સુરત : તાજેતરમાં જ યોજાયેલી ગુજરાત સ્ટેટ (Gujarat State) એક્વેટિક (Aquatic) સ્પર્ધામાં (Competition) સુરત અડાજણના હિરેન પરમારે બટરફ્લાય 100 મીટરમાં સિલ્વર, 100 મીટર બ્રેસ્ટસ્ટ્રોકમાં સિલ્વર, 200 મીટર ફ્રી સ્ટાઇલમાં બ્રોન્ઝ ્ને મિડલે રિલે 50 બાય 4માં બ્રોન્ઝ મેડલ મળીને કુલ ચાર મેડલ જીત્યા હતા. હિરેન પરમાર પોતે એક વેપારી છે અને મેડિકલ મશીનરીનો વ્યવસાય કરે છે અને તે માત્ર પોતાના શોખને ખાતર સ્વિમીંગ કરે છે. તેના મતે વ્યસ્ત જીવનમાંથી પોતાના માટે સમય કાઢીને ગમતી પ્રવૃત્તિ કરવાથી જીવનમાં ઘણો ફાયદો મળી શકે છે.
સ્ટેટ લેવલ એક્વેટિક સ્પર્ધામાં નવનીત સેલરે 3 ગોલ્ડ સહિત છ મેડલ જીત્યા
સુરત : તાજેતરમાં જ સુરત ખાતે યોજાયેલી 11મી ગુજરાત સ્ટેટ એક્વેટિક સ્પર્ધામાં સુરતના નવનીત સેલરે 45થી 49ની વયજૂથની માસ્ટર કેટેગરીમાં સ્વિમીંગની અલગ અલગ સ્પર્ધામાં ભાગ લઇને 100 મીટર બેકસ્ટ્રોકમાં ગોલ્ડ, 4 બાય 50ની ફ્રી સ્ટાઇલમાં ગોલ્ડ, 4 બાય 50 મિડલે રિલેમાં ગોલ્ડ, 100 મીટર બ્રેસ્ટ સ્ટ્રોકમાં સિલ્વર, 100 મીટર ફ્રી સ્ટાઇલમાં સિલ્વર અને 50 મીટર બ્રેસ્ટ સ્ટ્રોકમાં સિલ્વર મેડલ મળીને કુલ છ મેડલ જીત્યા હતા. હવે તેઓ નવેમ્બરના અંતિમ અઠવાડિયામાં નેશનલ લેવલની સ્પર્ધામાં ભાગ લેવા માટે જશે.
સીસી શાહ હાઇસ્કુલના સ્ટેટ એકેવેટિક સ્પર્ધામાં બે ગોલ્ડ સહિત છ મેડલ જીત્યા
સુરત : તાજેતરમાં જ 16 ઓક્ટોબરના રોજ સુરત ખાતે યોજાયેલી 11મી ગુજરાત સ્ટેટ એક્વેટિક સ્પર્ધામાં સીસી શાહ સાર્વજનિક હાઇસ્કુલના વ્યાયામ શિક્ષક વિજય ઇચ્છાપોરિયાએ માસ્ટર કેટેગરીમાં સ્વિમીંગની અલગ અલગ છ સ્પર્ધામાં ભાગ લઇને 2 ગોલ્ડ, 3 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 6 મેડલ જીતીને શાળાને રાજ્યકક્ષાએ ગૌરવ અપાવ્યું હતું. તે બદલ શાળાના આચાર્ય સુનિલ જાદવ, ચેરમેન ધર્મેશ તમાકુવાલા અને રાજેશ દેસાઇ તેમજ શાળા પરિવારે તેમને અભનંદન આપ્યા હતા.