પલસાણા: ગત 29 સપ્ટેમ્બરે કામરેજ (Kamraj) ખાતેથી એમ્બ્યુલન્સમાંથી (Ambulance) પકડાયેલી બનાવતી (Jali) નોટનો (Currency) તપાસનો રેલો મુંબઈ (Mumbai) બાદ હવે દિલ્હી (Delhi) સુધી પહોંચ્યો છે. સીટ પોલીસે દિલ્હીથી વધુ 17.75 કરોડની બનાવતી નોટ પકડતાં હવે અત્યાર સુધીમાં તબક્કાવાર 5 જગ્યાએથી 334 કરોડની બનાવતી નોટ કબજે કરી હાલમાં વધુ એક મુંબઈ અને એક દિલ્હીથી આરોપ ઝડપી પાડતાં પોલીસે કુલ 8 આરોપીની ધરપકડ કરી છે.
બનાવતી નોટ પ્રકરણમાં પોલીસ સામે એકબાદ એક નવા ભેદ સામે આવતા જાય છે
સુરતના કામરેજથી ગત તા.29 સપ્ટેમ્બરે જામનગરના એક ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાંથી 25 કરોડની બનાવતી નોટ પોલીસે કબજે કરી હતી. શરૂઆતથી જ શંકાસ્પદ લાગતી આ બનાવતી નોટ પ્રકરણમાં પોલીસ સામે એકબાદ એક નવા ભેદ સામે આવતા જાય છે. પોલીસે આરોપીના ઘર જામનગર અને આણંદ બાદ મુંબઈથી 227 કરોડની બનાવતી નોટ કબજે કરી હતી. એ પછી બે દિવસ અગાઉ ગુનામાં સંડોવાયેલા પ્રવીણ સુખલાલ સીસોદિયાની ધરપકડ કરી હતી.
અમિત ભગવાન રાણાની હરિયાણાની અટકાયત કરી
5 દિવસના રિમાન્ડ મેળવ્યાં હતાં. જેની પાસેથી દિલ્હીના અમિત રાણા નામના ઇસમની નામ ખૂલતાં પોલીસની એક ટીમ દિલ્હી ખાતે પહોંચી હતી. જ્યાં પોલીસે આ ગુનામાં સંડોવાયેલા બાઉન્સર તરીકે ફરજ બજાવતા અમિત ભગવાન રાણા બુદ્ધનગર, ઇન્દુપુરી, ન્યૂ દિલ્હી, મૂળ રહે.,જિ.સોનીપત, હરિયાણાની અટકાયત કરી તેના રહેઠાણ અને ઘરે સર્ચ કરી વધુ 17.75 કરોડની બનાવતી નોટ કબજે કરી હતી.