SURAT

વિજ્યા દશમીની ભવ્ય ઉજવણી:65 ફૂટનો રાવણને બળતો જોવા લોકો ટોળે વળ્યાં

સુરત: અસત્ય પર સત્યના વિજય ઉત્સવ વિજયાદશમી (Vijya Dashmi) પર્વની સુરતમાં ઉજવણી કરવામાં આવી હતી. સાથે કામ, ક્રોધ, મોહ, માયા રૂપી રાહણનું દહન કરવામાં આવશે. જે કાર્યક્રમમાં ગૃહરાજ્ય મંત્રી (Home Minister) હર્ષ સંઘવી (Harsh Sanghvi) હાજર રહેશે. અંબાનગર ખાતે 35 ફૂટનો રાવણ બનાવવામાં આવ્યો છે. જે રાવણનું દહન કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રામ મંદિર ટ્રસ્ટ દ્વારા (Ram Mandir Trast) કરવામાં આવે છે. જેમાં ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રામલીલા ભજવ્યા બાદ રાવણનું દહન કરાયું હતું. જેમાં હજારોની સંખ્યામાં લોકો રાવણ દહનને જોવા ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું કે ડ્રગ્સની લડાઈમાં ભગવાન શ્રીરામને પ્રાર્થના કરીશ કે ગુજરાત પોલીસને હજુ હિંમત અને શક્તિ મળે

સુરતના ભટાર માં 35 ફૂટના રાવણનું દહન
સુરતના ભટાર વિસ્તારમાં અંબાનગર ખાતે આવેલ સરકારી શાળાના મેદાનમાં વર્ષોથી રાવણ દહનનો કાર્યક્રમ યોજાય છે. શ્રીરામ મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અહીં ઉત્સાહભેર રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. કોરોનાના બે વર્ષમાં આવા મોટા કાર્યક્રમો કરવાની સરકારે પરવાનગી આપી ન હતી. પરંતુ આ વર્ષે તમામ છૂટછાટો મળી છે.ત્યારે 35 ફૂટ થી વધુ ઊંચા રાવણના દહનનો ભવ્ય કાર્યક્રમ શ્રી રામ મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયો હતો.અસત્ય પર સત્યની વિજય સાથેના ઉજવાતા રાવણ દહનના કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. શ્રીરામ મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 20 વર્ષથી વધુ સમયથી અહીં રાવણ દહનનો કાર્યક્રમ કરવામાં આવે છે. રામલીલા ભજવી અંતમાં શ્રીરામ દ્વારા રાવણના સંહાર કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી રામ મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ભવ્ય રાવણ દહનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ સત્ય પર સત્યની વિજયનો આ પર્વ છે. આજના દિવસને સમગ્ર દેશ અને ગુજરાતમાં લોકો ઉત્સાહભેર મનાવે છે. મારા મત વિસ્તારમાં આવતા આ વિસ્તારમાં વર્ષોથી અસત્ય પર સત્યના વિજયનો સંદેશો આપતો રાવણ દહનનો કાર્યક્રમ થાય છે. અને તેમાં હું ભાગ લઉં છું. આ વર્ષે પણ હું તેમાં ખાસ જોડાયો છું. અસત્ય પર સત્યના વિજયના પર્વની સાથે જોડી વધુમાં જણાવ્યું હતું કે આજે દુનિયાભરમાં ડ્રગ્સનું દુષણ ફેશન સ્ટેટમેન્ટ બની ગયું છે. આ ડ્રગ્સના દૂષણ સામે ગુજરાત પોલીસે લડાઈ છેડી છે.

Most Popular

To Top