Entertainment

જ્યારે ‘છેલ્લો શો’ ફિલ્મનાં કાસ્ટિંગ ડિરેક્ટરને ગામના લોકોએ ચોર સમજી માર માર્યો…

મુંબઈ: પાન નલિન(Pan Nalin)ની ફિલ્મ ‘છેલ્લો શો’ સિનેમાઘરો(Cinemas)માં રિલીઝ થવા માટે તૈયાર છે. ‘છેલ્લો શો(Chello-show) આ વર્ષે ઓસ્કર(Oscar) માટે ભારત તરફથી સત્તાવાર ફિલ્મ હોવાને કારણે તે વધુ ખાસ બની ગઈ છે. તમામ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સફર કરી ચૂકેલી આ ફિલ્મ અને તેના અભિનેતા ભાવિનને દર્શકોનો જબરદસ્ત પ્રેમ મળી રહ્યો છે પરંતુ ‘છેલ્લો શો’ના ડાયરેક્ટર પાન નલિનને ફિલ્મના પરફેક્ટ કાસ્ટિંગ(Casting) માટે ઘણા પાપડ વણવા પડ્યા હતા.

પાન નલિન તેના હીરો ભાવિનને કાસ્ટ કરવા પર કહ્યુ
“ફિલ્મની પરફેક્ટ કાસ્ટિંગ માટે મારે ઘણા પાપડ વણવા પડ્યા હતા.” તેના હીરો ભાવિનને કાસ્ટ કરવા પર તે કહે છે, “આ બાળકે મને અને મારી ફિલ્મને બચાવી.” હું એક પછી એક કલાકારો શોધતો હતો. ઘણા લોકોનું પ્રદર્શન જોઈને હું નિરાસ થઈ ગયો હતો કે કોઈ મળતું નથી. મેં મુંબઈથી લઈને ગુજરાત સુધીના દરેક અભિનેતાના ઓડિશન લીધા, પણ મને કઇંક કચાસ અનુભવાતો હતો. બાળકો પર માતા-પિતાનું પ્રેશર અથવા વધુ પડતી સમજણ મારા ઓડિશનના માર્ગે આવતી હતી.

ભાવિનની કઈ વાત દિગ્દર્શકને ગમી ગઈ?
આ બાળક સાવ કાચો છે. તેની બોડી લેંગ્વેજ, અવાજ અને આંખો ખૂબ જ કુદરતી લાગે છે. આ ફિલ્મમાં આંખની અભિવ્યક્તિઓ મારા માટે ખૂબ મહત્વ ધરાવતી હતી કારણ કે ઘણા ક્લોઝઅપ શોટ્સ હોવાના હતા. લગભગ 60 બાળકોની વર્કશોપ હતી અને તેમની દરેક હિલચાલ પર નજર રાખવામાં આવી હતી. આ 60 બાળકોની પસંદગી ત્રણ હજાર ઓડિશન બાદ કરવામાં આવી હતી. આખરે જ્યારે મને ભાવિન મળ્યો, ત્યારે મને રાહત થઈ કે લીડનું પરફેક્ટ કાસ્ટિંગ થઈ ગયું છે. અલબત્ત તેના પહેલાં મારી પાસે બીજી પસંદગી પણ નહોતી.

જ્યારે કસ્ટિંગ ડિરેક્ટરને બાળક ચોર સમજી માર માર્યો
અમારું પહેલું ધ્યાન એ હતું કે અમે એવા ગામમાં ઓડિશન કરીશું જ્યાં બાળકોમાં સિનેમાનો ઓછો એક્સપોઝર હોય. અમારા કાસ્ટિંગની ટીમએ ઘણી બાધાઓથી પસાર થવું પડ્યું. એક કસ્ટિંગ ડિરેક્ટર સાથે તો મોબ લિંચિંગ પણ થયું. ગ્રામજનોને લાગ્યું કે તેઓ બાળકો ચોરી કરવા આવ્યા છે. જેથી બધાએ ભેગા થઈને તેને માર માર્યો. જો કે એક પ્રિન્સિપાલ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમણે ગ્રામજનોને સમજાવ્યું કે, આ લોકો મુંબઈથી ફિલ્મ ની કાસ્ટિંગ માટે આવ્યા છે, તમે તેમને છોડી દો પછી તેઓએ કસ્ટિંગ ડિરેક્ટરને છોડ્યા. બીજી તરફ, ભાવિનના પરિવારને મનાવવા મારા માટે ખૂબ જ મુશ્કેલ હતું. જે સમુદાયમાંથી ભાવિન આવે છે તે સમુદાયના લોકોને પૈસાની લાલચ નથી પરંતુ તેઓને તેમની સંસ્કૃતિ પર ખૂબ ગર્વ છે. આવી સ્થિતિમાં તેમને લાગ્યું કે તેમના બાળકે કંઈ ખોટું ન શીખવું જોઈએ. વાલીઓની સાથે શાળાને પણ સમજાવવું પડ્યું. જો કે હું પણ એ જ સમુદાયમાંથી આવું છું, તેથી તેઓ વહેલા કે મોડા પણ સંમત થઇ ગયા.

Most Popular

To Top