આવી શકે છે. શિ ઝિનપિંગ ઘર આંગણે માર ખાઇને ઢીલા પડયા છે. અમેરિકાનું અને પશ્ચિમનું અર્થતંત્ર પાટા પરથી ખડી ગયું છે એવા અશુભ સમયમાં સમર્થ દેશો કેટલાક શુભ નિર્ણયો લઇને જગતને રાહત આપી શકે છે. ચોવીસ નવેમ્બરે તેની આખરી જાણ થશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.