ઝઘડિયા: ઝઘડિયાના (Zagadiya) રાજપારડી ગામના (Rajpardi village) ઈમ્તિયાઝ અલી સૈયદની આમોદ તથા ભીમપોર ગામે સિલિકાની લીઝ આવેલી છે. ગુરુવારે ઈમ્તિયાઝ અલી સૈયદ તથા તેમનો ડ્રાઇવર ડાહ્યા મંગા વસાવા તેમની ગાડી લઈ આમોદ ખાતે આવેલી લીઝની નવી સિઝન માટે મુહૂર્ત કરવા જઈ રહ્યા હતા. એ વેળા એક બાઈકચાલકે તેમની ફોર વીલ ગાડીની ઓવરટેક કરી ઊભી રખાવી હતી. બાઈકચાલકે આમોદના (Amoad) ડેપ્યુટી સરપંચ (Deputy Sarpanch) મહેશ વસાવા હોવાથી પ્રશ્ન પૂછ્યો કે તમે ક્યાં જાવ છો? જેના જવાબમાં ઈમ્તિયાઝ સૈયદે તેમને જણાવ્યું કે, નવી સિઝન ચાલુ થઈ હોવાથી ખાણનું મુહૂર્ત કરવા જઈએ છીએ.
એક લાખ રૂપિયાનો હપ્તો નહીં આપો તો ખાણ ચાલુ કરવા નહીં દઈએ
જેથી મહેશ વસાવાએ એકદમ ઉશ્કેરાઈને કહ્યું કે ‘ખાણનું મુહૂર્ત કરવું હોય તો કરો, પણ ખાણ ચાલુ કરતા નહીં.’ ખાણ માલિક ઈમ્તિયાઝભાઇએ પૂછ્યું કે, કેમ ભાઈ ખાણ ચાલુ નહીં કરવી, શું કારણ છે. આ બાબતે મહેશ વસાવાએ જણાવ્યું કે, દર મહીને એક લાખ રૂપિયાનો હપ્તો નહીં આપો તો ખાણ ચાલુ કરવા નહીં દઈએ. અને ખાણ પરની મશીનરીને નુકસાન કરીશું. તેમજ તમારા માણસોને માર મારીને ભગાડી મૂકીશું એવી ધમકી આપી હતી. મહેશ વસાવાએ કાયદાની ચુંગાલમાં લઈને કહ્યું કે, અમે તમને એટ્રોસિટી કેસમાં ફસાવી દઈશું. તેમ છતાં ઈમ્તિયાઝ સૈયદે તેમની આમોદની ખાણમાં નવી સિઝનનું મુહૂર્ત કરીને ભીમપોરની ખાણ પર ગયા હતા.
ગામમાં આવેલી ખાણ ચલાવવી હોય તો એક લાખનો હપ્તો આપવો પડશે
જ્યાં લગભગ ૧૧ વાગ્યાના અરસામાં ડેપ્યુટી સરપંચ મહેશ વસાવાએ માઈનિંગ સુપરવાઈઝર મહંમદ શકીલ વલી મલેકના મોબાઈલ ફોન કરીને જણાવ્યું હતું કે, તારા શેઠને કહી દેજે કે અમારા ગામમાં આવેલી ખાણ ચલાવવી હોય તો મને દર મહિને એક લાખનો હપ્તો આપવો પડશે. આથી મહેશ વસાવાએ ખાણમાલિક ઈમ્તિયાઝ અલી સૈયદ પાસે ખંડણી માંગતા હોય અને ન આપો તો તેમને એટ્રોસિટીના ખોટા ગુનામાં ફસાવી દેશે તેવી ધમકી આપી હતી. જે મુદ્દે ઈમ્તિયાઝ સૈયદે રાજપારડી પોલીસમથકે હપ્તાખોરી મુદ્દે ફરિયાદ આપતાં આમોદના ડેપ્યુટી સરપંચ મહેશ અવિચળ વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.