ઝઘડિયા: ઝઘડિયાના વાસણા ગામે (Vasna Villeg) માસા તથા સગો ભત્રીજો ક્રિકેટ (Cricket) ટીમમાં સામસામે રમતા હતા, જેમાં માસા આઉટ (Out) થતાં સામેની ટીમમાં ભત્રીજાએ ‘માસા તમે આઉટ થઇ ગયા’ની બૂમરાણ મચાવતાં તેની રીસ રાખીને હુમલો (Attack) કરાયો હતો.ઝઘડિયાના વાસણા ગામે રહેતા છૂટક મજૂરીકામ કરતો જિનેશ્વર કાંતિ વસાવા પરિવારનું ગુજરાન ચલાવે છે. વાસણા ગામે તા.૯ ઓક્ટોબરે ગામની ટીમ બનાવી ક્રિકેટ મેચ રમાતી હતી. જિનેશ્વર વસાવા અને સગા માસા લાલા ઉમેદ વસાવા આમનેસામને ટીમમાં ખેલાડી તરીકે રમતા હતા.
માસા તમે તો આઉટ થઇ ગયાની બૂમો પાડી હતી
એ મેચમાં લાલા સામેની ટીમમાં બેટિંગ કરતાં હોવાથી તેઓ તરત જ આઉટ થઈ જતાં સામેની ટીમમાં તેમનો ભત્રીજો જિનેશ્વર ઉમંગ ને ઉમંગમાં માસા તમે તો આઉટ થઇ ગયાની બૂમો પાડી હતી. આથી લાલાએ જિનેશ્વરને આક્રોશમાં મેદાનમાં જ ગાળો બોલી બેટ મારી દીધું હતું. મેચ પત્યા બાદ લાલો લોખંડનું પારિયું લઈને ભત્રીજાને તને વધારે બૂમો પાડતા આવડે છે તેમ કહી અપશબ્દો બોલવા લાગ્યો હતો. જિનેશ્વરે માસાને ગાળો બોલવાની ના પાડતાં મારવાની ધમકી આપી હતી. લાલાએ ભત્રીજા સાથે ઝપાઝપી કરતાં લોખંડનું પારિયું જિનેશ્વરના માથામાં વાગી જતાં લોહીલુહાણ થઇ ગયો હતો. આ તકરાર વખતે સ્થાનિકો ભેગા થઇ ગયા હતા. ઈજાગ્રસ્ત જિનેશ્વરને ૧૦૮ એમ્બ્યુલન્સ હેઠળ અવિધા સરકારી દવાખાને સારવાર અર્થે લઇ ગયા હતા. જે મુદ્દે ઈજાગ્રસ્ત જિનેશ્વરે ઝઘડિયા પોલીસમથકે ફરિયાદ આપતાં લાલા વસાવા વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે MLA અનંત પટેલ સાથે કરી મુલાકાત, હુમલાને ગણાવ્યો દુઃખદ
નવસારીના વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ઉપર થયેલા હુમલાના મામલામાં કોંગ્રેસનાં દિગ્ગજ નેતા એસવી.અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે ઇજાગ્રસ્ત અનંત પટેલની મુલાકાત લીધી હતી.નવસારીના વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ઉપર થયેલા હુમલા બાદ તેઓ વાંસદાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જેમને મળવા કોંગ્રેસના નેતા અને આગેવાનો વાંસદા પહોંચી રહ્યા છે. ત્યારે આજે કોંગ્રેસના દિગજ્જ નેતા સ્વ. અહમદ પટેલની દીકરી મુમતાઝ પટેલે વાંસદા ખાતે અનંત પટેલની મુલાકત લીધી હતી. અનંત પટેલ ઉપર થયેલા હુમલાને મુમતાઝ પટેલે દુઃખદ ગણાવ્યો હતો. તેઓએ જણાવ્યુ હતું કે એક ધારાસભ્ય પર હુમલો થાય તો આમ જનતાનું શું..? જ્યારે એમને મળ્યા બાદ એમનો સ્ફુર્તિ જોઈ લાગ્યું કે અનંત પટેલ લડાયક મૂડમાં છે. સાથે જ 72 કલાક બાદ પણ આરોપીઓ ન પકડાતા દોષીઓ વહેલામાં વહેલા પકડાય, સાથે જ અનંત પટેલની સુરક્ષા અંગે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી