ગાંધીનગર : ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર (Gandhinagar) નજીક આવેલા જૈન તીર્થ ખાતે આજે ધંટાકર્ણવીરની પ્રક્ષાલ વિધી યોજાઈ હતી. આ પૂજન દરમ્યાન ઘંટાકર્ણવીરના જમણા અંગૂઠે કેસર પૂજા કરવામાં આવે છે. સવારે ૧૨.૩૯ વાગ્યે વિજય મુહૂર્તમાં આ પૂજા – હવન શરૂ થાય છે. રાજયભરમાંથી આ હવનમાં હાજરી આપાવ ભક્તો મહુડી ઊમટી પડે છે.
ભગવાન ઘંટાકર્ણ મહાવીરની વરખ બદલવાની વિધી કાળી ચૌદસના દિવસે કરવામાં આવે છે. યજ્ઞ સમયે મહુડીના મંદિરે 108 વાર ઘંટ વગાડવામાં આવે છે. હવનમાં આહુતિ આપતી વખતે ભકત્તો દોરીમાં એક ગાંઠ બાંધે છે.
ઘંટાકર્ણ વીરની પ્રક્ષાલની વિધી કરાય છે. જેમાં વીરના જમણા અંગુઠે કેસર પૂજા કરવામાં આવે છે. જયારે તેમના શરીરે સોનાની વરથખ ચઢાવવામાં આવે છે. આ દિવસ શ્રદ્ધાળુઓ માટે ખાસ હોય છે. આ દિવસે શ્રદ્ધાળુઓ પગના અંગુઠાથી માથા સુધીની લંબાઇ ધરાવતી નાડાછડી અથવા લાલ રંગની કંદોરીની 108 ગાંઠો વાળે છે. પહેલો ડંકો વાગે જૈન-જૈનેત્તર ભાવિકો દ્વારા કંદોરીની 1 કલાકે 1 ગાંઠ વાળવામાં આવે છે. સર્વ મનોકામના પૂરી કરતો 108 ગાંઠોનો દોરો અતિ પવિત્ર ગણવામાં આવે છે.