સિડની : શ્રીલંકાની (Sri Lanka) ક્રિકેટ ટીમ (Cricket Team) સુપર-12ની છેલ્લી મેચ ઈંગ્લેન્ડ સામે હારીને ટી-20 વર્લ્ડ કપમાંથી બહાર થયા પછી ટીમ માટે વધુ એક ખરાબ સમાચાર (Bad News) આવ્યા છે. અહેવાલો અનુસાર શ્રીલંકાના ક્રિકેટર (Cricketer) દાનુષ્કા ગુણાતિલકાની (Danushka Gunatilka) ઇંગ્લેન્ડ સામેની મેચ બાદ સિડનીમાં બળાત્કારના (Rape) આરોપસર ધરપકડ કરવામાં આવી છે. સિડનીમાં ઇંગ્લેન્ડ સામે શ્રીલંકા રમ્યું ત્યારે ગુણાતિલકા ટીમ સાથે હતો હતો અને મેચ પછી તેની ધરપકડ કરવામાં આવી હતી. શ્રીલંકા ક્રિકેટ સૂત્રોના જણાવ્યા અનુસાર, એક મહિલાની ફરિયાદના આધારે ગણાતિલકાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે પુષ્ટિ કરી હતી કે 31 વર્ષીય ક્રિકેટરની ગયા અઠવાડિયે સિડનીની પૂર્વ સસેક્સ સ્ટ્રીટની એક હોટલમાં રવિવારે સવારે 1 વાગ્યે એક કથિત ઘટનાના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી.
ગુણાતિલકાની સિડની હોટલમાંથી રાત્રે 1 વાગ્યે જ ધરપકડ થઇ
મહિલાએ દાનુષ્કા ગુણાતિલકા પર 2 નવેમ્બરે રેપનો આરોપ મૂક્યો હતો, તે પછી સિડની પોલીસે શ્રીલંકાની ક્રિકેટ ટીમ સ્વદેશ રવાના થાય તે પહેલા 31 વર્ષીય ગુણાતિલકાની ગત મોડી રાત્રે 1.00 વાગ્યે ધરપકડ કરીને સિડની સિટી પોલીસ સ્ટેશન લઈ ગઇ હતી. શ્રીલંકન ક્રિકેટ ટીમ આજે 6 નવેમ્બરે ઓસ્ટ્રેલિયન સમય અનુસાર વહેલી સવારે 6.00 વાગ્યે સ્વદેશ આવવા માટે એરપોર્ટ પહોંચી હતી.29 વર્ષીય મહિલાએ આરોપ લગાવ્યો છે કે રોસ બે સ્થિતિ મારા ઘરમાં ગુણાતિલકાએ મારું જાતીય શોષણ કર્યું હતું. ઓસ્ટ્રેલિયન મીડિયા અનુસાર, પોલીસનો આરોપ છે કે મહિલાએ ઓનલાઈન ડેટિંગ એપ દ્વારા ઘણા દિવસો સુધી ગણાતિલરકા સાથે ચેટ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, બંને બુધવારે મળ્યા હતા. તે પછી શ્રીલંકાના બેટ્સમેને મહિલાનું યૌન શોષણ કર્યું હતું.
શ્રીલંકન સરકારનો શ્રીલંકા ક્રિકેટને તાત્કાલિક તપાસ કરવા આદેશ
દાનુષ્કા ગુણાતિલકાની ધરપકડ મામલે શ્રીલંકન સરકારે શ્રીલંકન ક્રિકેટને તાત્કાલિક તપાસ કરવાનો આદેશ કર્યો છે. જેશના ટોચના બ્યુરોક્રેટ અને રમતમંત્રી અમલ હર્શા ડિ સિલ્વાએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અમે શ્રીલંકન ક્રિકેટ (એસએલસી)ને તાત્કાલિક તપાસ કરીને આ મામલે રિપોર્ટ સબમીટ કરવા કહ્યું છે.
શ્રીલંકાની ક્રિકેટ ટીમ ગુણાતિલકા વગર સ્વદેશ પરત ફરી
શ્રીલંકાની ટીમ નિર્ધારિત કાર્યક્રમ મુજબ આજે સવારે કોલંબો જવા રવાના થઈ હતી. ગુણાતિલકા ટીમ સાથે પરત ફર્યો નથી. ગુણાતિલકા ટી-20 વર્લ્ડકપમાં નામિબિયા સામેની મેચ રમ્યો હતો. પરંતુ તે પચી ઈજાના કારણે તે બીજી કોઇ મેચ રમી શક્યો નહોતો અને ટીમમાં તેના સ્થાને એશેન બંદરાને સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ આ પછી પણ તે ટીમ સાથે ઓસ્ટ્રેલિયામાં જ રહ્યો હતો.