ભરૂચ: ગુરુવારે વહેલી સવારે ભરૂચના ઝાડેશ્વર ગામમાં ખાનગી કંપનીનો લક્ઝરી (luxury) બસનો (Bus) ચાલક કર્મચારીઓને લેવા માટે આવ્યો હતો. બસનો ચાલક નારાયણ ભુવન સ્ટ્રીટ અને અમીન સ્ટ્રીટ વચ્ચેથી પસાર થઈ રહ્યો હતો. એ વેળા બસ વીજ પોલ (Power pole) સાથે ભટકાતાં અકસ્માત (Accident) સર્જાયો હતો. બસ ભટકાતાં વીજ પોલ ધડાકાભેર જમીન ઉપર તૂટી પડ્યો હતો. જેને પગલે આખો માર્ગ બંધ થઈ ગયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટના વહેલી સવારે બની હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. જો કે, અકસ્માતની પગલે વીજ પોલને નુકસાન થયું હતું.
સ્થાનિકોએ વીજ કંપની અને પોલીસને જાણ કરી
આ બનાવ અંગે સ્થાનિકોએ વીજ કંપની અને પોલીસને જાણ કરી હતી. જેને પગલે વીજ કંપનીના અધિકારીઓ તેમજ પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવીને કામે લાગી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, વીજ પોલ ધડાકાભેર તૂટી પડવા છતાં કોઈ મુસાફરને તકલીફ પડી ન હતી.
ટ્રિપલસીટ મોટરસાયકલ પર સવારને ટ્રકે અડફેટેમાં લેતા એકનું મોત
કામરેજ: નોકરી પર થી છુટી બે ભાઈરડી ચા ની લારી ચલાવતી બેનની સાસુ ને મોટરસાઈકલ પર બેસાડીને ઘરે જતાં ચોર્યાસી પાસે ટ્રકના ચાલકે ટકકર મારતા વ્હીલ માં આવી જતાં ઘટના સ્થળે જ મોત નીપજયુ હતુ.મુળ મહારાષ્ટ્રના ધુલીયા જિલ્લાના ડાવીમંડાળા ગામના વતની નિલેશ ગુલાબ સોનવણે સુરત જિલ્લાના કઠોર ગામે રહે છે.ધોરણ પારડી ખાતે પ્લાસ્ટીકની ફેકટરીમાં નોકરી કરે છે.ગુરુવારના રોજ નોકરી પરથી છુટીને ફેકટરીની બહાર બેનના સસરા રાજુભાઈ ચા ની દુકાન ચલાવતા હોવાથી દુકાન પર જતાં બેનની સાસુ લક્ષ્મીબેન ઉર્ફે ખેતીબેન રાજુભાઈ પાટીલની તબીયત સારી ન હોવાથી રાજુભાઈની મોટરસાઈકલ પર સાથે નોકરી કરતો નાનો ભાઈ પ્રશાંત,બેનની સાસુ લક્ષ્મીબેન ઉર્ફે ખેતીબેનને મોટરસાઈકલ પર બેસાડીને ઘરે જવા માટે નીકળ્યા હતા.
અજાણ્યા ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી
ચોર્યાસી ગામની હદમાં આવેલા પેટ્રોલ પંપ પર મોટરસાઈકલમાં પેટ્રોલ પુરાવી હાઈવે પર મોટરસાઈકલ આવતા જ અમદાવાદ તરફ થી મુંબઈ જતી ટ્રકના ચાલકે મોટરસાઈકલના સ્ટીયરીંગના જમણા ભાગે ટકકર મારતા મોટરસાઈકલ સવાર ત્રણેય રોડ પર પટકાયા હતા.જેમાં લક્ષ્મીબેન ઉર્ફે ખેતીબેન ટ્રક બાજુ પડતા ટ્રકનુ પાછળનુ વ્હીલ શરીર પરથી ફરી વળતા ઘટના સ્થળે જ મોત નીપજયુ હતુ.જયારે બન્ને ભાઈઓનો બચાવ થવા પામ્યો હતો.જે અંગે નિલેશએ અજાણ્યા ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.