Gujarat

દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેનની જામીન અરજી હાઇકોર્ટે ફગાવી

અમદાવાદ : દૂધસાગર ડેરીના (Dudhsagar Dairy) પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની 800 કરોડની ગેરરીતિના મામલે ધરપકડ (Arrest) કરવામાં આવી છે. વિપુલ ચૌધરી દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat Highcourt) કરવામાં આવેલી જામીન અરજી હાઇકોર્ટે ફગાવી દીધી હતી. બીજી તરફ આજે ગાંધીનગરમાં (Gandhinagar) અર્બુદા સેના દ્વારા વિપુલ ચૌધરીના સમર્થનમાં જેલ ભરો આંદોલન કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ઉમટી પડ્યા હતા. પોલીસે (Police) ધરણા-પ્રદર્શન કરી રહેલા સંખ્યાબંધ કાર્યકરોની અટકાયત કરી હતી.

દૂધસાગર ડેરીમાં 800 કરોડના ભ્રષ્ટાચારના મામલે એસીબી દ્વારા પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે વિપુલ ચૌધરી દ્વારા હાઇકોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી. જામીન અરજીમાં તેમણે રજૂઆત કરી હતી કે રાજકીય કીન્નખોરી રાખીને પોતાની ઉપર ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા છે, તેમજ રાજકીય દબાણને વશ મારા ઉપર આ કેસ કરવામાં આવ્યો છે. મારી સામે થયેલી ફરિયાદ તદ્દન ખોટી અને તથ્ય વગરની છે.
બીજી તરફ રાજ્યના લાંચ રુશ્વત વિરોધી બ્યુરો એસીબી દ્વારા વિપુલ ચૌધરીની જામીન અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો, અને વિપુલ ચૌધરી દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાના પ્રાથમિક પુરાવાઓ હોવાની કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી.

Most Popular

To Top