ધરમપુર : ધરમપુર (Dharampur) તાલુકાના ગરીબ આદિવાસી (Tribal) યુવાનો સાથે ડ્રીમ 900 અને ઈગલ સ્માર્ટ કંપની (Eagle Smart Company) દ્વારા કથિત છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ઉઠી હતી.ગરીબ આદિવાસી યુવાનો સાથે 700 કરોડની છેતરપિંડી કરાતા કંપની સામે કાયદાકીય પગલાં ભરવાની માંગ સાથે ધરમપુર તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલની ઉપસ્થિતિમાં શનિવારે ધરમપુર શહેરના બાબાસાહેબ આંબેડકર ચોકથી રેલી આકારે મામલતદાર કચેરી ખાતે પહોંચીને પ્રાંત અધિકારીને તથા ધરમપુર પોલીસ મથકે પીએસઆઇ પ્રજાપતિને આવેદનપત્ર સુપરત કરાયું હતું.
મોટી સંખ્યામાં લોકોએ મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું
આ આવેદન પત્રમાં ધરમપુર તાલુકાના ગરીબ આદિવાસીઓએ જણાવ્યુ હતુ કે ગરીબ આદિવાસી યુવાનોને ગેરમાર્ગે દોરી ડ્રીમ 900 અને ઈગલ સ્માર્ટ કંપની દ્વારા 700 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે. આવી કંપનીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની માંગ સાથે મોટી સંખ્યામાં લોકોએ મામલતદાર કચેરી ખાતે પહોચીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.