સોમનાથ: ગુજરાત(Gujarat)માં જેમ જેમ ચુંટણીની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ દરેક રાજકીય પાર્ટીઓ સક્રિય થઇ છે. ત્યારે ગુજરાતમાં આજથી ભાજપ(bJP)ની ગુજરાત ગૌરવ યાત્રા(Gujarat Gaurav Yatra)નો પ્રારંભ થયો છે. કેન્દ્રીય ગ્રહ મંત્રી અમિત શાહે(Amit Shah) ધંધુકા(Dhandhuka)થી આ યાત્રાની પ્રારંભ કરાવ્યો હતો. ધંધૂકાના ઝાંઝરકાથી સોમનાથ સુધી યોજાશે. આ યાત્રા 9 જીલ્લામાં ફરી ભાજપ સરકારે કરેલા કામો લોકોને બતાવશે. યાત્રાના પ્રારંભ બાદ અમિત શાહે જન સભા સંબોધતા જણાવ્યું હતું કે, કોંગ્રેસને ફરી મોકો ન મળે તેનું ધ્યાન રાખજો. કોંગ્રેસે ગુજરાતને રમખાણો આપ્યા હતા. 20 વર્ષ ગુજરાતે ભાજપ પર વિશ્વાસ મૂકયો તેનું ગૌરવ છે. 20 વર્ષથી ગુજરાતમાં કર્ફ્યૂનું નામોનિશાન નથી. આ યાત્રાઓ ભાજપના કામનો હિસાબ આપશે. મતદારોએ હંમેશા ભાજપ પર ભરોસો મૂક્યાની વાત કરી હતી. સાથે જ કહ્યુ કે, ફરી એકવાર ભરોસાની સરકાર બનશે.
5 ગૌરવ યાત્રા યોજાશે
ગુજરાતમાં કુલ 5 ગૌરવ યાત્રા યોજાશે જે પૈકી આજે અમિત શાહે ત્રણ ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ યાત્રા 9 જિલ્લાની 24 વિધાનસભા બેઠકમાં પસાર થઇ 8 દિવસમાં કુલ 1070 કિમીનો પ્રવાસ કરશે. 13 ઓક્ટોબર ઉનાઇ માતાથી ફાગવેલ સુધીની યાત્રા અમિત શાહની હાજરીમાં 13 જિલ્લાની 35 વિધાનસભા બેઠક આવરી લઇ 9 દિવસમાં આશરે 990 કિમીનું અંતર કાપશે. 13 ઓક્ટોબર બિરસામુંડા આદિવાસી ગૌરવ યાત્રા – ઉનાઇ માતાથી અંબાજી સુધી 14 જિલ્લામાં પસાર થઇ 31 વિધાનસભા બેઠકોને આવરી લેતી 1068 કિમી પ્રવાસ કરશે અને એમાં અમિત શાહ જોડાયા હતા.
ગુજરાતને સમગ્ર દેશમાં પહેલા નંબરે લઈ ગયા એનું ગૌરવ: અમિત શાહ
અમિત શાહે જણાવ્યું હતું કે, સવૈયાનાથના પવિત્ર ધામ અને ઉનાઈ માતાના પવિત્ર ધામથી 3 યાત્રા શરૂ થશે, જે ગુજરાતની 182 સીટને ખૂંદીને ગુજરાતનાં ઘરે-ઘરે જઈ જન જન સુધી ભાજપની ભરોસાની સરકારનો હિસાબ-કિતાબ આપવાનું કામ કરશે. કેટલાક લોકો મને પૂછતા હતા કે ગૌરવ શેનું અમિતભાઈ? હું આજે આ મંચ પરથી કહેવા માગું છું, નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 20 વરસમાં જનતાએ જે વિશ્વાસ મૂક્યો અને ભાજપે જે વિશ્વાસ પૂરો કર્યો, ગુજરાતને સમગ્ર દેશમાં પહેલા નંબરે લઈ ગયા એનું ગૌરવ. એ ગુજરાતની જનતાના ધન્યવાદની આ યાત્રા છે.
બહુચરાજીથી નીકળેલી ભાજપની ગૌરવ યાત્રા કડી પહોંચી
12 ઓક્ટોબર બહુચરાજીથી માતાના મઢ સુધીની યાત્રાનો પ્રારંભ થયો છે, જે 9 જિલ્લાના 33 વિધાનસભા બેઠક પર 9 દિવસમાં 1730 કિમીનો પ્રવાસ કરશે, આ યાત્રા ભાજપની ગૌરવ યાત્રા કડી પહોંચી છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ગૌરવ યાત્રામાં જોડાયા છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી જુઠ્ઠા લોકોની પાર્ટી છે. જે આવનારા સમયમાં ગુજરાતમાં ચાંદ પણ લાવવાની વાતો કરશે. જે લોકોને કામ કરવું નથી એ લોકો ખોટા વાયદા આપી રહ્યા છે. ગુજરાત મોડેલ કોરોનામાં પણ સૌથી વધુ ડોઝ આપી અગ્રેસર રહ્યું છે. ગુજરાતની પ્રજાનો આભાર વ્યક્ત કરું છું. ગુજરાતની પ્રજા એ બીજેપી પર ભરોસો મુક્યો છે. ગુજરાતની પ્રજાએ નિરંતર ભરોસો દાખવ્યો છે અને પીએમ નરેન્દ્ર મોદી પર ભરોસો મૂક્યો છે.