ભરૂચ : ભરૂચ જિલ્લામાં (Bharuch) બેસતું વર્ષ (New Year) ચાર પરિવારો માટે ગોઝારું સાબિત થયું હતું. કાર વૃક્ષ સાથે ભટકાવાના બનાવમાં તથા બાઇક (Bike) અને એસટી બસ (Bus) વચ્ચેના અકસ્માતમાં (Accident) 4 યુવાનોના મોત જ્યારે બે લોકોને ઇજાઓ પહોંચી હતી.ભરૂચના મનુબર ગામે રહેતા આકિલ ફારૂક ભુતા ટંકારિયાના મિત્ર યાહ્યા યાસીન પટેલ સાથે બાઇક ઉપર જઈ રહ્યા હતાં. ટંકારિયા સર્વિસ સ્ટેશનથી નહેર તરફ જવાના માર્ગે બંને મિત્રો બાઇક નંબર જીજે 16 સીજી 4651 ઉપર આગળ વધી રહ્યાં હતાં. ત્યારે સામેથી આવી રહેલી એસટી બસ નંબર જીજે-18-ઝેડ-1428 સાથે ભયજનક વળાંક ઉપર અકસ્માત સર્જાયો હતો. જેમાં યાહ્યાનું સ્થળ પર જ જ્યારે આકિલનું સારવાર વેળા મોત નિપજતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પાલેજ પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
- ભરૂચના ટંકારિયા રોડ ટર્નિંગ ઉપર બાઇક-બસ વચ્ચે અકસ્માત સર્જાયો
- વરઘોડો માણી પરત ફરતા કાર રોંગસાઈડમાં ડિવાઈડરમાં ભટકાઈ
સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોંગડાઈડ ઉપર વૃક્ષમાં ભટકાઈ
અકસ્માતની બીજી ઘટનામાં નેત્રંગ ભાઠા કંપની ખાતે રહેતા 19 વર્ષીય અજય દિપક વસાવા તેની ઈન્ડિગો કાર લઈ ફોકડી ગામે વરઘોડો જોવા નીકળ્યો હતો. યુવાન સાથે કારમાં 19 વર્ષીય રાધિકાબેન સવીલાલ વસાવા, વિશાલ દિપક વસાવા અને પ્રિયંકા સવિલાલ વસાવા સાથે ગયા હતા. મેળો માણી ચારેય યુવાનો ઘરે પરત ફરી રહ્યા હતા. વાડીથી નેત્રંગ તરફ આવતી વેળા અજયે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોંગડાઈડ ઉપર વૃક્ષમાં ભટકાઈ હતી. જેમાં અજય અને રાધિકાનું મોત થયું હતું. જ્યારે અન્ય બે ને ઇજા પોહચી હતી. ઇજાગ્રસ્તોને સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે અંકલેશ્વર ખસેડવામાં આવ્યા હતા. ચારેય પરિવારો માટે નુતનવર્ષનો સપરનો દિવસ ઘેરા સંતાપ અને શોકમાં તબદીલ થઈ ગયો.