સુરત : ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા (CA) ડિસેમ્બર-2022ની ફાઉન્ડેશન, ઇન્ટરમિડિયેટ અને ફાઇનલ પોગ્રામની પરીક્ષાની (Exam) તારીખ જાહેર કરી છે. જે મુજબ ફાઉન્ડેશન પોગ્રામની પરીક્ષા 13 જાન્યુઆરીએ ઓનલાઇન (Online) મોડથી લેવાશે. જ્યારે ઇન્ટરમિડિયેટ અને ફાઇનલ પોગ્રામની પરીક્ષા 5થી 12 જાન્યુઆરીમાં ઓફલાઇન મોડથી લેવાશે. જે મામલે નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે.
નોટિફિકેશનમાં એવું પણ લખવામાં આવ્યું છે કે કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટની ડિસેમ્બર ટર્મની પરીક્ષા જાન્યુઆરી-2023માં લેવાશે. જે માટેની ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવાય છે. વિદ્યાર્થીઓ આઇસીએમએઆઇની વેબસાઇટ પર જઇને ફોર્મ પણ ભરી શકશે. જો કે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 13 નવેમ્બર, 2022 છે. જે પછી વિદ્યાર્થીઓ પાસેથી લેઇટ ફી લેવાશે અને લેઇટ ફી રૂ. 1200 છે. કોઇ વિદ્યાર્થી વિદેશી છે તો પછી તેની પાસેથી 60 ડોલર ફી લેવાશે.
આઇસીએમએઆઇએ ફોર્મ ભરવાની આખી પ્રક્રિયા ઓનલાઇન રાખી છે. પરંતુ વિદેશી વિદ્યાર્થીઓએ ઓફલાઇન મોડથી ફોર્મ ભરવાના રહેશે અને તેમણે ફોર્મ સાથે ડીડી પણ મોકલવાનો રહેશે. સૂત્રો કહે છે કે જૂન-2022ની ઓનલાઇન પરીક્ષામાં ટેક્નિકલ પ્રોબ્લેમ આવતા પરીક્ષા રદ કરાઈ હતી અને ફરીથી લેવાય હતી. જેને કારણે રિઝલ્ટ મોડા આવ્યા હતા. જેથી સેમ્બર-2022ની પરીક્ષા જાન્યુઆરી-2023માં લેવાઈ હતી. કોરોના વાયરસની મહામારીને કારણે આઇસીએમએઆઇ સીએમએની ફાઉન્ડેશનની સાથે ઇન્ટરમિડિયેટ અને ફાઇનલ પોગ્રામોની પરીક્ષા ઓનલાઇન મોડથી લેતી હતી. પરંતુ હવે કોરોના વાયરસના કેસ નહીંવત આવતા હોવાથી આઇસીએમએઆઇએ ઇન્ટરમિડિયેટ અને ફાઇનલની પરીક્ષા ફરી ઓફલાઇન લેવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં, છેલ્લા 2 વર્ષથી ઇન્ટરમિડિયેટ અને ફાઇનલની પરીક્ષા વર્ષમાં એક વખત લેવાતી હતી. જેમાં પણ ડિસેમ્બરમાં જ લેવાતી હતી. પરંતુ આ વખતની પહેલાની જ જેમ વર્ષમાં 2 વાર લેવાય રહી છે. જેમાં પહેલી જૂન-2022માં લેવાય હતી અને હવે ડિસેમ્બર-2022ની પરીક્ષા જાન્યુઆરી-2023માં લેવાય રહી છે.
13મી જાન્યુઆરીએ ફોઉન્ડેશન બે પાળીમાં લેવાશે, કુલ ચાર પેપર હશે
આઇસીએમએઆઇ આગામી 13 જાન્યુઆરીએ ફાઉન્ડેશનની પરીક્ષા ઓનલાઇન મોડથી લેનારી છે. જો કે, આ પરીક્ષા બે પાળીમાં લેવાશે. જેમાં કુલ ચાર પેપર હશે. સવારના 10:00થી બપોરના 12:00 વાગ્યા સુધીની પહેલી પાળી હશે. જેમાં પહેલું પેપર ફંડામેન્ટલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ મેનેજમેન્ટ અને તે પછી બીજુ પેપર ફંડામેન્ટલ ઓફ એકાઉન્ટિંગ છે. બપોરના 2:00થી સાંજે 4:00 વાગ્ય સુધીની બીજી પાળી છે. જેમાં ફંડામેન્ટલ લો એન્ડ એથિક્સ તથા ફંડામેન્ટલ ઓફ બિઝનેસ મેથેમેટિક્સ એન્ડ સ્ટેટેસ્ટિક છે. તમામ પેપરમાં 100 માર્ક્સના 50 એમસીક્યૂ હશે.