Columns

ગાળ બોલો, પણ હળવેકથી….

એક ચૂંટણીસભામાં ઉત્તર પ્રદેશના આઝમખાને મંચ પરથી રામપુરના પ્રામાણિક, નિષ્ઠાવાન, મધુરભાષી પણ મજબૂત મન ધરાવતા કલેકટર આંજનેયકુમાર રાયને ગંદી ગાળો આપી. આઝમખાન કહે તે પ્રમાણે ખોટાં કામો કરવા કલેકટર તૈયાર ન હતા. કલેકટરનાં માતાને નામે બેહૂદી ગાળો બોલ્યા. ધમકી પણ આપી કે, ‘આ કલેકટર પાસે, સમય આવ્યે હું મારાં જૂતાં સાફ કરાવીશ’. વીડિયો વાયરલ થયો. ચૂંટણી સંદર્ભમાં અધિકારીને ધમકાવવાનો પણ કેસ મંડાયો. હમણાં આઝમને 3 વરસની જેલની સજા થઇ. સાંસદ તરીકે રાજીનામું આપ્યું હતું અને વિધાનસભ્યપદ પણ ગયું. કદાચ જેલમાં કોઇકના જૂતાં પણ સાફ કરવા પડશે અથવા તો ટોઇલેટ.

ગાળનાં ગણિતો જુદાં અને પરિણામો અલગ અલગ આવે છે. આપણે ગાળ ન લઇએ તો આપનાર પાસે જ એ પડી રહે પણ બોલવા- લખવામાં આવું સારુ લાગે. વાસ્તવિકતા અલગ છે. કોંગ્રેસના મણિશંકર ઐયર સમાજવાદી પાર્ટીના નેતાઓના એક મિલન સમારોહમાં બોલ્યા હતા કે, ‘મુલાયમ સિંહની મા રાત્રે મારા (મણિશંકરના) પિતા સાથે સૂવા આવતી અને તેથી મુલાયમનો ચહેરો મારા ચહેરા જેવો દેખાય છે.’ સમાજવાદી પક્ષના મોટા નેતાઓએ એ વખતે મણિશંકરને પકડીને બરાબર ધોલાઇ કરી હતી. વડા પ્રધાન મોદીને ‘નીચ’ કહ્યા ત્યારે મતદારોએ બીજી વખત આખી કોંગ્રેસની ધોલાઇ કરી.

આવાં આવાં પરિણામો આવે તો પણ ભદ્ર ગણાતાં લોકો અભદ્ર ભાષાનો ઉપયોગ રોકી શકતાં નથી તો સામાન્ય માણસનું શું પૂછવું? આજકાલ જગતભરના લોકો TV ડિબેટમાં, ફિલ્મોમાં, You Tube પર, OTT પ્લેટફોર્મ્સ (ચેનલો) પર એટલી સહજતાથી અને ગૌરવ સાથે ગંદામાં ગંદી ગાળો બોલે છે જેટલી સહજતાથી અગાઉના લોકો ભગવાનનું નામ લેતા હતા. મહિલા પત્રકારો, તંત્રીઓને ઓફિસમાં ગાળો બોલતા સાંભળી છે, તો પુરુષ તંત્રીઓનું શું પૂછવું? તેમાં આ અને બીજા નામી લેખકો પણ આવી જાય. ચન્દ્રકાંત બક્ષી કહેતા કે ગાળ એ પુરુષનો માસિક સ્ત્રાવ છે. મગજનો કચરો બહાર નીકળી જાય.

ગાળ એક મોટો ફોર્સ, મોટી શકિત છે. તેના કયારેક પોઝિટિવ અને કયારેક નેગેટિવ પરિણામો, જેમ મણિશંકરને મળ્યાં તેમ અનેકને મળે છે. દાંતોએ જીભને કહ્યું કે, ‘અમે બત્રીસ મળીને તારું રક્ષણ કરીએ છીએ.’ જવાબમાં જીભે કહ્યું, ‘પણ હું જો વાંકી ચાલી તો તમને તમામને ભંગાવી નાખું.’ ગાળોમાં મોટા યુદ્ધો જગાવવાની તાકાત છે. નાનાં નાનાં તો રોજ લાખો, કરોડોની સંખ્યામાં જીભને કારણે ખેલાતાં રહે છે.

અમેરિકનો બોલે છે એ ગાળો બોલવાની ફેશન છે. ખાસ કરીને ડિસ્ટ્રેસ્ડ (ફાટેલાં) જીન્સ પહેરતી યુવાન પેઢીમાં. વડીલ કે પ્રાધ્યાપકોની હાજરીમાં તેઓ F વર્ડ ઉછાળતા રહે છે. સોફટવેરની સાથે આ અમેરિકન હાર્ડવેર પણ સંસ્કૃતિમાં આવ્યું છે. તેઓના ભાથામાં અન્ય અમેરિકન અને બીજી દેશી ગાળો છે. ભાગેલી, ફેશનેબલ જણાતી યુવતીઓ અને યુવકો સ્ટેન્ડ-અપ કોમેડીમાં ગુપ્તાંગોનો અંગ્રેજીમાં, કયારેક પોતાનાં જ માતાપિતાની જનેન્દ્રિયોનો ઉચ્ચાર કરે અને ઓડિયન્સમાં બેઠેલા 25-50 પણ તાળીઓ પાડે. સુંદર યુવતીઓના મોઢેથી આવા શબ્દો આવે તો વધુ તાળીઓ પડે. જુગુપ્સા એક મોટો રસ છે. ગાળો બોલીને તાળી પડાવો. બાકી તેમાં વિશેષ હાસ્યરસ હોતો નથી. એક જૂની ઘરેડ તોડીને તેઓ બળવાખોરીનો આનંદ મેળવે. છતાં જયારે લખાય ત્યારે ‘F’ અક્ષર લખીને પાછળ બીજી 3 ફૂદડીઓ ગોઠવે. એ ત્રણ ફૂદડીઓ U, C, K નામના 3 અક્ષરોનું પ્રતિનિધિત્વ કરે. તમામ લેખકોએ આ રીત અજમાવી છે. જો ના સમજે વો અનાડી હૈ! પણ આટલી પ્રચુર માત્રામાં F ગાળનો ઉપયોગ કરો છો તો પછી આખી લખવામાં શો વાંધો છે?

વાંધો છે ભાઇ? ભલે સંખ્યા ઘટી છતાં સમાજનો એક મોટો વર્ગ માને છે કે ગંદી, અભદ્ર ભાષાનો ઉપયોગ થવો ન જોઇએ. કાંકરીના માર્યા કદી ન મરીએ, મેણાંનાં માર્યા મરીએ. અમુક લોકોને આવા ગંદા શબ્દો એટલા અસર કરી જાય છે કે  ન થવાનું થઇ જાય. એક તરફ ગાળોનો વપરાશ દુનિયાની તમામ પ્રજામાં વધ્યો છે. બીજી તરફ સૌમ્યતાથી વાતની રજૂઆત કરવાને મહત્ત્વ અપાય છે. ડિપ્લોમસી શિખવતા નિષ્ણાતો વધ્યા છે.

ગાળો બોલવાની માનવીની પ્રકૃતિ અને સ્વભાવ વિષે વૈજ્ઞાનિક સંશોધનો થયાં છે. સમાજ, ઉછેર, શિક્ષણ અને માનવીનો શારીરિક સ્વભાવ જેવાં અનેક પરિબળો તેમાં કામ કરે. તત્ક્ષણની સ્થિતિ ભાગ ભજવે. માણસને અમુક રીતે અચાનક ટેન્શનમાં મૂકો, ડેસ્પરેટ બનાવો તો એ ગાળ બોલે જ. સામે બોસ હોય તો નહીં બોલે, પિતા હોય તો નહીં બોલે પણ અસહ્ય બને તો એ મર્યાદા પણ તૂટી જાય.

સંશોધનો કહે છે કે ગાળ બોલવી એ ઊંચી બુદ્ધિમત્તાની નિશાની છે પણ આ હંમેશાં સાચું જણાતું નથી. ગુજરાતની એક ખાસ નહીં ભણેલી જાતિના લોકો એની ગાળો માટે પ્રખ્યાત છે અને એક બીજી ખૂબ સમૃધ્ધ, ખૂબ શિક્ષિત કોમ પણ ઘરમાં બેફામ ગાળો બોલે. છતાં સંશોધનોનો અલગોરિધમ કહે છે તે પ્રમાણે બુધ્ધિશાળી લોકો વધુ ગાળો આપે છે. એક જ પ્રકારની ગાળ કોણ ઉચ્ચારે છે તેના પર તેની ગંભીરતા અવલંબે છે. બાપ દીકરાને આપે ત્યારે તેમાં બાપની દીકરા માટેની ચિંતાની ઝલક હોય. દુશ્મનને આપે ત્યારે ખુન્નસ ઝળકે. સભ્ય સમાજ માને છે કે ગાળ બોલનાર બુધ્ધિહીનતા, કુસંસ્કાર અને અશિક્ષણનું પ્રદર્શન કરે છે. મૂળ સુરતીઓને જઇને તમે આ કહો તો જવાબમાં ગાળ જ મળે. માત્ર તેઓ બોલે પણ માયાળુ અને સંસ્કારી ઘણા. સભ્ય સમાજ પૂછે છે કે જયારે શબ્દકોષોના હજારો, લાખો શબ્દો વડે સરસ રીતે વાતચીત થઇ શકતી હોય તો ગાળો બોલવાની શી જરૂર?

કુદરતી રીતે થોડી ઘણી જરૂર છે. અમુક ફાયદા છે. અમુક નિષ્ણાતોએ ગાલી-પ્રહાર બાબતે 40-40 વરસ સંશોધનો કર્યાં છે. તેમના મતે જે લોકો વધુ ને વધુ શબ્દો વડે વાચાળ હોય તેઓ વધુ ગાળો બોલે. જેઓ વધુ શબ્દો બોલતા કે જાણતા નથી તેઓ ઓછી ગાળો બોલે. આ એક કળા છે જેમાં સમય અનુરૂપ શબ્દપ્રયોગ કરવાનો હોય છે. બુધ્ધિજીવીઓને તે વધુ ફાવે. અનેક સંશોધનોમાં એ જણાયું છે કે ગાળો બોલનારાઓ, મધુર વાણી બોલતાં સજજનો કરતાં વધુ પ્રામાણિક અને નિખાલસ હોય છે. આપસી સંબંધોમાં તેઓ ઓછું જૂઠું બોલે છે પણ દરેક ગાળ બોલનાર માટે આ સાચું નથી.

ગુંડાઓ પણ ગાળો જ બોલતા હોય. બીજો ફાયદો; આપણા શરીરને, આપણી કે બીજાની ભૂલથી, કોઇ ઇજા, પીડા થાય ત્યારે ગાળો ઉચ્ચારવાથી દર્દ સહન કરવાની શકિત વધે છે. ઘણાને કંઇક વાગી જાય એટલે મોંમાંથી આપોઆપ ગાળ નીકળી જાય. પછી ભલે સાંભળનાર લોઢું કે પથ્થર હોય. ગાળ બોલીને શારીરિક ઊર્જા વધે. ઊંચા ઢાળ પર સાઈકલ ચડાવવાની હોય ત્યારે ગાળ ઉચ્ચારીને પેડલ મારવાથી શરીરમાં તાકાત આવે અને ઢાળ ચડી જવાય. વધુ વજન ઊંચકી શકાય. કોઇની સામે લડી શકાય. પ્રયોગોમાં જણાયું કે આકસ્મિક રીતે ગાળ બોલીને લીંબુ હાથ વડે નીચોવાય તો વધુ સારી રીતે નીચોવી શકાય. એક જૂથને બરફના ખૂબ ઠંડા પાણીમાં હાથ રાખવા જણાવાયું.

અમુક સભ્યોને ગાળો બોલવાનું અને અમુક સભ્યોને બેઅસર, નિર્દોષ શબ્દો બોલવાનું જણાવાયું. જેઓ ગાળો બોલતા હતા તેઓ બીજા જૂથ કરતાં વધુ સમય સુધી બરફના પાણીમાં હાથ રાખી શકયા હતા. પણ બીજી વાર કે ત્રીજી વાર ગાળો બોલીને સાઈકલને ચડાવવાનું અગાઉથી નકકી કરવામાં આવે ત્યારે શરીરમાં નવી તાકાત પેદા થતી નથી. ગાળ માત્ર આકસ્મિક તાકાત જ આપે છે. એને વીજળીના લેમ્પની જેમ on-off કરી શકાતી નથી. તેનાથી કાર્યાલયમાં ધાર્યું કામ કરાવી શકાય. ગુસ્સો, જુસ્સો, નારાજગી અને કામની ગંભીરતા સમજાવી શકાય. પ્રાણીઓમાં પણ આ વૃત્તિ હોય છે. પણ તે બેધારી તલવાર છે. વિવેક સાથે ઉપયોગ કરવો પડે પણ વિવેકબુદ્ધિ સાથે ગાળ કેમ બોલવી?

ગાળો બોલવા વિષે અલગ અલગ 100થી વધુ સંશોધનો અનેક વરસોમાં થયાં છે. તે તમામનો નિષ્કર્ષ અથવા સાર કાઢતું સંશોધન પણ હમણાં હાથ ધરાયું હતું. તે મુજબ ગાળ આપનાર અને ખાનારના શરીર પર તે ઊંડી સર્જનાત્મક અને વિનાશાત્મક બંને અસર કરે છે. એટલે હું ગાળ ન લઉં તો? એમ કહેનાર પણ તે અસરથી સાવ મુકત તો રહેતો નથી. આપવા – બોલવાથી લાગણીઓનો જથ્થો મુકત થઇ જાય, જેને અંગ્રેજીમાં કેથાર્સિસ કહે છે. હાશ… ફલાણા (ગાળ)ને જે કહેવું હતું તે કહી દીધું. પરંતુ એ વખતે બોલનારને પસીનો વળી જાય છે અને હૃદયના ધબકારા વધી જાય છે. કોઇ સાચો માણસ ધ્રૂજવા પણ માંડે. વધુ બોલે ત્યારે જીભના લોચા વળવા માંડે.

ન્યૂરોસાયન્ટીફિક સંશોધનોમાં એ જણાયું છે કે મગજના જે વિભાગ દ્વારા રોજબરોજની ભાષાનું જયાંથી સંચાલન થાય છે તે વિભાગમાંથી ગાળો નીકળતી નથી પણ મગજના કોઇ જુદા પ્રદેશમાંથી નીકળે છે. એ વિભાગ લાગણીઓ સાથે જોડાયેલો છે ત્યારે અમુક સમયે માણસ ઇચ્છતો ન હોય તો પણ ગાળ બોલી નાખે છે. ગાળ બોલવાની ઇચ્છાને તે દબાવી શકતો નથી. તેમાંય ગાળ બોલવાને સહજતાથી લેનારા સમાજમાં એ વિભાગ પણ વધુ મજબૂત બનતો હશે. ઘણા લોકોને અકસ્માતમાં મગજ પર એવી જગ્યાએ માર વાગે છે કે તેઓ બરાબર બોલવાની, વાત કરવાની ક્ષમતા ગુમાવી બેસે છે પણ એ જ માણસે ગાળો બોલવાની હોય તો અસ્ખલિત, ફલુઅન્ટલી બોલી શકે છે.

તે બતાવે છે કે મગજમાં ભાષા અને ગાળોનું પ્રોસેસ કરતા અલગ અલગ વિભાગો છે. મિત્રો એકમેકને ગાળો આપે ત્યારે હસવાનો ઇરાદો હોય છે પણ કવિ કૈલાસ પંડિત અજાણ્યાને પણ મિત્ર ગણી, ખાસ કરીને વધુ પીધા બાદ પેલા સાથે અસહ્ય ભાષામાં વાત કરે ત્યારે એમણે ‘માની લીધેલા મિત્ર’ એ એમને ગાળ આપીને મર્યાદામાં રહેવાની તાકીદ કરવી પડી હતી. શરીર પર જે અસરો પડે, માર ખાવાનો વારો આવે. બીજા ફાયદા થાય તો પણ વારંવાર ગાળો ઓકતા રહેતા માણસને લોકો સારો ગણતા નથી તે પણ એક સાદું ગણિત છે.

એક ચૂંટણીસભામાં ઉત્તર પ્રદેશના આઝમખાને મંચ પરથી રામપુરના પ્રામાણિક, નિષ્ઠાવાન, મધુરભાષી પણ મજબૂત મન ધરાવતા કલેકટર આંજનેયકુમાર રાયને ગંદી ગાળો આપી. આઝમખાન કહે તે પ્રમાણે ખોટાં કામો કરવા કલેકટર તૈયાર ન હતા. કલેકટરનાં માતાને નામે બેહૂદી ગાળો બોલ્યા. ધમકી પણ આપી કે, ‘આ કલેકટર પાસે, સમય આવ્યે હું મારાં જૂતાં સાફ કરાવીશ’. વીડિયો વાયરલ થયો. ચૂંટણી સંદર્ભમાં અધિકારીને ધમકાવવાનો પણ કેસ મંડાયો. હમણાં આઝમને 3 વરસની જેલની સજા થઇ. સાંસદ તરીકે રાજીનામું આપ્યું હતું અને વિધાનસભ્યપદ પણ ગયું. કદાચ જેલમાં કોઇકના જૂતાં પણ સાફ કરવા પડશે અથવા તો ટોઇલેટ.

ગાળનાં ગણિતો જુદાં અને પરિણામો અલગ અલગ આવે છે. આપણે ગાળ ન લઇએ તો આપનાર પાસે જ એ પડી રહે પણ બોલવા- લખવામાં આવું સારુ લાગે. વાસ્તવિકતા અલગ છે. કોંગ્રેસના મણિશંકર ઐયર સમાજવાદી પાર્ટીના નેતાઓના એક મિલન સમારોહમાં બોલ્યા હતા કે, ‘મુલાયમ સિંહની મા રાત્રે મારા (મણિશંકરના) પિતા સાથે સૂવા આવતી અને તેથી મુલાયમનો ચહેરો મારા ચહેરા જેવો દેખાય છે.’ સમાજવાદી પક્ષના મોટા નેતાઓએ એ વખતે મણિશંકરને પકડીને બરાબર ધોલાઇ કરી હતી. વડા પ્રધાન મોદીને ‘નીચ’ કહ્યા ત્યારે મતદારોએ બીજી વખત આખી કોંગ્રેસની ધોલાઇ કરી.

આવાં આવાં પરિણામો આવે તો પણ ભદ્ર ગણાતાં લોકો અભદ્ર ભાષાનો ઉપયોગ રોકી શકતાં નથી તો સામાન્ય માણસનું શું પૂછવું? આજકાલ જગતભરના લોકો TV ડિબેટમાં, ફિલ્મોમાં, You Tube પર, OTT પ્લેટફોર્મ્સ (ચેનલો) પર એટલી સહજતાથી અને ગૌરવ સાથે ગંદામાં ગંદી ગાળો બોલે છે જેટલી સહજતાથી અગાઉના લોકો ભગવાનનું નામ લેતા હતા. મહિલા પત્રકારો, તંત્રીઓને ઓફિસમાં ગાળો બોલતા સાંભળી છે, તો પુરુષ તંત્રીઓનું શું પૂછવું? તેમાં આ અને બીજા નામી લેખકો પણ આવી જાય. ચન્દ્રકાંત બક્ષી કહેતા કે ગાળ એ પુરુષનો માસિક સ્ત્રાવ છે. મગજનો કચરો બહાર નીકળી જાય.

ગાળ એક મોટો ફોર્સ, મોટી શકિત છે. તેના કયારેક પોઝિટિવ અને કયારેક નેગેટિવ પરિણામો, જેમ મણિશંકરને મળ્યાં તેમ અનેકને મળે છે. દાંતોએ જીભને કહ્યું કે, ‘અમે બત્રીસ મળીને તારું રક્ષણ કરીએ છીએ.’ જવાબમાં જીભે કહ્યું, ‘પણ હું જો વાંકી ચાલી તો તમને તમામને ભંગાવી નાખું.’ ગાળોમાં મોટા યુદ્ધો જગાવવાની તાકાત છે. નાનાં નાનાં તો રોજ લાખો, કરોડોની સંખ્યામાં જીભને કારણે ખેલાતાં રહે છે.

અમેરિકનો બોલે છે એ ગાળો બોલવાની ફેશન છે. ખાસ કરીને ડિસ્ટ્રેસ્ડ (ફાટેલાં) જીન્સ પહેરતી યુવાન પેઢીમાં. વડીલ કે પ્રાધ્યાપકોની હાજરીમાં તેઓ F વર્ડ ઉછાળતા રહે છે. સોફટવેરની સાથે આ અમેરિકન હાર્ડવેર પણ સંસ્કૃતિમાં આવ્યું છે. તેઓના ભાથામાં અન્ય અમેરિકન અને બીજી દેશી ગાળો છે. ભાગેલી, ફેશનેબલ જણાતી યુવતીઓ અને યુવકો સ્ટેન્ડ-અપ કોમેડીમાં ગુપ્તાંગોનો અંગ્રેજીમાં, કયારેક પોતાનાં જ માતાપિતાની જનેન્દ્રિયોનો ઉચ્ચાર કરે અને ઓડિયન્સમાં બેઠેલા 25-50 પણ તાળીઓ પાડે.

સુંદર યુવતીઓના મોઢેથી આવા શબ્દો આવે તો વધુ તાળીઓ પડે. જુગુપ્સા એક મોટો રસ છે. ગાળો બોલીને તાળી પડાવો. બાકી તેમાં વિશેષ હાસ્યરસ હોતો નથી. એક જૂની ઘરેડ તોડીને તેઓ બળવાખોરીનો આનંદ મેળવે. છતાં જયારે લખાય ત્યારે ‘F’ અક્ષર લખીને પાછળ બીજી 3 ફૂદડીઓ ગોઠવે. એ ત્રણ ફૂદડીઓ U, C, K નામના 3 અક્ષરોનું પ્રતિનિધિત્વ કરે. તમામ લેખકોએ આ રીત અજમાવી છે. જો ના સમજે વો અનાડી હૈ! પણ આટલી પ્રચુર માત્રામાં F ગાળનો ઉપયોગ કરો છો તો પછી આખી લખવામાં શો વાંધો છે?

વાંધો છે ભાઇ? ભલે સંખ્યા ઘટી છતાં સમાજનો એક મોટો વર્ગ માને છે કે ગંદી, અભદ્ર ભાષાનો ઉપયોગ થવો ન જોઇએ. કાંકરીના માર્યા કદી ન મરીએ, મેણાંનાં માર્યા મરીએ. અમુક લોકોને આવા ગંદા શબ્દો એટલા અસર કરી જાય છે કે  ન થવાનું થઇ જાય. એક તરફ ગાળોનો વપરાશ દુનિયાની તમામ પ્રજામાં વધ્યો છે. બીજી તરફ સૌમ્યતાથી વાતની રજૂઆત કરવાને મહત્ત્વ અપાય છે. ડિપ્લોમસી શિખવતા નિષ્ણાતો વધ્યા છે.

ગાળો બોલવાની માનવીની પ્રકૃતિ અને સ્વભાવ વિષે વૈજ્ઞાનિક સંશોધનો થયાં છે. સમાજ, ઉછેર, શિક્ષણ અને માનવીનો શારીરિક સ્વભાવ જેવાં અનેક પરિબળો તેમાં કામ કરે. તત્ક્ષણની સ્થિતિ ભાગ ભજવે. માણસને અમુક રીતે અચાનક ટેન્શનમાં મૂકો, ડેસ્પરેટ બનાવો તો એ ગાળ બોલે જ. સામે બોસ હોય તો નહીં બોલે, પિતા હોય તો નહીં બોલે પણ અસહ્ય બને તો એ મર્યાદા પણ તૂટી જાય.

સંશોધનો કહે છે કે ગાળ બોલવી એ ઊંચી બુદ્ધિમત્તાની નિશાની છે પણ આ હંમેશાં સાચું જણાતું નથી. ગુજરાતની એક ખાસ નહીં ભણેલી જાતિના લોકો એની ગાળો માટે પ્રખ્યાત છે અને એક બીજી ખૂબ સમૃધ્ધ, ખૂબ શિક્ષિત કોમ પણ ઘરમાં બેફામ ગાળો બોલે. છતાં સંશોધનોનો અલગોરિધમ કહે છે તે પ્રમાણે બુધ્ધિશાળી લોકો વધુ ગાળો આપે છે. એક જ પ્રકારની ગાળ કોણ ઉચ્ચારે છે તેના પર તેની ગંભીરતા અવલંબે છે. બાપ દીકરાને આપે ત્યારે તેમાં બાપની દીકરા માટેની ચિંતાની ઝલક હોય. દુશ્મનને આપે ત્યારે ખુન્નસ ઝળકે. સભ્ય સમાજ માને છે કે ગાળ બોલનાર બુધ્ધિહીનતા, કુસંસ્કાર અને અશિક્ષણનું પ્રદર્શન કરે છે. મૂળ સુરતીઓને જઇને તમે આ કહો તો જવાબમાં ગાળ જ મળે. માત્ર તેઓ બોલે પણ માયાળુ અને સંસ્કારી ઘણા. સભ્ય સમાજ પૂછે છે કે જયારે શબ્દકોષોના હજારો, લાખો શબ્દો વડે સરસ રીતે વાતચીત થઇ શકતી હોય તો ગાળો બોલવાની શી જરૂર?

કુદરતી રીતે થોડી ઘણી જરૂર છે. અમુક ફાયદા છે. અમુક નિષ્ણાતોએ ગાલી-પ્રહાર બાબતે 40-40 વરસ સંશોધનો કર્યાં છે. તેમના મતે જે લોકો વધુ ને વધુ શબ્દો વડે વાચાળ હોય તેઓ વધુ ગાળો બોલે. જેઓ વધુ શબ્દો બોલતા કે જાણતા નથી તેઓ ઓછી ગાળો બોલે. આ એક કળા છે જેમાં સમય અનુરૂપ શબ્દપ્રયોગ કરવાનો હોય છે. બુધ્ધિજીવીઓને તે વધુ ફાવે. અનેક સંશોધનોમાં એ જણાયું છે કે ગાળો બોલનારાઓ, મધુર વાણી બોલતાં સજજનો કરતાં વધુ પ્રામાણિક અને નિખાલસ હોય છે.

આપસી સંબંધોમાં તેઓ ઓછું જૂઠું બોલે છે પણ દરેક ગાળ બોલનાર માટે આ સાચું નથી. ગુંડાઓ પણ ગાળો જ બોલતા હોય. બીજો ફાયદો; આપણા શરીરને, આપણી કે બીજાની ભૂલથી, કોઇ ઇજા, પીડા થાય ત્યારે ગાળો ઉચ્ચારવાથી દર્દ સહન કરવાની શકિત વધે છે. ઘણાને કંઇક વાગી જાય એટલે મોંમાંથી આપોઆપ ગાળ નીકળી જાય. પછી ભલે સાંભળનાર લોઢું કે પથ્થર હોય. ગાળ બોલીને શારીરિક ઊર્જા વધે. ઊંચા ઢાળ પર સાઈકલ ચડાવવાની હોય ત્યારે ગાળ ઉચ્ચારીને પેડલ મારવાથી શરીરમાં તાકાત આવે અને ઢાળ ચડી જવાય. વધુ વજન ઊંચકી શકાય. કોઇની સામે લડી શકાય. પ્રયોગોમાં જણાયું કે આકસ્મિક રીતે ગાળ બોલીને લીંબુ હાથ વડે નીચોવાય તો વધુ સારી રીતે નીચોવી શકાય.

એક જૂથને બરફના ખૂબ ઠંડા પાણીમાં હાથ રાખવા જણાવાયું. અમુક સભ્યોને ગાળો બોલવાનું અને અમુક સભ્યોને બેઅસર, નિર્દોષ શબ્દો બોલવાનું જણાવાયું. જેઓ ગાળો બોલતા હતા તેઓ બીજા જૂથ કરતાં વધુ સમય સુધી બરફના પાણીમાં હાથ રાખી શકયા હતા. પણ બીજી વાર કે ત્રીજી વાર ગાળો બોલીને સાઈકલને ચડાવવાનું અગાઉથી નકકી કરવામાં આવે ત્યારે શરીરમાં નવી તાકાત પેદા થતી નથી. ગાળ માત્ર આકસ્મિક તાકાત જ આપે છે. એને વીજળીના લેમ્પની જેમ on-off કરી શકાતી નથી. તેનાથી કાર્યાલયમાં ધાર્યું કામ કરાવી શકાય. ગુસ્સો, જુસ્સો, નારાજગી અને કામની ગંભીરતા સમજાવી શકાય. પ્રાણીઓમાં પણ આ વૃત્તિ હોય છે. પણ તે બેધારી તલવાર છે. વિવેક સાથે ઉપયોગ કરવો પડે પણ વિવેકબુદ્ધિ સાથે ગાળ કેમ બોલવી?

ગાળો બોલવા વિષે અલગ અલગ 100થી વધુ સંશોધનો અનેક વરસોમાં થયાં છે. તે તમામનો નિષ્કર્ષ અથવા સાર કાઢતું સંશોધન પણ હમણાં હાથ ધરાયું હતું. તે મુજબ ગાળ આપનાર અને ખાનારના શરીર પર તે ઊંડી સર્જનાત્મક અને વિનાશાત્મક બંને અસર કરે છે. એટલે હું ગાળ ન લઉં તો? એમ કહેનાર પણ તે અસરથી સાવ મુકત તો રહેતો નથી. આપવા – બોલવાથી લાગણીઓનો જથ્થો મુકત થઇ જાય, જેને અંગ્રેજીમાં કેથાર્સિસ કહે છે. હાશ… ફલાણા (ગાળ)ને જે કહેવું હતું તે કહી દીધું. પરંતુ એ વખતે બોલનારને પસીનો વળી જાય છે અને હૃદયના ધબકારા વધી જાય છે. કોઇ સાચો માણસ ધ્રૂજવા પણ માંડે. વધુ બોલે ત્યારે જીભના લોચા વળવા માંડે.

ન્યૂરોસાયન્ટીફિક સંશોધનોમાં એ જણાયું છે કે મગજના જે વિભાગ દ્વારા રોજબરોજની ભાષાનું જયાંથી સંચાલન થાય છે તે વિભાગમાંથી ગાળો નીકળતી નથી પણ મગજના કોઇ જુદા પ્રદેશમાંથી નીકળે છે. એ વિભાગ લાગણીઓ સાથે જોડાયેલો છે ત્યારે અમુક સમયે માણસ ઇચ્છતો ન હોય તો પણ ગાળ બોલી નાખે છે. ગાળ બોલવાની ઇચ્છાને તે દબાવી શકતો નથી. તેમાંય ગાળ બોલવાને સહજતાથી લેનારા સમાજમાં એ વિભાગ પણ વધુ મજબૂત બનતો હશે. ઘણા લોકોને અકસ્માતમાં મગજ પર એવી જગ્યાએ માર વાગે છે કે તેઓ બરાબર બોલવાની, વાત કરવાની ક્ષમતા ગુમાવી બેસે છે પણ એ જ માણસે ગાળો બોલવાની હોય તો અસ્ખલિત, ફલુઅન્ટલી બોલી શકે છે.

તે બતાવે છે કે મગજમાં ભાષા અને ગાળોનું પ્રોસેસ કરતા અલગ અલગ વિભાગો છે. મિત્રો એકમેકને ગાળો આપે ત્યારે હસવાનો ઇરાદો હોય છે પણ કવિ કૈલાસ પંડિત અજાણ્યાને પણ મિત્ર ગણી, ખાસ કરીને વધુ પીધા બાદ પેલા સાથે અસહ્ય ભાષામાં વાત કરે ત્યારે એમણે ‘માની લીધેલા મિત્ર’ એ એમને ગાળ આપીને મર્યાદામાં રહેવાની તાકીદ કરવી પડી હતી. શરીર પર જે અસરો પડે, માર ખાવાનો વારો આવે. બીજા ફાયદા થાય તો પણ વારંવાર ગાળો ઓકતા રહેતા માણસને લોકો સારો ગણતા નથી તે પણ એક સાદું ગણિત છે.

Most Popular

To Top