ગાંધીનગર : પીએમ (PM) નરેન્દ્ર મોદી ફરીથી આગામી તારીખ 19મી ઓકટોબર દરમિયાન સૌરાષ્ટ્રમાં રાજકોટની (Rajkot) મુલાકાતે આવી રહ્યાં છે. આ દિવસે પીએમ મોદી ખોડલધામ ખાતે ધ્વજારોહણ કરે તેવી સંભાવના છે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને 21 બેઠકો એવી છે કે જેના પર પાટીદાર મતોનું પ્રભુત્વ છે. 2017ની ચૂંટણીમાં ભાજપને 21માંથી 9 જયારે કોંગ્રેસને 12 બેઠકો મળી હતી. 2022ની ચૂંટણી પહેલા મોરબી, ધારી અને વિસાવદર બેઠકના કોંગીના સભ્યોએ પક્ષપલટો કરીને ભાજપમાં ભળી ગયા છે.
2017ની ચૂંટણીમાં પાટીદાર મતદારોનો ઝોક કોંગ્રેસ તરફી રહ્યો હતો. જેના પગલે ભાજપ 100 બેઠકોનો આંક પણ પાર કરી શકયો ન હતું. જયારે કોંગ્રેસની બેઠકો પણ વધી હતી. પાટીદાર સમાજની નારાજગી ભાજપ સામે બહાર આવી હતી. હવે પીએમ મોદીએ સૌરાષ્ટ્રમાં ભાવનગર, જામનગર, જાંમંકડોરણા સહિતના સ્થાનો પર જનરેલીને સંબોધન કરીને સૌરાષ્ટ્ર – કચ્છની બેઠકો પર મતદારોને આકર્ષવા બાજી લગાડી છે.